બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2025
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2024 (16:25 IST)

Mithun Rashi Varshik rashifal 2025 in Gujarati: મિથુન રાશિ 2025 વાર્ષિક રાશિફળ: કેવુ રહેશે નવુ વર્ષ, જાણો ભવિષ્યફળ અને અચૂક ઉપાય

yearly horoscope 2025 Gemini, rashifal 2025 in hindi, Horoscope 2025 Yearly, Mithun Rashi Varshik Rashifal 2025 in gujarati, Mithun rashi 2025, Mithun rashi na upay, Astrology 2025, Gemini Horoscope 2025, Gemini Horoscope 2025, Remedy 2025 for Gem

Gemini zodiac sign Mithun Rashi horoscope bhavishyafal 2025 : જો  તમારો જન્મ 21 મે થી 20 જૂન ની વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ મુજબ તમારી રાશિ મિથુન છે. ચંદ્ર રાશિ મુજબ જો તમારા નામનો અક્ષર કા, કી કૂ ઘ  ડ છ કે કો અને હ છે તો પણ તમારી રાશિ મિથુન છે.  આ વખતે વેબદુનિયા લાવ્યુ છે કંઈક સ્પેશ્યલ.  વર્ષ 2025માં તમારુ કરિયર, બિઝનેસ, લવ લાઈફ, એજ્યુકેશન પરિવાર અને આરોગ્યનો હાલ જાણો વિસ્તારપૂર્વક.  મે 2025 સુધી બૃહસ્પતિના દ્વાદશ ભાવથી ગોચર અભ્યાસ અને નોકરી માટે સારુ છે. લવ લાઈફના મામલે આ વર્ષ સારુ રહેશે.  મે 2024ના મઘ્ય પછી વૈવાહિક જીવન સુખમય રહેશે. તમે નિત્ય દુર્ગા પૂજા કરવી જોઈએ.  લકી વાર બુધવાર અને લકી કર્લર લીલો અને કેસરિયા છે. આ સાથે જ ૐ દુર્ગ દુર્ગાય નમ: કે ૐ ગણેશાય નમ: મંત્રનો જાપ તમને સુખ અને સમૃદ્ધિ આપશે. હવે જાણીએ વાર્ષિક રાશિફળ વિસ્તારપૂર્વક
 
 
વર્ષ 2025 મિથુન રાશિના જાતકોનુ કરિયર અને બિઝનેસ -  Gemini job and business horoscope Prediction for 2025: તમારી કુંડળીમાં શનિ અષ્ટમ અને ભાગ સ્થાનનો સ્વામી છે અને હવે 29 માર્ચ 2025 ના રોજ શનિનો ગોચર તમારા કર્મના દશમ ભાવમાં થવા જઈ રહ્યો છે. આ ભાવમાં વિરાજમાન શનિની દ્રષ્ટિ તમારા દ્વાદશ ભાવ, ચતુર્થ ભાવ અને સપ્તમ ભાવ પર જઈ રહી છે.  દશમ ભાવના શનિ નોકરી અને વેપારમાં ઉન્નતિ અપાવશે. નોકરીમાં પ્રમોશના પ્રબળ યોગ બનશે અને તમારી સેલેરીમાં પણ વધારો થશે. નોકરિયાત લોકોને ઓફિસમાં તેમની ટીમનો પૂર્ણ સહયોગ મળશે. વેપારી છો તો પાછલા વર્ષ કરતા આ વર્ષ સારો લાભ આપનારુ છે. પૂર્વમાં કરવામાં આવેલ રોકાણથી લાભ થશે.  બૃહસ્પતિ અને શનિના પ્રભાવને કારણે તમને વધુ મહેનત નહી કરવી પડે. ટૂંકમાં કરિયર, નોકરી અને વેપાર માટે નવુ વર્ષ તમારે માટે ખૂબ સારુ સાબિત થવાનુ છે.  
 
2. વર્ષ 2025 માં મિથુન રાશિના લોકોનો અભ્યાસ - Gemini School and College Education horoscope prediction 2025: મે 2025 સુધીમાં ગુરૂનું બારમા ભાવમાંથી પસાર થવું શિક્ષણ માટે સારું છે. આ સમય દરમિયાન તમે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જઈ શકો છો. આ પછી, જ્યારે ગુરુ મિથુન રાશિમાં એટલે કે તમારી કુંડળીના પ્રથમ ભાવમાં ગોચર કરશે, ત્યારે શિક્ષણમાં અવરોધ આવી શકે છે. પરંતુ 29 મે, 2025 ના રોજ, રાહુ મિથુન રાશિના નવમા ઘરમાંથી પસાર થશે, જે શિક્ષણમાં અવરોધો દૂર કરશે. જો તમે શાળાના વિદ્યાર્થી છો  તો તમારી પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવાની સંભાવના છે. જો તમે કોલેજમાં ભણતા હોય તો તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે.  જો તમે કોઈપણ કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો સફળતાની પ્રબળ તકો છે. તમારે ફક્ત 2 વસ્તુઓ કરવાની છે - પ્રથમ સખત મહેનત  કરવાની છે અને બીજું આપણે ગુરુના ઉપાય કરવાના છે.
 
