બુધવાર, 27 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : રવિવાર, 24 સપ્ટેમ્બર 2017 (16:53 IST)

સાપ્તાહિક રાશિફળ- 25 સેપ્ટેમબર થી 1 ઓક્ટોબર 2017

મેષઃ આ અઠવાડિયુ  મધ્ય અને ઉતરાર્ધના સમય માટે વધારે શુભ અને કાર્યમાં સફળતા આપતું બન્યું રહેશે. અઠવાડિયાના પૂર્વાર્ધમાં થોડી ચિંતા રહેશે. પ્રગતિમાં અવરોધ અને વિલંબ થઈ શકે છે. કોઈ કામમાં દિશાહીન થઈ ગયા છો એવો  અનુભવ થશે. પ્રિય માણસ સાથે પણ નિકટતા સંબંધી ગેરસમજ થવાની શકયતા રહેશે.
વૃષભઃ આ અઠવાડિયુ  તમારી રાશિ માટે સામાન્ય રહેશે . અઠવાડિયાની શરૂઆતમાં તમે  બાધા અને મુશ્કેલીઓનો  અનુભવ કરશો. પણ ત પ્રબળ ઈચ્છાશક્તિના કારણે સખત  મેહનત પછી ફળ તો જરૂર મળશે. મકાન અને વાહનની ચિંતા થઈ શકે છે. અચાનક કોઈ લાભ થશે કે શેયર સટ્ટેબાજીમાં સમજી-વિચારીને કરેલ સાહસ ફાયદો  કરાવી શકે છે. વારસા સાથે સંકળાયેલ  કામનું સમાધાન થઈ શકે છે અને  જો આ સંબંધે કોર્ટમાં કેસ ચાલી રહ્યો  હોય તો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે.
 
મિથુનઃ આ અઠવાડિયુ  તમારી રાશિ માટે સામાન્ય રહેશે . અઠવાડિયાની શરૂઆતમાં તમે  બાધા અને મુશ્કેલીઓનો  અનુભવ કરશો. પણ ત પ્રબળ ઈચ્છાશક્તિના કારણે સખત  મેહનત પછી ફળ તો જરૂર મળશે. મકાન અને વાહનની ચિંતા થઈ શકે છે. અચાનક કોઈ લાભ થશે કે શેયર સટ્ટેબાજીમાં સમજી-વિચારીને કરેલ સાહસ ફાયદો  કરાવી શકે છે. વારસા સાથે સંકળાયેલ  કામનું સમાધાન થઈ શકે છે અને  જો આ સંબંધે કોર્ટમાં કેસ ચાલી રહ્યો  હોય તો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. સાસરિયા પક્ષ કે પત્નીની ચિંતા રહેશે. અઠવાડિયાના મધ્યભાગમાં આનંદ ઉત્સાહથી કોઈ કામ થઈ શકે છે. પત્નીથી લાભ થશે કે એની મદદથી તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો
 
કર્કઃ તમે પાછલા કેટલાક અઠવાડિયામાં જે મહેનત કરી છે અને તેના મીઠાં ફળ મેળવવાને લાયક હોવા છતાં અત્યાર સુધી તે ફળથી વંચિત રહ્યા છો તે હવે મેળવશો. આ સફળતા તમને ભાવનાત્મક અને વ્યાપારિક પ્રયત્નોમાં નવુ બળ પ્રદાન કરે. ચન્દ્ર તમને ઉપલબ્ધિઓ અને વિકાસ અને બીજું ઘણું બધું અપાવે. જો કે બધું જ સાવ સરળતાથી મળી જાય એવું નહીં બને. તમારે ઘણી મહેનતની જરૂર પડશે.
 
સિંહઃ વિકાસ અને સફળતાને વરવા માટે તમે તમારી જાતને વધુ આકરો સંઘર્ષ કરવા ઝુકાવશો. તમારી માથેથી જવાબદારીઓ ઓછી થતાં માનસિક દબાણમાં રાહત અનુભવશો અને તમારી જાતને વધુ મહેનત માટે તૈયાર કરશો. ઊર્જા અને સહનશક્તિ પાછી મેળવશો. નિરાંત મળતાં તમે આનંદની લાગણી અનુભવશો અને થોડો સમય ઉજાણી અને ખાણીપીણીમાં વિતાવશો. મોજમજામાં સમય તણાવરહિત પસાર થશે.
 
કન્યાઃ તમારી પોતાની અંગત છબી અને જાહેર છબી ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. તમે તમારું બધું જ, તમારું ઘર, તમારાં કપડાં, તમારું શરીર, તમારું સ્વાસ્થ્ય બધું જ વ્યવસ્થિત કરવાનું આયોજન હાથ ધરશો. ઉત્તમ અને સ્વાસ્થ્યપ્રદ ખાણીપીણી, કસરત વગેરેને તમે ઇચ્છિત પરિણામો હાંસલ ન થાય ત્યાં સુધી ગંભીરતા અને નિષ્ઠાપૂર્વક વળગી રહેશો. તમે તમારા કામની પદ્ધતિને પણ આમાં આવરી લઈને નવેસરથી અમલમાં મૂકશો.
 
