ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (18:21 IST)

Janmashtami Puja Samagri- જન્માષ્ટમી પૂજા અને પૂજન સામગ્રી, તેના વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી છે

હિંદુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન વિષ્ણુના કૃષ્ણ આઠમા અવતાર હતા. જેને ધર્મની સ્થાપના માટે માનવરૂપમાં ભાદ્રપદની આઠમે અવતાર લીધો હતો. આ વખતે કૃષ્ણ જન્માષ્ટ્મી 3 સેપ્ટેમબરે છે આ દિવસે ભકત ઉપવાસ રાખે છે. મંગળ ગીત ગાય છે અને નંદકે આનંદ ભયો જય કન્હૈયા લાલકી ગીત સાથે ભગવાનના જન્મ કરે છે. આવો જાણીએ કેવી રીતે ભગવાન કૃષ્ણનો જન્મ અને પૂજા સામગ્રીમાં કઈ-કઈ વસ્તુઓ હોવી જોઈએ. 
 

આ છે પૂજા સામગ્રી 
ભગવાન કૃષ્ણની પૂજા સામગ્રીમાં એક કાકડી, બાજોટ, પીળા સાફ વસ્ત્ર, બાળ કૃષ્ણની મૂર્તિ, સિંહાસન, પંચામૃત, ગંગાજળ, દીપક, દહીં, મધ, દૂધ, ઘી, ધૂપબત્તી, ગોકુળાષ્ટ, ચંદન, અક્ષત અને તુલસીના પાન, માખણ, મિશ્રી ભોગ સામગ્રી 
 

બાળ ગોપાળના શ્રૃંગાર સામગ્રી 
બાળ ગોપાળના જન્મપછી તેમના શ્રૃંગાર માટે ઈત્ર, કાન્હાના પીળા વસ્ત્ર, વાંસળી, મોરપંખ, ગળામાં વેજંતી માળા, માથા માટે મુકુટ, હાથ માટે બંગડીઓ રાખવી. 
આ રીતે કરવી પૂજા 
બાળ ગોપાળના જન્મ રાત્રિમાં 12 વાગ્યે થશે. સૌથી પહેલા તમે દૂધથી તે પછી દહી થી, પછી ઘી, પછી મધ, સ્નાન કરાવ્યા પછી ગંગાજળથી અભિષેક કરાય છે. એવું શાસ્ત્રોમાં વર્ણિત છે. સ્નાન કરાવ્યા પછી તમે મનમાં ભક્તિ ભાવ રાખતા નાના બાળકની રીતે તેને લંગોટ પહેરાવવી જોઈએ. જે વસ્તુઓથી બાળ ગોપાળના સ્નાન થયું છે. તેને પંચામૃત કહેવાય છે. પંચામૃતને પ્રસાદના રૂપમાં વહેચાય છે. પછી ભગવાન કૃષ્ણને નવા વસ્ત્ર પહેરાવવા જોઈએ. 
ભગવાનના જન્મ પછી મંગળ ગીત પણ ગાવું. કૃષ્ણજીને આસન પર બેસાડી તેમનો શ્રૃંગાર કરવો જોઈએ. તેમના હાથમાં બંગડી, ગળામાં વેજંતી માળા પહેરાવો. પછી તેમના માથા પર મોરપંખ લગાવી મુકુટ પહેરાવો અને તેમની પ્યારી વાંસણી તેમની પાસે મૂકો. હવે ચંદન અને અક્ષત લગાવો અને ધૂપ દીપથી પૂજા કરવી 
જોઈએ. પછી માખણ મિશ્રીની સાથે બીજા ભોગ સામગ્રી અર્પણ કરવી. ધ્યાન રાખે ભોગમાં તુલસીનો પાન જરૂર હોવું જોઈએ. ભગવાનને હિંડોળાંમાં બેસાડીને હિંચકે ઝૂલાવો અને નંદકે આનંદ ભયો જય કન્હૈયા લાલકી સાથે રાતભર ભગવાનની પૂજા કરવી જોઈએ.