ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2019 (13:51 IST)

જાણો ચંદ્રગ્રહણમાં શુ કરવુ શુ નહી ?

16 જુલાઈ 2019ના રોજ ચંદ્રગ્રહણ લાગી રહ્યુ છે અને આ જ દિવસે ગુરૂ પૂર્ણિમાનો પાવન તહેવાર પણ છે.   જ્યોતિષ મુજબ આકાશ્મંડળમાં ઘટનારી દરેક નાની મોટી ઘટનાનો પ્રભાવ કોઈને કોઈ રૂપમાં પ્રાણીઓ પર પડે છે. જો ગ્રહણ કાળમાં કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો બંધ નસીબ પણ ખુલી જાય છે. પણ હા આ દરમિયાન નિયમોનુ પાલન પણ કરવુ જોઈએ.  આવો જાણીએ ચંદ્રગ્રહણ કાળમાં શુ કરવુ શુ નહી. 
 
ગ્રહણ દરમિયાન શુ કરવુ .. 
 
1. ચંદ્ર ગ્રહણા સમયે સંયમ રાખીને જાપ ધ્યાન કરવાથી અનેક ગણુ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. 
2. સાધકે ગ્રહણ સમયે ઉપવાસ રાખીને બ્રાહ્મી ગૃતનો સ્પર્શ કરીને ગાયત્રી મંત્રનો આઠ હજાર જાપ કર્યા પછી ગ્રહણશુદ્ધિ થતા એ બ્રાહ્મી ધૃતને પીવાથી વાક સિદ્દિ પ્રાપ્ત થાય છે. 
3. ગ્રહણના સ્પર્શ સમયે સ્નાન , મઘ્ય સમયે હોમ દેવ પૂજન અને શ્રાદ્ધ અને અંતમાં વસ્ત્રસહિત સ્ન્ના કરવુ જોઈએ. સ્ત્રીઓ વાળ ધોયા વગર પણ સ્નન કરી શકે છે. 
4. ગ્રહણ પુર્ણ થયા પછી ચંદ્રનુ શુદ્ધ પ્રતિબિંબ જોઈને ભોજન કરવુ જોઈએ. 
 
5. ગ્રહણ સમયે ગાયને ઘાસ પક્ષીઓને અન્ન ગરીબોને વસ્ત્રદાન કરવાથી અનેક ગણુ ફળ પ્રાપ્ત થાય છે. 
 
6. સામાન્ય સમય કરતા ચંદ્ર ગ્રહણ સમયે કરવામાં આવતુ પુણ્ય કર્મ જેવુ કે મંત્ર જાપ ધ્યાન દાન વગેરેનુ એક લાખ ગણુ ફળ પ્રાપ્ત થાય છે. 
 
7. ગ્રહન સમયે જો તમારી પાસે ગંગાજળ હોય તો તમને અનેકગણુ ફળ મળે છે. 
 
8. ગ્રહણ સમયે ગુરૂમંત્ર ઈષ્ટમંત્ર અથવા ભગવાન નામ જ આપ વિશેષ રૂપે કરવો જોઈએ. 
 
ગ્રહણ દરમિયાન શુ ન કરવુ 
 
 
1. ગ્રહણ સમયે ભોજન કરનાર વ્યક્તિ જેટલા અન્નના દાણા ખાય છે એટલા વર્ષ સુધી અરુન્તુદ નરકમાં વાસ કરે છે 
 
2. ચંદ્ર ગ્રહણના 9 કલાક પહેલા ભોજન ન કરવુ જોઈએ. વડીલો બાળકો અને બીમાર વ્યક્તિ ભોજન કરી શકે છે 
 
3. ગ્રહણના સમય દરમિયાનનુ ભોજન ન ખાવુ જોઈએ. કારણ કે તે અશુદ્ધ થઈ જાય છે પણ જો તુલસીના પાન ગ્રહણ પહેલા તેમા નાખી દેવામાં આવે તો ભોજન અશુદ્ધ થતુ નથી 
 
4. ગ્રહણ દરમિયાન પાણી ન પીવુ જોઈએ. પાણી પીવુ હોય તો તેમા કુશ કે તલ મિશ્રિત જળનો જ ઉપયોગ કરવો 
 
5. ગ્રહણના દિવસે ફુલ પાન લાકડી વગેરે ન તોડવા જોઈએ. કે જમીન ખોદવી ન જોઈએ 
6. ગ્રહન સમયે કોઈપણ શુભ કાર્ય  કે નવુ કાર્ય ન કરવુ જોઈએ 
 
7. ગર્ભવતી મહિલાએ ગ્રહણ દરમિયાન વિશેષ ધ્યન રાખવુ જોઈએ.  
 
8. ગ્રહણના દિવસે બીજાનુ ભોજન કરવાથી બાર વર્ષ સુધી એકત્ર કરેલુ બધુ પુણ્ય નષ્ટ થાય છે