સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 10 જૂન 2021 (09:40 IST)

કેંદ્ર સરકારની સખ્તીની આગળ નમ્યુ ટ્વિટર કહ્યુ નવા આઈટી નિયમ માનવા તૈયાર

નવા આઈટી નિયમોને લઈને કેંદ્રસ સરકારનો અસર હવે જોવાઈ રહ્યુ છે. કેંદ્ર સરકારના સખ્ત સ્ટેન્ડ પછી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરરે નવા આઇટી નિયમો સ્વીકારવાની સંમતિ આપી છે. ટ્વિટરે સરકારને 
પત્ર લખીને કહ્યું છે કે નવા આઇટી નિયમો અનુસાર ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂકને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, ભૂતકાળમાં કેન્દ્ર સરકારે ટ્વિટરને છેલ્લી ચેતવણી આપી 
હતી અને નિયમોનું પાલન ન કરવાના પરિણામનો સામનો કરવા જણાવ્યું હતું.
 
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્વિટર દ્વારા સરકારને એક પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે નવા નિયમોને લગતી વધારાની માહિતી એક અઠવાડિયામાં સરકારને સુપરત કરવામાં આવશે. 5 જૂને સરકારની અંતિમ નોટિસના જવાબમાં, ટ્વિટરએ કહ્યું કે તે નવી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે વાજબી પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ કોરોના રોગચાળાની વૈશ્વિક અસરને કારણે તે કરવામાં અસમર્થ રહી છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પત્ર ટ્વિટર દ્વારા 7 જૂને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે કંપની ભારત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને રહેશે. તેમણે કહ્યું કે 
 
અમે ભારત સરકારને ખાતરી આપી છે કે ટ્વિટર નવી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે શક્ય તેટલું કરી રહ્યું છે. અમે સરકાર સાથે અમારી રચનાત્મક વાતચીત ચાલુ રાખીશું.
 
તાજેતરમાં જ કેન્દ્ર સરકારની નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે આ છેલ્લી ચેતવણી છે. જો હજુ પણ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ટ્વિટર સામે આઇટી એક્ટ અને અન્ય દંડનીય કાયદા હેઠળ કાર્યવાહી 
 
કરવામાં આવશે. ટ્વિટરની મધ્યસ્થીની સ્થિતિ દૂર થઈ શકે છે, ટ્વિટરને મળેલી ઘણી મુક્તિઓ દૂર કરી શકે છે. આનાથી ટ્વિટરને ભારતમાં સંચાલન કરવામાં મુશ્કેલી થઈ શકે છે.
 
મંત્રાલયે કહ્યું હતું કે, જોકે આ નિયમો 26 મે 2021 થી લાગુ છે, પરંતુ સદ્ભાવના સાથે, ટ્વિટર ઇન્કને અંતિમ સૂચના દ્વારા નિયમોનું પાલન કરવાની તક આપવામાં આવે છે. તેણે તરત જ નિયમોનું પાલન કરવું 
 
પડશે. જો તે આમ કરવામાં નિષ્ફળ જાય, તો તેણીને જે જવાબદારી મળી છે તેમાંથી મુક્તિ જપ્ત કરવામાં આવશે. વળી, તેણે આઇટી એક્ટ અને અન્ય દંડની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.