શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : ગુરુવાર, 5 નવેમ્બર 2015 (12:36 IST)

શુ તમારો જન્મ નવેમ્બરમાં થયો છે ? જાણો શુ કહે છે જ્યોતિષ તમારા વિશે

તમારો જન્મ કોઈપણ વર્ષના નવેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આ દુનિયામાં સૌની ભલાઈ કરવા માટે જન્મે છે. તમે અત્યંત દયાળુ અને પરોપકારી છો. સહનશક્તિના હિસાબથી પણ તમે કમાલના છો. જ્યા સુધી તમારુ સ્વાભિમાન હર્ટ ન થઈ જાય ત્યા સુધી દરેક નાની-મોટી વાત તમે માથા પરથી પસાર થઈ જવા દો છો. તમે સૌની વચ્ચે સાંમજસ્ય બેસાડવાનું કામ સારી રીતે કરો છો. મોટાભાગે મિત્રોના પૈચઅપ કરવાની જવાબદારી તમારી હોય છે. આમ તો દુનિયા તમને ખૂબ જ શાંત અને સૌમ્ય રૂપમાં ઓળખે છે, પરંતુ જેણે તમારો ગુસ્સો જોયો છે એ જ જાણે છે કે તમારી અંદર કેટલુ તોફાન ભરાયુ છે. આ જ કારણે તમે ઓછી વયે બ્લડ પ્રેશર જેવી બીમારીનો શિકાર થઈ શકો છો. 
 
તમે મિત્રોને માટે કશુ કરો કે ન કરો મિત્રો તમારી પર કુરબાન થવા એક પગે તૈયાર રહે છે, કારણ કે તમારા ભોળપણના તેઓ કાયલ હોય છે. તમારા વિકાસની ઈર્ષા કરનારાઓને માટે ચેતાવણી છે કે નવેમ્બરવાળાના દુશ્મનને હંમેશા હારવુ પડે છે. તેથી સાવધાન. નવેમ્બર મહિનામાં જન્મેલા યુવાઓમાં પ્રેમનો અથાગ સાગર હોય છે. જેને પ્રેમ કરશે તે જો તેમને ન મળે તો પણ તેને ભૂલી નહી શકે. અને જો પ્રેમ મળી જાય તો તેની ખુશી માટે ખુદને મિટાવીને પણ તૃપ્ત નથી થતા. પછી એ જ વાત કે અત્યાધિક દયાળુ જે હોય છે. કેટલાક યુવા જે નવેમ્બરમાં જન્મ્યા છે અને જેમની રાશિ વૃશ્ચિક કે મેષ છે તેમના પર કંજૂસ હોવાનો આરોપ લાગી શકે છે. નહી તો સામાન્ય રીતે નવેમ્બરના યુવા દિલન એટલા ઉદાર હોય છે કે સામેવાળાના ચેહરા પર સ્મિત જોવા તે પોતાના ખિસ્સા ખાલી કરીને પણ ખુશ રહે છે. 
 
પૈસો તેમની પાસે જેટલો પણ આવે, સેવિંગના તબક્કા શોધી જ લે છે. તેઓ ક્યારેય પૂર્ણ રીતે ખાલી ક્યારેય નથી થતા. તેમના કોઈને કોઈ પર્સ કે પેંટના ખિસ્સામાંથી પૈસા નીકળી જ જાય છે. થોડો વ્યગ્રતા પર કંટ્રોલ કરી લે તો તેમના વ્યવસ્થિત રીતે રહેનારા મળવા મુશ્કેલ છે. દરેક કામ સુવ્યવસ્થિત અને ચોખ્ખુ. તેમના બાળપણથી લઈને અત્યાર સુધીના નાનાથી નાના ડોક્યુમેંટ પણ કોઈ ફાઈલમાં સુરક્ષિત મુકેલા જોવા મળશે. અહી આપણે તેમને થોડા સનકી કહી શકીએ છીએ. થોડા કંફ્યૂજ્ડ અને થોદા ક્રિએટિવ. 
 
ભૂતકાળ પ્રત્યે તેમને ખૂબ જ પ્રેમ હોય છે. પોતાની દરેક પહેલી વાત, પહેલી વસ્તુ પોતાની સ્મૃતિમાં સજાવીને રાખે છે. મોટાભાગે આ મહિનામાં જન્મેલા લોકો સંવેદનશીલ લેખક, પોલીસ, પત્રકાર, કલાકાર, સર્જન કે ગુપ્તચર વિભાગમાં હોય છે, મન તેમનુ બાળકો જેવુ હોય છે. તેથી બાળકો પ્રત્યે તેમને ખૂબ જ પ્રેમ હોય છે. તેમનો ઈટિયૂશન(સિક્થ સેંસ) પાવર તો કમાલનો હોય છે.
 
કોઈ વાતનો પૂર્વાભાસ થવો કે ચહેરો જોઈને માણસની ફિતરત ઓળખવી તેમને માટે સરળ હોય છે. 
આકર્ષક મુખાકૃતિ અને નિર્દોષતાને કારણે નોકરી કે ઘર, પ્રેમ હોય કે મૈત્રી, તેમના દરેક ભૂલને માફ કરી દેવામાં આવે છે. પોતાના વાળનુ આમને વિશેષ ધ્યાન રાખવુ જોઈએ નહી તો ટાલ પડી શકે છે. મોટી મોટી હાંકવાની પ્રવિત્તિથી પણ થોડા બચશે તો યોગ્ય સમયે યોગ્ય જીવનસાથી મળી જશે. 
 
નવેમ્બર મહિનાની છોકરીઓ લાગણીશીલ દેખાય છે પરંતુ પ્રેકટિકલ હોય છે. મુશ્કેલીના સમયે ખુદને સાચવી લે છે. આ જ કારણ છે કે પોતાના દુ:ખ માટે ક્યારેય બીજા ઉપયોગ કરતા નથી. બેમિસાલ સહનશક્તિને કારણે જીવનની દરેક જંગ જીતી લે છે. અભિવ્યક્તિ થોડી નબળી હોય છે. તેથી આશા રાખે છે કે તેમની આસપાસના લોકો તેમની વાતને પોતે જ સમજી લે. જ્યારે લોકો તેમને સમજી નથી શકતા તો તે ચિડાય જાય છે. 
 
નવેમ્બરમાં જન્મેલા લોકોને સલાહ છે કે તેઓ પોતાની કોમ્યૂનિકેશન સ્કિલ સુધારે કારણ કે આ જ કારણ એ લોકો તમને ખોટા સમજે છે. તમારા સૌમ્ય સ્વરૂપનો ખોટો લાભ ઉઠાવશો નહી. પરંતુ સચ્ચાઈ અને ઈમાનદારી તમારી તાકત છે. તેનો ઉપયોગ કરો. 
 
કલ્પના લોકમાંથી બહાર આવો. જીંદગીના રંગ બસ તમારે માટે જ છે. તમારે આને સમયસર ઓળખવાના છે. અમારી શુભેચ્છાઓ... 
 
લકી નંબર : 3. 1. 7. 
લકી કલર : પિંક, સફેદ ને ચોકલેટી 
લકી ડે : ગુરૂવાર અને મંગળવાર 
લકી સ્ટોન : પર્લ અને મૂન સ્ટોલ 
 
સલાહ : તેલમાં તમારો ચહેરો જોઈને આ તેલ મંદિરમાં દાન કરી દો. તમામ અવરોધો દૂર થશે