સોમવાર, 17 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લોંસ એંજિલ્સ , સોમવાર, 2 જૂન 2008 (12:12 IST)

કેપ્ટને સાત કિશોરીઓ સાથે દુષ્કર્મ કર્યુ

નશીલો પદાર્થ ખવડાવીને બાળકીઓને મારતો હતો

અમેરિકાની એક સંધીય જ્યૂરીએ અમેરિકા મેરીનના એક સેવાનિવૃત્ત કેપ્ટનને કંબોડિયામાં કિશોરીઓ સાથે બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

આ બાબતે જ્યુરીએ પીડિતોના નિવેદન લીધા હતા. અમેરિકાના લોંસ એંજિલ્સ સ્થિત અટાર્ની કાર્યાલયથી આપેલ નિવેદનના મુજબ કે કેલફોર્નિયાના ઓક્સનાર્ડ નિવાસી 54 વર્ષીય માઈકલ જોસેફ પેપે 7 છોકરીઓ સાથે બળાત્કાર કર્યાના આરોપમાં 210 વર્ષના જેલની સજા થઈ શકે છે.

કેસ દરમિયાન છોકરીઓએ પોતાના નિવેદનમાં કહ્યુ કે પેપે તેમને નશીલા પદાર્થો ખવડાવીને બાંધી દીધી અને મારીને બળાત્કાર કર્યો. એક વીડિયો ટેપના સાક્ષીમાં એક વેશ્યાએ કહ્યુ કે પેપ તેમને ઓછી ઉમંરની છોકરીઓને લાવવાનુ કહેતા હતા.

આ પહેલા કેપ્ટનને 9 થી 12 વર્ષની સાત છોકરીઓ સાથે બળાત્કાર કર્યો. અભિયોજકોએ કંબોડિયાઈ અધિકરીઓ દ્વારા જપ્ત કરેલા સબૂતોને પણ અદાલતની સામે મૂક્યા જેમા નશીલા પદાર્થો, ઘરમાં બનાવેલી બાળકોની અશ્લીલ ફિલ્મોનો સમાવેશ કરવામાં આવે છે.