રવિવાર, 24 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : શુક્રવાર, 13 જુલાઈ 2018 (11:47 IST)

સૂર્યગ્રહણ થયુ પુરૂ, જાણો કેવો રહેશે ભારતમાં તેનો પ્રભાવ

આજે શુક્રવાર, 13 જુલાઈના રોજ લગભગ સવારે 7.18 વાગ્યે ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ લાગ્યુ પણ આ ગ્રહણ ભારતમાં કોઈ પણ સ્થાન પર દેખાશે નહી. ગ્રહણ સવારે 9.43 વાગ્યે સમાપ્ત થઈ ગયુ. ગ્રહણ દેશમાં દેખાયુ નહી તેથી સૂતક લાગે નહી. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયાના દક્ષિણી ભાગ વિક્ટોરિયા, તસ્માનિયા વગેરે ઉપરાંત પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં જોવા મળ્યુ. 11 ઓગસ્ટના રોજ 2018નુ ત્રીજુ સૂર્ય ગ્રહણ લાગશે. જે પૂર્વી યૂરોપ, એશિયા, નોર્થ અમેરિકા અને આર્કટિકમાં જોઈ શકાશે.  ત્યારબાદ આવતા વર્ષે મતલબ 2019માં 6 જાન્યુઆરીના રોજ સૂર્ય ગ્રહણ લાગશે.  જેનો પ્રભવ એશિયામાં જોવા મળશે.  જ્યોતિષ વિદ્વાનોનુ માનીએ તો આ સૂર્યગ્રહણની અશુભતાની અસર કર્ક, મિથુન અને સિંહ રાશિ પર પડશે.  મેષ, મકર, તુલા અને કુંભ રાશિ પર શુભતાનો સંચાર કરશે. 
 
સૂર્ય ગ્રહણના પ્રભાવથી કેટલાક પ્રદેશોમાં ભારે વર્ષા થવાના આસાર છે. જમીન ઢસડવી, પૂર ભૂકંપ અને સમુદ્રમાં તોફાન આંધી જેવી વિપદાઓ પણ થઈ શકે છે.  ઈંટરનેશનલ પોલિટિક્સમાં કેટલાક મોટા ફેરબદલ થઈ શકે છે.  તેઓ હવે સાર્વજનિક વિરોધમાં આવશે. ભારત પર આ ગ્રહણના ખરાબ પ્રભાવની વાત કરીએ તો કોઈ મોટી દુર્ઘટના થવાના આસાર છે. કોઈ મોટા પોલિટિશિયનનો ભાંડો ફુટી શકે છે.  ગ્રહણમાં સૂર્ય અને ચંદ્ર એક સાથે રહેશે. જે કારણે સામાન્ય લોકોની સમજવા વિચારવાની શક્તિ પર તેનો પ્રભાવ પડશે.  ભાઈચારાની ભાવના ખતમ રહેશે. વિરોધભાવ વધશે. હિંસક ઘટનાઓ અને તનાવની સ્થિતિ વધશે. 
 
આજે અષાઢ અમાવસ્યા છે. ગ્રહણ દરમિયાન કે ત્યારબાદ દાન કરવુ પુણ્ય ફળ આપે છે. જીવનમાં ચાલી રહેલ બધી પરેશાનીઓ ખતમ કરે છે.   પિતરોની તૃપ્તિ માટે દાન કરો. બ્રાહ્મણ ભોજનથી પિતૃને સંતુષ્ટી મળે છે. ભોજન ઉપરાંત બ્રાહ્મણને સામર્થ્યાનુસાર દક્ષિણા આપીને આશીર્વાદ લો. ત્યારબાદ ગાય, કૂતરા, કાગડા અને કીડીઓ માટે ભોજન કાઢો અને ગાયને 5 ફળ પણ જરૂર ખવડાવો.