રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 24 નવેમ્બર 2016 (11:23 IST)

જાણો શુ છે Paytm.. આ કંપની શરૂ કરવાનો આઈડિયા વિજય શેખરને ક્યાથી મળ્યો ?

USમાં રિક્ષાવાળાને કાર્ડથી પેમેંટ લેતા જોઈ વિજય શેખરને આવ્યો Paytmનો આઈડિયા

500 અને 1000 રૂપિયાના નોટબંધ થયા પછી ભલે જ બેંકો અને એટીએમની બહાર લાંબી લાઈનો લાગી હોય પણ એક કંપની છે જેને આ નોટબંધીએ માલામાલ કરી દીધી છે.  મોબાઈલ પેમેંટ કંપની પેટીએમના માટે ગોલ્ડન ટાઈમ છે. આ કંપનીના ફાઉંડર વિજય શેખરે ખૂબ જ મહેનતથી આ કંપનીને ઉભી કરી અને આજે આ કંપની ખૂબ ઊંચા મુકામ પર પહોંચી ચુકી છે. 
 
કદાચ જ ક્યારેય કોઈએ વિચાર્યુ હશે કે કોઈ દુકાન પર ફક્ત તમારો મોબાઈલ એક કાગળની સામે લગાવવાથી દુકાનદારને પેમેંટ મળી જશે. આજથી 10 વર્ષ પહેલા સુધી અશક્ય જેવી લાગનારી આ તરકીબ હવે પેટીએમના રૂપમાં હકીકત બની ચુકી છે.  આ હકીકતને સાકાર કરી છે વિજાય શેખર શર્માએ. 
 
યૂપીના અલીગઢના વિજય શેખર માત્ર 37 વર્ષની વયમાં સ્ટાર્ટઅપના સૌથી મોટા બાજીગર બની ગયા છે. નોટબંધીના સમયમાં પેટીએમ એપથી ટ્રાંજેક્શનની સંખ્યા અનેકગણી વધી ચુકી છે. ઓટો રિક્ષાનુ ભાડુ આપવુ હોય, ચા ની દુકાન પર ચા પીવી હોય કે પછી કરિયાણ સ્ટોર પરથી સામાન ખરીદવો હોય બસ તમારા મોબાઈલમાં પેટીએમ એપ હોવો જોઈએ અને પેટીએમના વૉલેટમાં પૈસા. તમે ક્રેશ કર્યા વગર જ નાની-મોટી ખરીદી સહેલાઈથી કરી શકો છો. 
 
નોટબંધીએ પેટીએમ કંપની માટે જાણે કુબેરનો ખજાનો ખોલી નાખ્યો છે. વિજય શેખર પોતે માની રહ્યા છે કે નોટબંધી પછી તેમનો વેપાર 5 ગણા સુધી વધી ગયો છે. નોટબંધી પછીથી પેટીએમ દ્વારા લગભગ 70 લાખ ટ્રાંજેક્શન થઈ રહ્યા છે. જેના દ્વારા 120 કરોડ રૂપિયાની રોજ લેવડ-દેવડ થઈ રહી છે.  થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલ સહિત કેટલીક પાર્ટીયોએ નોટબંધીને બહાને પેટીએમને પ્રોત્સાહન આપવાનો આરોપ મોદી સરકાર પર લગાવ્યો. આ આરોપોથી વિજય શેખર થોડા દુખી જરૂર થયા છે. 
 
દિલ્હી પાસે આવેલ નોએડાના વન97ની બિલ્ડિંગમાં પેટીએમનુ હેડક્વાર્ટર છે. વિજય શેખરને પેટીએમ જેવો એપ બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો તેની સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. વિજય શેખર બતાવે છે કે યૂએસમાં રિક્ક્ષાવાળાએ કાર્ડથી પેમેંટ લીધુ તેના દ્વારા તેમને આ આઈડિયા આવ્યો. વિજય શેખરનો 
વિચાર હવે હકીકત બની ચુક્યો છે. પેટીએમથી પેમેંટ લેનારાઓમાં ઓટો રિક્ષા, ટેક્સી, રેસ્ટોરેંટથી લઈને પાનવાળા સુધીનો સમાવેશ છે. પેટીએમના મોબાઈલ વૉલેટ યૂઝર્સની સંખ્યા 15 કરોડના નિકટ છે.  દેશભરમાં લગભગ 10 લાખ નાના-મોટા દુકાનદર છે, જે પેટીએમ દ્વારા પેમેંટ લઈ રહ્યા છે. 
 