તુલાઃ તમને ઇચ્છિત ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય અને તે મેળવ્યાની આનંદની લાગણી અનુભવશો. ઘણી તકો તમારા માર્ગમાં આવી મળે અને તકોને પારખીને તમે તેને તમારી સફળતામાં પરિવર્તિત કરી શકશો. લોકો તમારી સફળતાને બિરદાવશે. દરેક બાબતે તમારી પ્રભાવી કામગીરીની પણ પ્રશંસા થાય. મોટાપાયે ઉજાણી અને આનંદપ્રમોદ થાય. પરિવાર સાથેના તમારા સંબંધો પણ વધુ મજબૂત થાય.
 
વૃશ્ચિકઃ ઘરે અને કાર્યસ્થળે તમારા સંબંધો આનંદદાયક, લાભદાયક અને ઉત્તમ રહેશે. અટકેલા કે વિલંબમાં પડેલા કાર્યો ફરીથી આગળ વધે.તમે સાચી વિચારસરણીનું અનુસરણ કરી રહ્યા છો એનો ફાયદો મળે. શિસ્ત, સ્વિકારભાવ અને સાથીદારોને આગળ નિકળવાની તક આપવાની વૃત્તિને લઇને તમે લોકોના હદયમાં સ્થાન મેળવી શકશો. નાણાકીય ક્ષેત્રે પણ તમને ઘણો ફાયદો થશે.
 
ઘનઃ તમે તમારા વ્યક્તિગત, વ્યવસાયિક અને સ્થાનિક બાબતોને લઈને સબ-સલામત સ્થિતિનો અનુભવ કરી રહ્યા છો. તમે તમારી જાતને આત્મવિશ્વાસથી ભરપુર જોઈ રહ્યા છો અને આ સમયગાળો મનમાં આકારિત નવાં સાહસો અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ હોવાની અનુભૂતિ થાય. આ બધાનો સરવાળો કરતા જીવનના આનંદપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો. પ્રેમીજન સાથેના સંબંધો વધુ ઉષ્માપૂર્ણ અને આત્મિય બને.
 
મકરઃ આ અઠવાડિયે તમે જીવન સફરને વધુ ગતિ સાથે આગળ ધપાવવા પ્રયત્નશીલ રહેશો. પારિવારિક બાબતો અગ્રતાક્રમે રહેશે પણ રોકાણો, ભંડોળ મેળવવું અને અન્ય નાણાકીય આયોજનો પાછળ પણ ઘણા સક્રિય રહેશો. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત થાય. એટલે તમને રાહતનો શ્વાસ લેવાનો અવસર મળે. આપને મળતી સફળતા પાછળ આપનો પરિવાર અને મિત્રવર્તુળનો પણ મહત્વનો ફાળો રહેશે.
 
કુંભઃ આ તબક્કે તમે શૂન્ય વિકાસની લાગણી અનુભવશો. પાછલા સમયગાળાની સખત પ્રવૃત્તિઓની સરખામણીએ આ સમયગાળો સાવ મંદગતિનો રહેશે. તેમજ પાછલા પ્રગતિના સમયગાળાની સરખામણીએ આ તબક્કે અગત્યના પ્રોજેક્ટોને પાછળ ઠેલવા પડે અને એથી તમને નિરાશા ઘેરી વળે.તમારે એકસાથે ઘણી માગને પહોંચી વળવા માટે રીતસર ઝઝૂમવું પડે. ભૂખ ન લાગવી, અપચો રહેવો વગેરે જેવી ફરિયાદો રહે.
 
 
મીન- આ અઠવાડિયા તમારા માટે ધૈર્ય અને શાંતિથી તમારા ભાગના કાર્ય કરવાના છે. આ અઠવાડિયા તમને બધા પ્રકારના આવક રોકાઈ શકે છે. પણ સપ્તાહના અંત થોડું લાભકારી છે. જો તમારું ધન ઉધારમાં ફંસાયેલો છે તો આ સમયે પરત મેળવાના પ્રાયસ ન કરવું. આ અઠવાડિયા પારિવારિક ને ધંધાકીય બાબતોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચવું. ધન સંબંધી લેન-દેન સમય પર કરી લો સંતાન સંબંધી ચિંતાથી આપસમાં તનાવ થઈ શકે છે. તમારા મન ધાર્મિક, આધ્યાત્મિક બાબતો સાથે સમાજ સેવામાં વધારે વ્યસ્ત રહેશે.