રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: રવિવાર, 19 નવેમ્બર 2017 (08:55 IST)

Rashifal - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ ? (19/11/2017)

મેષ (અ-લ-ઈ) આજનો દિવસ વ્યાપાર ક્ષેત્રથી લાભ આપનારો બને. તમે તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખીને તમારા અગત્યના કાર્યને આગળ વધારશો. આજનો દિવસ શુભ પરિણામ આપનારો છે. સ્ત્રી જાતકો માટે ઉત્તમ ફળ મળશે. વિધાર્થી વર્ગને સારું ફળ જોવાશે.

વૃષભ (બ-વ-ઉ) દિવસની શરૂઆત બહુ સારી રીતે થશે. સવારના સમયમાં અન્ય વ્યક્તિઓ કાર્યક્ષેત્રને લઈને તમારી પાસે ફરીઆદ કરવા માટે આવશે અને તેના અનુસંધાનમાં સમજદારી પૂર્વક બંને પક્ષનું સંતુલિત રાખીને તેમની જે ગેરસમજણ હશે તેને દુર કરવા પ્રયત્ન કરશો. નોકરી કરતા જાતકો માટે મુશ્કેલીઓ બપોર પછીથી પેદા થાય. ગેરસમજણને લીધે સ્ત્રી વર્ગમાં તથા પરિવાર વર્ગના સભ્યોમાં મત-મતાંતર જોવાય.

મિથુન (ક-છ-ઘ) તમારી પોતાની મહત્વકાંક્ષાઓ જે હોય તેમાં નવી તકો પ્રાપ્ત થાય. સ્વભાવ આજે તમારો સૌમ્ય રહેશે અને તેને લઈને મિત્ર-પરિવાર-સ્નેહીજન વિગેરેથી સારું જોવાશે. વ્યાપારને લક્ષીને મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થાય. આજે કોઈ અગત્યની પ્રતિયોગીતામાં ભાગ લો. પત્નીથી સારું જોવાય છે. વિધાર્થી વર્ગને માટે સારું છે.

કર્ક (ડ-હ) વ્યાપાર ક્ષેત્રમાં અર્થશાસ્ત્રને ધ્યાનમાં રાખીને આગળ વધવા માટે ઉત્સુકતા દર્શાવશો. તેમજ પરિવારના સભ્યો સાથે નાણાભંડોળ લેવા માટેની પણ વાત મુકશો. પરિવારના સભ્યો તમારા દ્રષ્ટિબિંદુને સમજવાની કોશિષ અને પ્રયાસ કરશે અને અંતે તમારી તરફેણમાં જવાબ મળશે. સ્ત્રી વર્ગ માટે સારું જોવાય છે. વિધાર્થી વર્ગ માટે મધ્યમ છે.

સિંહ (મ-ટ) જે લગ્ન સંબંધી હોય તેમજ અન્ય કાર્યક્ષેત્રમાં પ્રમોશન અને બઢતીના અંગ રૂપે આ ઉજવણી કરવાનું નક્કી કરો. ધન સુખ સારૂ જોવાય. વ્યાપારથી લાભ થાય. યાત્રા-પ્રવાસ યોગ બને. પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ વધે. પ્રિયજનની મુલાકાત થાય. સ્ત્રી જાતકો માટે આનંદમય દિવસ છે. વિદ્યાર્થીઓ માટે થોડી મહેનત કરવી પડશે. વાંચનમાં ધ્યાન આપવું પડશે તો આજના અભ્યાસ દરમિયાન સારૂ જોવાશે.

કન્યા (પ-ઠ-ણ) આપની આજની રાશી આજના દિવસે કાર્યભાર વધારે રહેશે. અધિકારીઓ જે હશે તેમને આજે કાર્યક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે. જો નિષ્ફળ જશો તો તેનું પરિણામ સારૂ જોઈ શકાય નહી. આમ એકંદરે રાજકીય ક્ષેત્રના વર્ગ માટે બહુ સારી રીતે જે જગ્યા ઉપર જાય ત્યાં તેમનું સ્વાગત થાય. મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણાઓ થાય. નિષ્ફળ પ્રયાસો સફળ થાય. તે હેતુથી આગળ શું કરવું છે તેની સુજબુજ આપો. વ્યાપાર ક્ષેત્રમાં મન સંતોષકારક રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે સારૂ પરિણામ આપનાર દિવસ છે. સ્ત્રી વર્ગ માટે સારૂ જોવાય છે.

તુલા(ર-ત) આપની આજની રાશી આજના મંગલ પ્રભાતે કઈક કરવું છે તેવો મનમાં સંકલ્પ થાય. મિત્રો દ્વારા તથા અન્ય સ્નેહીજન દ્વારા એક કાર્યક્રમની રચના કરવાનો વિચાર કરો. તેમજ વિપુલ સમૃદ્ધિ, નવા ધંધાની શરૂઆત તેમજ દરેક કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટેની ચર્ચા વિચારણાઓ થાય. દિવસ આજનો સારો છે જેથી આપના નોધપાત્ર વિચારો સફળ થાય. નાણાકીય રીતે આવકમાં નકારાત્મક વિચારો આવે પરંતુ પરીપ્રેક્ષ સંબંધિત નાણા આપને પ્રાપ્ત થાય જેથી નકારાત્મક શક્તિને તમારે દુર રાખવી. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ મધ્યમ જોવાય છે. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ શુભ છે.