કેવી રીતે કામ કરે છે પેટીએમ ? 
 
પેટીએમનો મતલબ છે પેમેંટ થ્રૂ મોબાઈલ મતલબ મોબાઈલ દ્વારા ચુકવણી.  મતલબ પેટીએમના ઈ વોલેટમાં થોડા પૈસા જમા કરો અને વૉલેટથી જ પેમેંટ કરી દો. પેટીએમમાં થર્ડ પાર્ટી કોસ્ટ નથી. જ્યારે કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી ચુકવણી કરવામાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે અનેક કડી હોય છે. પ્રથમ ગ્રાહક એક બેંકનુ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ લે છે પછી તેને દુકાનદારની ત્યા સ્વાઈપ કરે છે.  અહીથી દુકાનદારના બેંક એકાઉંટમાં પૈસા જમા થાય છે.  જ્યારે કે પેટીએમમાં તમે તમારા મોબાઈલ વૉલેટથી તરત જ દુકાનદારના મોબાઈલ વોલેટમાં પૈસા જમા કરો છો. 
 
કેવી રીતે થાય છે Paytmનો ફાયદો ? 
 
પેટીએમ ફક્ત મોબાઈલ પેમેંટ કંપની જ નથી પણ ઈ કોમર્સ કંપની પણ છે. મતલબ આના દ્વારા તમે સામાનની ખરીદી પણ કરી શકો છો. કંપનીને નફો કેવી રીતે થાય છે. આ સવાલના જવાબમાં વિજય શેખર શર્મા જણાવે છે કે કંપની રોબિન હુડ જેવુ કામ કરે છે. નાના દુકાનદારો પાસેથી કોઈ પૈસો નથી લેતા. પેટીએમ કરિયાણા સ્ટોર, ઑટોવાળા, પાનવાળા કે પછી નાના દુકાનદારો પાસેથી કોઈ ચાર્જ નથી લેતી. ફક્ત કોર્પોરેટ્સ પાસેથી ચાર્જ વસૂલે છે.  મતલબ ઉબર ટેક્સી, બસ ટિકિટ બુકિંગ, હવાઈ ટિકિટ બુકિંગ અને મલ્ટીપ્લેક્સમાં ટિકિટ બુકિંગ કરાવતા કંપની પાસેથી પેટીએમને ફાયદો થાય છે.  નોટબંધી પછી સામાન્ય જનતાની વધતી પરેશાનીને જોતા સરકારે મોબાઈલ વોલેટની લિમિટ વધારી દીધી છે. 
 
હવે વૉલેટમાં 10 હજારને બદલે 20 હજાર રૂપિયા મુકી શકો છો. જ્યારે કે પેટીએમ સાથે જોડાયેલા દુકાનદારો માટે આ લિમિટ 50 હજાર રૂપિયા છે. ટૂંક સમયમં જ પેટીએમ બેકિંગ સેક્ટરમાં પણ પગ મુકવાની છે. પેટીએમને આરબીઆઈથી પેમેંટ બેંકનુ લાઈસેંસ પણ મળી ચુક્યુ છે. જે નોર્મલ બેકિંગથી થોડુ જુદુ છે. પેમેંટ બેંકના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની જમા લઈ શકે છે.  પણ લોન આપતુ નથી.  ડેબિટ અને એટીએમ કાર્ડ રજુ કરી શકે છે પણ ક્રેડિટ કાર્ડ નહી. એક નાનકડી કંપનીને ભારતનુ સૌથી મોટુ સ્ટાર્ટઅપ બનાવનારા વિજય શેખર મુજબ ડિઝિટલ ઈંડિયાની ક્રાંતિ જે વર્તમાન દિવસોમાં ભારતમાં છે તેવી દુનિયાના કોઈ બીજા દેશમાં નથી.