રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શુક્રવાર, 30 જૂન 2017 (18:09 IST)

July Monthly astrology 2017 - જાણો કેવો રહેશે જુલાઈ મહિનો તમારા માટે

જુલાઈ 2017ની કુંગળી લોકો માટે સકારાત્મક ઉર્જા લઈને આવશે. આ મહિનાના દિવસો સૌથી લાંબા હોય છે અને આપણે તેનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈને વધુ કામનો સમય સારો લાગે છે તો કોઈન લાંબી રોમાંટિક સાંજને પસંદ કરે છે. 
 
ભલે ગમે તે હોય નક્ષત્રોના હિસાબથી જુલાઈ મહિનામા લોકોને ગુસ્સો આવતો નથી. તમે ઉમ્દા સ્વાસ્થ્યનો આનંદ ઉઠાવી શકો છો. સામાન્ય રીતે આ મહિને તબિયત ચુસ્ત રહે છે. ખરેખર કોઈ પ્રેરણાની કમી નહી રહે આ 
 
મેષ રાશિફળ - તમને એકવાર ફરી તમારી અંદર શુ છે એ બતાવવાની તક મળી ગઈ છે. તમે લડશો અને જીદ્દી બનશો. જ્યારે કે આ સામાન્ય રીતે એક સારો ગુણ છે. તમારે વધુ તાકત વાપરવાની જરૂર નથી. તમે વિચારશીલ સહાયતા કે સલાહ માટે ના પાડશો નહી.  મેષ રાશિના લોકોને જુલાઈમાં પોતાના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ જોઈએ. તાજેતરમાં જ તમે જેમાંથી પસાર થયા છો એ બધા તનાવોમાંથી બ્રેક લો.  જો તમે કામ પુરુ નથી કરી શકતા તો દુખી કે ગુસ્સે થવાની જરૂર નથી.  તમે ઘણા દિવસોથી બહાર ગયા નથી.  તો બહાર નીકળો.. જેવુ કે તમે ફિલ્મ જોવા પણ જઈ શકો છો. 
 
 
વૃષ રાશિ જુલાઈ 
 
જુલાઈમાં વૃષભ મુખ્ય રૂપથી સંબંધોના ક્ષેત્રમાં શ્રેષ્ઠ રહેશે. અહી સુધી કે તે જે સંકોચશીલ છે એકલો છે તે પણ એક નિશ્ચિત પ્રકૃતિનુ આહ્વાન અનુભવશે. નવા લોકોને મલવા માંગશે અને પોતાના સામાજીક જીવનમાં સફળ થવા માંગશે.  અનેક ઉત્સાહી ક્ષણ તમારી રાહ જોઈ રહ્યા છે.  જેની સગાઈ થઈ ગઈ છે તેઓ પોતાના સંબંધોને મજબૂત કરવાની આશા કરી શકે છે.  આ જ પગલા લેવાનો  યોગ્ય સમય છે. 
 
તમારા બોસ સાથે વિવાદ ન કરો કારણ કે તેમને તાર્કિક તકો વિરુદ્ધ જીતવુ અશક્ય છે. આજનો દિવસ બસ તમારા પક્ષમાં નથી.  તમારા મનમાં રુચિકર વિચાર ભરેલા છે. તેમનો કોઈ સા રો ઉપયોગ કરવાથી ડરશો નહી. 
 
મિથુન રાશી - તમારી તાકતને ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.  તમે કામને કારણે બીમાર થવા માંગતા નથી ને ?  આ ઉપરાંત મિથુનને જુલાઈમાં પોતાના સાથી અને પ્રિયજનો પર વધુ ધ્યાન આપવુ જોઈએ. તેઓ હંમેશા  પોતાના સમર્થનમાં શબ્દો સાથે સાથે સારી સલાહ આપવા માટે હાજર હોય છે. તમારે આ ઉપકાર પરત કરવો જોઈએ. 
જો શક્ય છે તો ઓફિસમાંથી સમય પહેલા ચાલ્યા જાવ અને તમારા બાકી દિવસે તમારા જોડીદાર સાથે વિતાવો. તેઓ ચોક્ક્સ રૂપથી તેની પ્રશંસા કરશે. 
 