વર્ષ 2025 મિથુન રાશિના જાતકોની લગ્ન અને પારિવારિક લાઈફ - Gemini Marriage Life and Family horoscope Prediction for 2025:
વર્ષની શરૂઆત પછી 14 મે સુધી સ્થિતિ જેવી ની તેવી જ રહેશે. 14 મે ના રોજ બૃહસ્પતિનુ ગોચર પ્રથમ ભાવમાં ર હેશે. પ્રથમ ભાવથી આ ગ્રહ પંચમ અને સપ્તમ ભાવને દેખાશે જેને કારણે જો તમે અવિવાહિત છો તો આ વર્ષ તમારા લગ્ન નક્કી થઈ જશે. પરણેલા છો તો વૈવાહિક જીવન સુખમય રહેશે. ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધવાને કારણે ખુશીનુ વાતાવરણ રહેશે.  14 મે 2024 સુધી તમને ગુરૂવારનો ઉપવાસ કરવો જોઈએ અને ઘર પરિવારની સ્થિતિને સારી બનાવવાનો પ્રયાસ કરો.  
 
4. વર્ષ 2025 મિથુન રાશિના જાતકોની લવ લાઈફ   Gemini love life horoscope Prediction for 2025:
14 મે ના રોજ ગુરૂ ગ્રહ જ્યારે તમારી રાશિના પહેલા ભાવમાં રહીને તમારા પંચમ અને સપ્તમ ભાવને જોશે તો પ્રેમ પ્રસંગમાં સારા સમયની શરૂઆત રહેશે.  એક બીજાના પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વધી જશે. બની શકે કે તમે લગ્ન કરવાનુ નક્કી કરો. આવામા તમારી મુશ્કેલી ઓછી થઈ જશે.  શુક્રનો ગોચર પણ તેમા સહયોગ કરશે. જો કે પ્રેમના મામલે કોઈપણ નિર્ણય પર પહોચતા પહેલા સારી રીતે સમજી વિચારી લો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેશો. છોકરાઓએ શુક્રના ઉપાય કરે અને છોકરીઓ પહેલા પોતાના કરિયર પર ધ્યાન આપવુ  જોઈએ.  
 
5. વર્ષ 2025 મિથુન રાશિના જાતકોનુ આર્થિક જીવન | Gemini financial  horoscope Prediction for 2025:
નવા વર્ષ 2025માં રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન તમને લાભ આપશે. આર્થિક રીતે પહેલા કરતા વધુ મજબૂત રહેશે. જોકે  તમારે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે કારણ કે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ધનનો કારક ગુરૂ સત્તામાં રહેશે.  તમારા બારમા ઘરમાં હશે. મે પછી જ તમે જમીન કે મકાન ખરીદવા વિશે વિચારી શકો છો. જો કે, મિલકતની સંપૂર્ણ તપાસ  ચોક્કસપણે કરો. શેરબજારમાં મિશ્ર વર્ષ રહેશે પરંતુ જો તમે સોનામાં રોકાણ કરો છો તો આ સમય સારો  છે. આ કિસ્સામાં ગુરુ અને બુધ તમને સહકાર આપશે
 
6. વર્ષ 2025 મિથુન રાશિના જાતકોનુ આરોગ્ય   Gemini Health horoscope Prediction  for 2025:
આરોગ્યની દ્રષ્ટિથી આ વર્ષ સરેરાશ રહેશે. પહેલા 6 મહિના આરોગ્યનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે. સંતુલિત જીવનશૈલીને અપનાવીને રોગથી બચી શકો છો. જો કે કોઈ ગંભીર રોગ નહી થાય પણ શરીરમાં કોઈ કોઈ દુખાવો તમને પરેશાન કરી શકે છે.  પેટમાં કોઈ પ્રકારની સમસ્યા થઈ શકે છે. બિનજરૂરી ચિંતાથી પણ પરેશાની ઉભી થઈ શકે છે.  તેથી મેંટલ હેલ્થનુ પણ ધ્યાન રાખો. નિયમિત ધ્યાન કરો તેમજ શનિ અને કેતુનો ઉપાય કરો.
 
7. મિથુન રાશિ માટે વર્ષ 2025  સારુ રહે તે માટે કરો આ ઉપાય | Gemini 2025 horoscope Remedies upay for 2025
 
1. રોજ ગાયને ચારો ખવડાવો  
2. બુધવારે માતા દુર્ગાના મન્દિરમાં જાસૂદનુ ફુલ અર્પિત કરો.
3. બુધવારે કન્યા
4. દર મંગળવારે હનુમાનજીના મંદિરે અથવા શનિવારે શનિદેવના મંદિરે જાવ.
5. તમારો લકી નંબર 5, લકી રત્ન નીલમણિ અને મોતી, લકી કલર લીલો, પીળો અને કેસરી, લકી બુધવાર અને લકી મંત્ર ઓમ દુર્ગ દુર્ગયા નમઃ અને ઓમ ગણેશાય નમ: મંત્ર.