વૃશ્ચિક (ન-ય) આપની આજની રાશી આજના દિવસે મંગલ ઉર્જા મંગલ પ્રભાતે સારી જોવાય. આજે પ્રતિસ્પર્ધિને અથવા હરીફોને પાછા પાડવા માટે તમારા પ્રયત્નો હોય. આજે આવક અને જાવક બંને સપ્રમાણમાં રહેશે અને તેને લઈને નાણાકીય ચિંતા તમારી હળવી થશે. દિવસ દરમિયાન તમારો મુડ સારો રહેશે. વ્યક્તિગત જીવનના સંબંધોમાં મીઠાસ જોવાશે. તમે લાભ પ્રાપ્ત કરશો અને બીજાને આપશો પણ ખરા. સહાનુભૂતિ રહેશે. સ્ત્રી વર્ગ માટે સમ છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ સમ જોવાય છે.

ધન (ભ-ધ-ફ-ઢ) આપની આજની રાશી આજના દિવસે સવારથી આરોગ્ય બાબતે કઈને કઈ નાની-મોટી તકલીફ રહે. ધન-સંપત્તિનું સુખ મધ્યમ જોવાય. વ્યાપારમાં જે આવક આવે તેમાં તમે સંતોષ માનો. મિત્રોનું સુખ પ્રાપ્ત થાય. સ્નેહીઓનું પણ સુખ પ્રાપ્ત થાય. નજીકના ભવિષ્યમાં નવું આયોજન કરવાની વિચારણાઓ કરો. મોટો લાભ મળવાનો હોય તે અટકી શકે. નાણાની બચત પણ આજે થાય નહી. દાંપત્યજીવન મધ્યમ જોવાય. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ સારો છે.

મકર (ખ-જ) આપની આજની રાશી આજના દિવસે તમે ઘણા વ્યસ્ત રહો. વ્યાપાર-ધંધામાં આજનો દિવસ તમારો વ્યતિત થાય. આજના દિવસે વ્યાપારમાં માલનો સ્ટોક વધારવાનું વિચારો. નીજી ક્ષેત્રમાં જવાબદારીઓને પૂરી કરો. નવું કાર્ય કરવાના શ્રેષ્ઠ પ્રયાસો સફળ થાય. રોગ અને શત્રુથી સાવધાન રહેવું. ભાગ્યબળ આજે સાથ આપે. નોકરીયાત વર્ગ તથા અન્ય વર્ગને આજે સારો લાભ જોવાય. પ્રિયજનને પ્રેમીઓ માટે દિવસ આજનો સારો ગણાય. શુભ મનોરથ આજે પૂર્ણ થાય.

કુંભ (ગ-શ-સ-ષ) આપની આજની રાશી આજે તમારા વિચારોને મિત્રો સાથે મન ખોલીને શેર કરજો. તમારી ગુચવણ બીજાને બતાવશો તો તમને તેનો ઉકેલ પ્રાપ્ત થશે. ભાગીદારીમાં વ્યાપાર કરતા હશો તો વ્યાપાર ક્ષ્રેત્ર માર્ગ મોકળો થશે. આવક વધશે. ચિંતાઓ દુર થશે. બીજાનો અભિપ્રાય-સલાહ અને જ્ઞાન તે તમને ખુબ જ લાભદાયી બનશે. સ્ત્રી વર્ગ માટે આજે સારું જોવાશે. પતિ-પત્ની વચ્ચે મનમેળ સારો રહેશે. મનની આશાઓ પૂર્ણ થાય. વિધાર્થી વર્ગને પણ સારું જોવાય.

મીન (દ-ચ-ઝ-થ) આજની રાશી આજનો દિવસ તમારા માટે મધ્યમ જોવાય છે. આજે તમે વિચારો શું અને થાય શું. આત્મા અને મન વચ્ચે સતત યુદ્ધ રહ્યા કરે. તમે કોઈપણ રીતે મનને શાંત કરવાનું અનુશરો ત્યારે હદય તમારું બોજ વધારે અને હૃદયને શાંત કરો ત્યારે મન બોજ વધારે. આ બંને સૂર્ય-ચંદ્રને આધારે છે. તમે જે નિર્ણયો તાકીર્ક લો છો તે યોગ્ય નથી હોતા. છેવટે તમને તે નુકશાન કરશે. બહારની વાતોથી દુર રહેવું જરૂરી છે. વ્યાપાર વિગેરેમાં સમ જોવાય છે. દિવસ આજનો શુભ નથી.