નિયમિત દિનચર્યા તમારુ ધ્યાન લાંબા સમય સુધી આકર્ષિત નહી કરે.  રચનાત્મક થવાનો પ્રયસ કરો અને થોડો દેખાવો કરો. બની શકે છેકે તમારા બોસનુ ધ્યાન તેના પર જશે અને તેઓ તમારી પ્રશંસા કરશે. તમને સુખદ આશ્ચર્ય થશે કે તમારા થાક છતા તમે રમતમાં સારા છો. 

કર્ક રાશિ જુલાઈ રાશિફળ 
 
તમારી આસપાસના બધા લોકોને ગરમીની રજાઓ માટે ઉત્સુક દેખાય રહ્યા છે પણ આ નક્કી નથી કે તમારા કામની ગતિને ન છોડો.  જુલાઈમાં કેંસર માટે તેમના કેરિયરમાં મહત્વપૂર્ણ પ્રગતિ માટે સૌથી મોટી તક છે. તમારે બસ એટલુ કરવાનુ છે કે તમે લગનથી મહેનત કરો. માલિક ચોક્કસ આ પ્રકારના પ્રયાસ પર ધ્યાન આપશે. તમારુ ઈનામ લગભગ નક્કી જ છે.  પારિવારિક રજાઓ એ સાચી વાત છે જેની તમને હાલ જરૂર છે. ખુદની ચારેય બાજુ એવા લોકોને મુકો જેને તમે પ્રેમ કરો છો અને તમારા રજાનો આનંદ ઉઠાવો. 
 
જો તમે કોઈની સાથે સહમત નથી તો તેની જાણ તેમને ન થવા દેશો પણ સારો વ્યવ્હાર સદાય બનાવી રાખો.  મોટી વયે તમારી ત્વચા તમારો આભાર માનશે કે તમે તેનુ આ વયે ધ્યાન રાખ્યુ હતુ. 
 
 
સિંહ રાશિ - મોટા કાર્યભાર જેને કારણે તમારા કામ પર અનેક વધારાના કલાક વિતાવવા પડે તે તમને ખૂબ વધુ મજબૂત બનાવશે.  તમારે કામ પર તનાવપૂર્ણ સ્થિતિયોને સાચવવા આરામ કરવા અને વ્યસ્ત સપ્તાહ દરમિયાન તમારા સાથી સાથે રહેવા માટે સમયને શોધવાની કલા શીખવી પડશે.  તમારા પ્રિયજનોની ઉપેક્ષા ન કરો અને રોમાંસ માટે સમય કાઢો.  લિયો રાશિના લોકો આ સમય દ્દરમિયાન વધુ પરિપક્વ થઈ જશે. 
 
તમારા પરિવાર સાથે ઘર બહાર ફરવા જાવ. તમે તેની ભરપાઈ કરશો જે તમારાથી છૂટી ગયુ હતુ. તમારા સમીપના લોકો સાથે વાત કરો અને એક સારા દિવસને તેમના સાનિધ્યમાં વિતાવો. 
 
તમે લગભગ ખૂબ નીચે સુધી નજરમાંથી ઉતરી જશો પણ બીજી બાજુ તમને જાણ થશે કે તમે તેની તુલનામાં વધુ મજબૂત છો જેટલુ તમે વિચાર્યુ હતુ.  મોડા સૂવા માટે સ્વતંત્ર અનુભવ કરો. તમારી પાસે દિવસ માટે વધુ ઉર્જા રહેશે. 
 
કન્યા રાશિ - જુલાઈમાં કન્યા રાશિમા6થી કેટલાક પોતાના સંભવિત સાથીની પસંદના સંબંધમાં દુવિદ્યામાંથી બહાર આવી શકે છે. અહી સુધી કે તેમના એક જ સમયમાં અનેક સાથી હોઈ શકે છે.  સાવધાનીથી પસંદ કરો. જે વ્યક્તિને પ્રથમ નજરમાં આદર્શ લાગી શકે છે તેનુ સાચુ સ્વરૂપ પ્રકટ થઈ શકે છે અને સાથે જ સામે પણ આવી શકે છે. કુંડળી મુજબ સૌથી સારો વિકલ્પ છે કે તમે તમારા દિલની વાત સાંભળો 
 
બની શકે છે કે તમારા પરિવારના સભ્ય તમારી જીવનશૈલી સમજતા ન હોય અને તેઓ તમને આમાથી બહાર લાવવાનો પ્રયાસ કરશે. પરેશાન ન થશો. તમે જાણો છો કે તેમની ઈચ્છા સારી છે. 
 
