ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (16:25 IST)

ફોર્ડ ગુજરાતની આઈટીઆઈને 10 કાર એન્જીન આપશે

આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓને સહયોગ પૂરો પાડવાના કદમ તરીકે ઓટોમોબાઈલ જાયન્ટ ફોર્ડ ઈન્ડીયા ગુજરાતની ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયુટસ (ITIs) 10 કાર એન્જીનનુ વિતરણ કરશે. ફોર્ડ ઈન્ડીયાએ કાર એન્જીન્સનુ યોગદાન આપવાના નિર્ણયની જાણ ઈ-મેઈલ વડે ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાને કરી છે.
 
મિત્રાએ જણાવ્યું હતું કે આ યોગદાનથી આઈઆઈટીના વિદ્યાર્થીઓને  અભ્યાસક્રમ વખતે કાર એન્જીન અંગે પ્રેકટીકલ જ્ઞાન મેળવવામાં સહાયતા થશે. 
 
ફોર્ડ ઈન્ડીયાએ ઈમેઈલમાં જણાવ્યું હતું કે તે દર વર્ષે સપ્ટેમ્બર માસને ગ્લોબલ કેરીંગ માસ તરીકે મનાવે છે. આ ઉજવણીમાં સમાજને વ્યાપકપણે સહાયક બનતી વિવિધ પ્રકારની પહેલનો સમાવેશ થાય છે. આજ પહલરૂપે આઈટીઆઈને કાર એન્જીન આપી રહી છે.