રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

લાખો યુગલ માંગી રહ્યા છે 11-12-13ના દિવસનું લગ્ન મુહુર્ત

P.R
11/12/13 તારીખનુ મુહુર્ત જોઈને દુનિયાભરમાંથી લાખો જોડીઓ વિવાહના બંધનમાં આ દિવસે બંધાવા ઉત્સુક છે. આ એક ખાસ તારીખ મનાય છે. તેને કારણે અનેક જોડીઓ આ દિવસે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. ફક્ત અમેરિકામાં જ આ દિવસે 2,265 જોડીઓએ લગ્ન કરવા માટે નામ નોંધાવ્યા છે.

11/12/13 અદ્દભૂત તારીખનુ મુહુર્ત મળી રહે એ માટે અનેક મહિનાઓથી તૈયારી ચાલી રહી છે. શાસ્ત્રોમુજબ એક સિકવલમાં આવનારા અંક હોવાની તારીખ કે સમાન અંકવાળી તારીખ સૌભાગ્ય આપનારી હોય છે. 11/12/13 આવો યોગ કાયમ આવતો નથી. જેનો આ દિવસે જન્મ થયો છે, એવા બાળકો પણ ભાગ્યવાન કહેવાય છે. ન્યૂયોર્ક ડેલી ન્યૂઝના અહેવાલ મુજબ 2012માં આ રીતે થયેલા લગ્નને 722 ટકા નફો થયો છે. અંકજ્યોતિષ મુજબ આવી તારીખો સૌભાગ્ય આપનારી હોવા છતા જ્યોતિષશાસ્ત્રમાં આવી તારીખો માટે કોઈ ધારણા જોડાયેલી નથી.