બસ ઈંટરનેટ બ્રાઉઝ કરો. તમને ક્યારેય ખબર નહી પડે કે તમે કંઈ રુચિકર વસ્તુ સાથે ટકરાશો. 
 
કોઈ ખરાબ મનોદશાનું કોઈ સંકટ હોય છે. તમને એવુ લાગશે કે બધા જ તમારા વિરોધી છે પણ તમે હતાશ થશો નહી... એકવાર ફરી બધુ ઠીક ઠાક થઈ જશે... 

તુલા - જુલાઈમાં તુલાના લોકોને જાણ થઈ જશે કે તેમને થોડા સમય માટે તમારી રજાઓ સ્થગિત કરવી પડશે. અન્ય વિચાર પર આવવા માટે ઓછામાં ઓછા એક દિવસ પ્રકૃતિની મુલાકાત લો. એક દિવસ ફર્યા પછી તમે સહેલાઈથી સૂઈ શકશો. તમારી અંદર વધુ વિચારવાની તાકત નહી રહે. આરામ કરો અને કામ વિશે વિચારશો નહી.. 
 
સકારાત્મક થવાનો પ્રયાસ કરો અને તમારા મિત્રની મનોદશાને ઉપર ઉઠાવો જ્યારે તે ખુદને નજરમાંથી ઉતરી ગયેલો અનુભવતો હોય્ તેને વાસ્તવમાં ખૂબ પ્રસન્નતા થશે. 
 
શંકાઓ છતા તમારા વિચારના પક્ષમાં આટલી દ્રઢતાથી ઉભા ન રહો. લોકો  તમારી મજાક ઉડાવશે. 
 
એવી ગતિવિધિઓ સાથે ન જોડાશો જે તમને નુકશાન પહોંચાડે.  જોખમ મોટુ છે. 
 
વૃશ્ચિક - જુલાઈમાં તમે થાકેલા રહેશો.  તમારે એ સ્વીકારવુ પડશે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તમરા જીવનની ગતિ ખરેખર ખૂબ વધુ છે. તમારે થોડો આરામ કરવો જોઈએ.  તમારી કુંડળી વૃશ્ચિકને ભલામણ કરે છે કે તમે માલિશ કરાવડાવો અને સપ્તાહના અંતમાં પ્રકૃતિ સાથે સમય વીતાવો. તમે ગુમાવેલ ઉર્જા પરત મેળવશો. 
 
તમારી ઉર્જા એવા લોકો પર બર્બાદ કરવાનો પ્રયાસ ન કરો જે તેના યોગ્ય નથી. તેને બદલે ચારેય બાજુ જુઓ અને તમે જોશો કે કો તમારો સાચો મિત્ર છે અને કોણ નથી. તમે તમારુ કામ પૂરી રીતે સ્વચાલિત રૂપે કરી રહ્યા છો અને તમારી આત્મા ક્યાક બીજે છે. નાની ભૂલોથી સાવધ રહો. 
 
ધનુ - જુલાઈમાં તમારી કોઈ પ્રિય વ્યક્તિ જીવનની કઠિન સ્થિતિમાંથી પસાર થશે. ફક્ત તમારા વિશે જ અને તમારી પાસે કેટલુ કામ છે તેના વિશે વિચારશો નહી.  પણ જરૂર મુજબ તમારા મિત્રને મદદ પ્રદાન કરો. ધનુ રાશિના લોકો કૃતજ્ઞતાની ઉપેક્ષા કરી શકે છે અને એકવાર જ્યારે તમને મદદની જરૂર પડશે ત્યારે તમારી સાથે પણ સામેવાળી વ્યક્તિ આવુ જ કરશે. 
 
 
તમે યથા અર્થમાં ચમકી રહ્યા છો અને આ કોઈ સારો વિચાર નથી કે તમારી સાથે વિવાદ કરવામાં આવે. બસ તેનો ઉપયોગ તમારા પરિવારના સભ્યોને આસપાસ ભગાડવા માટે ન કરો. 
 
મીટિંગમાં તમારા બોસ કોઈ અપ્રિય સમાચારથી તમને આશ્ચર્યમા નાખી શકે છે. તમારે જલ્દી ખુદને સાચવવાની જરૂર છે જેથી તમારાથી કશુ છૂટી ન જાય. જો તમે મૉલમાં જવા નથી માંગતા તો ઓનલાઈન ખરીદી કરો.  તમારે કોઈ પણ વાતથી ગભરાવવાની જરૂર નથી. 
 

