શુક્રવાર, 13 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2025
Written By
Last Modified: શુક્રવાર, 13 ડિસેમ્બર 2024 (11:11 IST)

વર્ષ 2025માં આ 3 રાશિઓ પર હનુમાનજી વરસાવશે વિશેષ આશીર્વાદ, મળશે ધન અને પારિવારિક સુખ

Blessings of Hanumanji
Blessings of Hanumanji
નવ વર્ષ 2025ના રોજ અંક જ્યોતિષ મુજબ મંગળ ગ્રહનુ વર્ષ કહેવામાં આવી રહ્યુ છે. આ વર્ષે બધા અંકોને જોડીને 9 પ્રાપ્ત થશે જે મંગલનો અંક છે. બીજી બાજુ મંગલ ગ્રહની રાશિઓનુ હનુમાનજી ની પ્રિય રાશિઓમાંથી એક માનવામાં આવે છે. કારણ કે 2025 મંગલ નુ વર્ષ માનવામાં આવી રહ્યુ છે. તેથી મંગળની રાશિઓ પર હનુમાનજી ની નવા વર્ષમાં કૃપા વરસશે.  આ સાથે જ મકર રાશિના જાતકો પર પણ બજરંગબલીની કૃપા વરસશે.  આવો આવામાં જાણી લઈએ કે આ રાશિઓનુ વર્ષ 2025માં કેવી રીતે ફળ પ્રાપ્ત થવાનુ છે. 
 
મેષ રાશિ - તમારે માતે નવુ વર્ષ નવી ઉમંગોથી ભરેલુ રહેશે. હનુમાનજીની કૃપાથી આ વર્ષે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરી શકવામાં તમે સફળ રહેશો અને દરેક અવસરનો યોગ્ય લાભ ઉઠાવી શકશો. આ રાશિના લોકોમાં ક્રોધની અધિકતા જોવા મળે છે. જો ક્રોધને આ કાબુમાં કરી લે તો 2025 આ માટે સુવર્ણિમ વર્ષ રહી શકે છે. પારિવારિક જીવનમાં આ વર્ષ તમને સારા ફેરફાર જોવા મળશે અને સાથે જ કેટલાક લોકો લગ્નના બંધનમાં પણ બંધાશે.  આર્થિક પક્ષમાં પણ નવુ વર્ષ સુધાર લઈને આવશે. વર્ષના મઘ્યમાં તમારા અજાણ્યા સ્ત્રોતથી ધન લાભની આશા છે. માત પિતાનો ભરપૂર સહયોગ આ રાશિના જાતકોને મળશે. 
  
વૃશ્ચિક રાશિ - આ રાશિના જાતક ખ્યાલોની દુનિયામાંથી નીકળીને વાસ્તવિકતામાં આવશે. અનેક સારા ફેરફાર વૃશ્ચિક રાશિના જાતકોના વ્યક્તિત્વમાં જોવા મળી શકે છે. હનુમાનજીના આશીર્વાદથી તમને મોટો ધન લાભ આ વર્ષે થઈ શકે છે.  આરોગ્યમાં પણ સુધાર તમને જોવા મળશે. ઘરના લોકો અને મિત્રો સાથે ફરવાની તમને તક મળશે.  કરિયરના ક્ષેત્ર સાથે જોડાયેલ અનેક પરેશાનીઓ આ દરમિયાન દૂર થશે. કેટલાક લોકોને મનપસંદ જૉબ પણ પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના લોકો મોટેભાગે સમાજથી કપાયેલા જોવા મળે છે. પણ 2025 તેનાથી વિપરિત થઈ શકે છે. આ જૂના મિત્રો સાથે મુલાકાત થશે. બીજી બાજુ સામાજીક સ્તર પર નવા સંપર્ક પણ બનશે. 
 
મકર રાશિ - આ રાશિના લોકો પર હનુમાનજીની કૃપા વર્ષ 2025માં રહેશે.  તમારી યોગ્યતાનો તમે યોગ્ય ઉપયોગ કરી શકશો. અનેક લોકોને વર્ષ 2024માં જે ધન હાનિ થઈ હતી તેને પણ તમે નવા વર્ષમાં પરત મેળવી શકો છો.  આ રાશિના વિદ્યાર્થીઓને કોઈ મોટી સફળતા મળવાની પણ શક્યતા છે. વેપારીઓની યોજનાઓ સફળ થશે. આ દરમિયાન વેપારનો પણ તમે વિસ્તાર કરી શક્કો છો. બસ આ વાતનુ ધ્યાન રાખો કે આળસને ખુદ પર હાવી ન થવા દો.  વીતેલા સમયમાં તમે જે પણ પ્રયાસ કર્યા છે, તેનુ સારુ ફળ પણ તમને 2025માં મળી શકો છો. આ રાશિના કેટલાક પરણેલા જાતકોના જીવનમાં નવ આ મહેમાનની દસ્તક થી શકે છે.