બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified મંગળવાર, 24 જુલાઈ 2018 (15:33 IST)

આ 1 રાશિ માટે સૌથી વધુ ભારે રહેશે ચંદ્ર ગ્રહણ, જાણો બાકી રાશિ પર શુ થશે અસર ?

થોડા જ દિવસ પછી સદીનુ સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવા મળશે. જે સંપૂર્ણ ભારતમાં દેખાશે. આ વર્ષ 2018 નુ બીજુ ચંદ્રગ્રહણ હશે. 27 જુલાઈ 2018ના રોજ ગુરૂ પુર્ણિમા પણ છે. જ્યોતિષ મુજબ વર્ષનુ આ બીજુ ચંદ્ર ગ્રહણ મકર રાશિ પર લાગી રહ્યુ છે અને મકર રાશિનો સ્વામી શનિ છે. 
 
જેને કારણે આ રાશિ પર શનિ અને ચંદ્રમાં બંનેનો પ્રભાવ રહેશે.  આ સમય શનિ ધનુમાં ગોચર છે.  બીજી બાજુ ધનુ, મકર અને વૃશ્ચિક રાશિયો પર શનિની સાઢે સાતી ચાલી રહી છે. આ ચંદ્ર ગ્રહણની બધી 12 રાશિયો પર શુ અસર પડશે આવો જાણીએ. 
 
મેષ રાશિ - આ રાશિ માટે સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ શુભ રહેશે. અનેક નવી તક મળશે. ધન લાભના સ્વચ્છ સંકેત છે. 
 
વૃષભ રાશિ - આ રાશિ માટે ગ્રહણ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવો ફળદાયી રહેશે. નોકરીના ક્ષેત્રમાં અનેક નવી તક મળી શકે છે. 
 
મિથુન રાશિ - ક્યાકથી એક્સટ્રા કમાણી થઈ શકે છે. મિથુન રાશિ માટે ચંદ્ર ગ્રહણ થોડુ આરોગ્યની દ્રષ્ટિથી સારુ રહેવાનુ નથી. 
 
કર્ક રાશિ - આ રાશિ માટે ચંદ્ર ગ્રહણ દુખના સમાચાર આપી શકે છે. કારણ કે કર્ક રાશિનો સ્વામી ચંદ્રમાં છે અને ચંદ્રમાંને ગ્રહણ લાગશે. જેને કારણે ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ૝
 
સિંહ રાશિ - સિંહ રાશિ માટે ચંદ્ર ગ્રહણ મિશ્રિત રહેવાનો છે. સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પણ પરિવારમાં તનાવ વધી શકે છે. 
 
કન્યા રાશિ - સિંહ રાશિવાળાની જેમ કન્યા રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ કોઈ વિશેષ લાભ નહી આપે.  શિવની ઉપસના કરવી શુભ રહેશે. 
 
તુલા રાશિ - તુલા રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ વેપારમાં લાભદાયક રહેશે. પ્રોપર્ટીના બિઝનેસમાં તમને આવનારા સમયમાં લાભ થઈ શકે છે. 
 
વૃશ્ચિક રાશિ - આ રાશિનો સ્વામી મંગળ છે. ગ્રહણની અસર મિશ્રિત રહેવાની છે. આગળ આવનારા સમયમાં તમને પ્રોગ્રેસની તક મળશે. 
 
ધનુ રાશિ - પૈસા સાથે જોડાયેલ તમામ પ્રકારની પરેશાનીઓ તમને ઘેરી શકે છે.  પરિવારમાં ઘરના સભ્યો વચ્ચે વિવાદ થઈ શકે છે. 
 
મકર રાશિ - આ રાશિ પર ચંદ્ર ગ્રહણની સૌથી ખરાબ અસર જોવા મળશે. કારણ કે ચંદ્ર ગ્રહણ મકર રાશિમાં થઈ રહ્યુ છે.  પૈસાનુ નુકશાન અને માનસિક તનાવ પેદા થઈ શકે છે. 
 
કુંભ રાશિ - આ રાશિના જાતકો પર ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસર જોવા મળી શકે છે.  માનસિક અને શારીરિક સમસ્યા સાથે સામનો થઈ શકે  છે. 
 
મીન રાશિ - આ રાશિના જાતકો પર ચંદ્ર ગ્રહણની કોઈ વિશેષ અસર રહેવાની નથી. જો કે આરોગ્યના મામલે આ રાશિના જાતકોને થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.