મકર રાશિ - જુલાઈ મકર માટે અનેક ફેરફર લાવશે. વિશેષ રૂપે તમારા કેરિયરના ક્ષેત્રમાં એક મોડ આવશે. જ્યા તમે વિશ્રામ ન કરનારાઓના સ્વભાવને કારણે પહેલાની મુશ્કેલીઓ પર કાબૂ મેળવ્યા પછી પણ તમે તમારા સહકર્મચારીથી સારા સાબિત થશો.  આ તમને તમારા બોસનુ ધ્યાન, પ્રશંસા અને શક્યત કેરિયરમાં પણ પદોન્નતિ આપશે જેને માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 
 
જો આ શક્ય છે તો ઓફિસમાંથી સમય પહેલા નીકળી જાવ અને તમારો બાકીનો દિવસ તમાર જોડીદાર સાથે વિતાવો. તેઓ ચોક્ક્સ રૂપે તેની પ્રશંસા કરશે. 
 
તમે તમારા સહકર્મચારીની સાથે સમાન મનોદશા પર સમાયોજિત છો અને એ જ કારણ છેકે તમારુ કામ ખૂબ ક્વોલિટીવાળુ રહેશે. 
 
તમારા મિત્રોને ભૂલશો નહી. તેમના પર ધ્યાન આપો.  મિત્રોને બહાર ચા કોફીને બહાને મળતા રહો. 
 
 
કુંભ - જુલાઈ સ્સાથે તમે તમારા કેરિયરના ક્ષેત્રમા નવા મરોડની ઉપેક્ષા કરી શકો છો. તમારી પાછલી સફળતાને કારણે તમારી આસપાસ ઈર્ષાળુ વ્યક્તિ જોવા મળશે.  જે તમારી ઉપલબ્ધિયોથી કશુ નહી તો ઓછામાં ઓછા એક નાનકડો ટુકડો તો ચોરવા માંગશે જ્  તેથી તેમનાથી સાવધ રહો.  રમતમાં ભાગ લઈને તમે સહેલાઈથી તનાવ દૂર કરી શકો છો. પણ કુંભ રાશિને સંધર્ષ કરવો છોડવો જોઈએ નહી. 
 
પારિવારિક રજાઓ એ સારી વાત છે. જેની તમને જરૂર છે. ખુદને ચારે બાજુ એવા લોકો વચ્ચે મુકો જે તમને પ્રેમ કરે છે અને તમે તમારી રજાનો આનંદ લો.   જો તમારા બોસ દ્વારા કરવામાં આવેલ ભૂલ તમને યાદ આવે છે તો તેને બધાની વચ્ચે ન કહેશો. તેમને એકલા હોય ત્યારે કહો.  ટીવી જોવા કે કોમ્પ્યુટર જોવાને બદલે ઘરની બહાર પ્રકૃતિમાં વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરો. 
 
 
મીન રાશિ - જુલાઈમાં વિશેષ રૂપે કેરિયર વિશે નવા રસપ્રદ અનુભવ મીન લોકોની રાહ જોઈ રહ્યા છે. તમારી અગાઉની સફળતાને કારણે કામ પર તમને કે મહત્વપૂર્ણ અને જટિલ પ્રોજેક્ટનો ભાગ બનવાનો મોકો મળશે. બની શકે છેકે આ મોકો તમને શરૂઆતમાં ડરાવે પણ તમે લડશો અને બધાને બતાવશો કે તમે તે કરવામાં સક્ષમ છો. 
 
તમારા પરિવારમાં સમસ્યાઓ ઉઠી શકે છે. ઉદાસીન ન રહેશોઅને એ લોકોની સહાયતા કરો જેને તમારી જરૂર છે. જ્યારે તમે હતાશ થસો ત્યારે તેઓ ચોક્કસ રૂપે તમારી ભરપાઈ કરશે. 
 
જ્યારે તમને જાણ થશે કે પરિયોજનાનુ સમાધાન કેવી રીતે કરવાનુ છે ત્યા સુધી ખૂબ મોડુ થઈ ચુક્યુ હશે. પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. ઓછામાં ઓછા તમે ભવિષ્ય માટે કંઈક શીખ્યુ છે.