બે મિત્ર વાત કરી રહ્યા હતા. પહેલો- મારી પત્ની તો ઝધડો થતાં જ પિયર જતી રહે છે.
બીજો મિત્ર- તુ તો બહું નસીબદાર છે. મારી પત્ની તો ઝધડો થતાં જ પિયરવાળાને અહીં બોલાવી લે છે.
પોપટે કોઈ પ્રતિસ્પર્ધામાં લંડનની ટિકિટો જીતી. તેણે ખુશ થઈને ઘરે ફોન કર્યો અને પત્નીને પૂછ્યું - શું તું મારી જોડે લંડન આવવાનું પસંદ કરીશ.
પત્ની - જરૂર, પણ એ તો બતાવો કે તમે કોણ બોલી રહ્યા છો ?
પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે - આમા લખ્યુ છે કે મહત્તમ મૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે.
પત્ની(શરમાતાં) - હવે બસ પણ કરો, તમારી પાસે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી.