બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2024
Written By
Last Updated : ગુરુવાર, 7 નવેમ્બર 2024 (11:10 IST)

Rahu Gochar 2024: 10 નવેમ્બરથી બદલાશે છાયા ગ્રહની ચાલ, 5 રાશિઓ થઈ જશે માલામાલ

shani guru rahu
Rahu Gochar 2024: વૈદિક જ્યોતિષના 9 ગ્રહોમાં શનિ ઉપરાંત રાહુ અનેન કેતુ બે એવા ગ્રહ છે જે ખૂબ જ ધીમી ચાલ ચાલે છે. સામાન્ય રીતે એ જોવામાં આવ્યુ છે કે જે ગ્રહ જેટલી ધીમી ચાલ ચાલે છે તેની અસર એટલી જ સ્થાયી હોય છે.  રાહુ લગભગ 18 મહિના સુધી એક રાશિમાં લગભગ 6 મહિનાના એક નક્ષત્રમાં ગોચર કરે છે. શનિની જેમ રાહુ ગ્રહની અસર પણ ખૂબ લાંબા સમય સુધી કાયમ રહે છે. એ જોવા મળ્યુ છે કે જે વ્યક્તિઓની કુંડળીમાં રાહુ મજબૂત અને અનુકૂળ સ્થિતિમાં હોય છે તે જાતકને પ્રસિદ્ધિ, ધન અને સામાજીક પ્રતિષ્ઠા અપાવે છે.  તેની અસરથી જાતક વૈજ્ઞનિક, કલાકાર કે રાજનીતિજ્ઞ બને છે.  
 
બીજી બાજુ રાહુ કમજોર અને અશુભ હોવાથી વ્યક્તિને જીવન અશાંતિ, માનસિક તનાવ અને બીમારીઓ આપી શકે છે.  આ વ્યક્તિને નશો, દારૂ અને અન્ય ખરાબ આદતો તરફ લઈ જાય છે. જેનાથી જીવન બદબાદ થઈ શકે છે.  રાહુની ચાલમાં ફેરફારથી જીવનના એ બધા પહેલુઓ પર અસર પડે છે. 
  
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગાણિતિક ગણતરી મુજબ, રવિવાર, 10 નવેમ્બર, 2024 ના રોજ, રાત્રે 11:31 વાગ્યે, રાહુ ઉત્તરાભાદ્રપદ ભાદ્રપદના ત્રીજા સ્થાનેથી આગળ વધીને બીજા સ્થાનમાં પ્રવેશ કરશે. તેઓ 12 જાન્યુઆરી, 2025 સુધી અહીં બેઠા રહેશે. છે?રાહુની ચાલમાં આ પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે, જે સારા અને ખરાબ બંને હોઈ શકે છે. પરંતુ 5 રાશિના લોકો ધનવાન બની શકે છે અને તેમની તિજોરી પૈસાથી ભરાઈ શકે છે. ચાલો જાણીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે?
 
વૃષભ રાશિ - વૃષભ રાશિના જાતકોને તનાવ અને ચિંતા ઓછી થશે અને મન પ્રસન્ન રહેશે. આવકના નવા સ્ત્રોત વિકસિત થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જીવનના રહન સહનમાં પોઝીટિવ ફેરફાર આવશે. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. સાથીઓ અને અધિકારીઓનો સહયોગ મળશે. વેપારમાં વૃદ્ધિ થશે. યાત્રાઓ લાભદાયી રહેશે. રાજનીતિ સાથે જોડાયેલ જાતકોને કોઈ મોટુ રાજકીય પદ મળી શકે છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે અને સારા પરિણામ પ્રાપ્ત કરશે. પારિવારિક અને વિવાહિત જીવન સુખી રહેશે. તમને સંબંધીઓનો પણ સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
 
કન્યા રાશિ - રાહુની ચાલમાં પરિવર્તન કન્યા રાશિના લોકોના જીવનમાં સ્થિરતા લાવશે. સ્વભાવ અને માનસિક સ્થિતિ પર સકારાત્મક અસર પડશે. તમે અધિક ધૈર્યવાન અને સંયમિત રહેશો. રોકાણથી લાભ થવાથી ધનનુ સંકટ દૂર થશે.  ઘર અને પરિવારની સ્થિતિ મજબૂત થશે. જૉબમાં પણ સ્થિરતા રહેશે.  આવક  વધવી કે બોનસ મળવાન યોગ બની શકે છે.  વેપારી યાત્રાઓથી લાભ થશે. કોઈ સારી ડીલ ફાઈનલ થઈ શકે છે. તમાર સમાજીક કાર્યથી તમારી પ્રતિષ્ઠા વધશે. માતા-પિતાનો આશીર્વાદ પ્રાપ્ત થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. કોઈ જૂની બીમારી દૂર થવાથી મન ખુશ રહેશે. 
 
તુલા રાશિ - તુલા રાશિના જાતક રાહુની ચાલમાં ફેરફાર થવાથી ખૂબ સંચાર કુશળ અને રચાત્મક રહેશે. માનસિક સ્થિતિ મજબૂત બની રહેશે. તમે યોગ નિર્ણય લઈ શકશે. નવા વ્યાપારિક અવસર પ્રાપ્ત થવાથી આવકમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં માન-સમ્માન વધશે. વેપારમાં લાભ થશે. યાત્રાઓ સુખદ થશે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ પૂરો કરવામાં સફળતા મળશે. સહકર્મીઓનો સહયોગ મળશે. તમારો સહયોગી સ્વભાવ અને સેવાભાવી સ્વભાવ તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે. પારિવારિક જીવન સુખમય રહેશે. તમને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. સંબંધો અને પ્રેમ જીવન મજબૂત થશે. સ્વાસ્થ્ય તમારો સાથ આપશે.
 
ધનુ રાશિ - ધનુ રાશિના જાતકોમાં રાહુની ચાલમાં ફેરફારથી સંવેદનશીલતા વધી શકે છે. તમે બીજા પ્રત્યે વધુ કેયરિંગ રહેશો.  ધન સંપત્તિમાં વૃદ્ધિ થવાના પ્રબળ યોગ છે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. વેપારીઓ માતે આ ગોચર લાભદાયક રહેશે. તમને નવા વ્યાપારિક અવસર મળશે.  વેપારમાં નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. અણધાર્યા લાભ થશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે. કોલેજની યાત્રાઓ યાદગાર અને આનંદપ્રદ રહેશે. લેખન સાથે સંકળાયેલા લોકોને તેમની રચનાઓમાંથી એક માટે એવોર્ડ મળી શકે છે. સારી રકમ પણ પ્રાપ્ત થઈ શકે છે. પરિવારમાં બધું જ સમૃદ્ધ થશે. વિવાહિત જીવન સુખમય રહેશે.
 
કુંભ રાશિ - રાહુની ચાલમાં ફેરફારથી તમારી અંદર એક નવો આત્મવિશ્વાસ ઉભો થશે. તમે સારા નિર્ણય લેવામાં સફળતા મેળવશો. તમે અધિક સકારાત્મક રહેશો. આવકના નવા સ્ત્રોત ખુલવાથી ઈનકમમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે.  તમારો તનાવ ઓછો થશે. જૉબ અને કામકાજમાં સફળતા મળશે.  અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે. પ્રમોશન થઈ શકે છે. તમારા વ્યવસાયિક કાર્યોમાં વધારો થશે. સોશિયલ મીડિયા માર્કેટિંગની મદદથી નાણાંનો પ્રવાહ વધશે. વિવાહિત જીવન સુખમય રહેશે. ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. સંબંધ વધુ મજબૂત બનશે. અવિવાહિત લોકોના જીવનમાં કોઈ સોલમેટનો પ્રવેશ થઈ શકે છે.