શનિવાર, 30 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2025
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2024 (15:12 IST)

Manikya Ratna: સૂર્યને મજબૂત કરવો છે તો ધારણ કરો માણેક રત્ન, જીવનમાં આવશે શુભ બદલાવ

Ratna Shashtra Manikya Ratna: રત્ન શાસ્ત્રમાં બધા 9 ગ્રહો માટે જુદા જુદા રત્ન બતાવ્યા છે. દરેક રત્નનુ જીવન પર જુદો જુદો પ્રભાવ પડે છે.  જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે અને તેના શુભ પ્રભાવ માટે માણેક રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.  આ રત્નને બધા રત્નોનો રાજા માનવામાં આવે છે. અનેક લોકોના જીવનમાં રત્નનો ખૂબ શુભ પ્રભાવ જોવા મળે છે.  જો રત્ન યોગ્ય સમય પર પૂર્ણ શાસ્ત્ર વિધિથી ન પહેરવામાં આવે તો ચોક્કસ તેનો મોટો લાભ પ્રાપ્ત થઈ શકે છે. જેવુ કે બધા જાણે છે કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ગ્રહ યશ, માન પ્રતિષ્ઠા વેપાર નોકરી અને ઉત્તમ સ્વાસ્થ્યનો કારક છે. જો સૂર્ય ગ્રહ કુંડળીમાં સારી અવસ્થામાં હશે તો સૂર્ય એ બધી વસ્તુઓમાં તમને સફળતા પ્રદાન કરશે.  જો યોગ્ય લગ્નમાં માણેક રત્ન ધારણ કરવામાં આવે તો તેના તમને ખૂબ   લાભ પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ માણેક રત્ન ધારણ કરવાની વિધિ અને શુ છે તેના લાભ.  
 
આ દિવસે ધારણ કરવો જોઈએ માણેક રત્ન 
માણેક ધારણ કરવા માટે સૌથી ઉત્તમ દિવસ શુક્લ પક્ષનો રવિવાર માનવામાં આવે છે. જ્યારે કે તેને ધારણ કરવા માટે અનામિકા આંગળી અને બપોરનુ શુભ મુહુર્ત પસંદ કરવુ જોઈએ. 
 
કંઈ રાશિઓ માટે સારો છે માણેક રત્ન 
કુંડળી બતાવીને માણેક રત્ન ધારણ કરવો સૌથી શુભ રહે છે. મેષ, સિંહ અને ધનુ લગ્નના જાતકોએ માણેક રત્ન ધારણ કરવો સારુ હોય છે.  બીજી  બાજુ કર્ક વૃશ્ચિક અને મીન લગ્નમાં માણેક મઘ્યમ પરિણામ આપે છે. 
  
સારા ભાવમાં સૂર્ય છે તો માણેક રત્ન જરૂર પહેરો 
જો તમારી જન્મ કુંડળી મેષ, સિંહ અન ધનુ રાશિની છે અને સૂર્ય તમારા શુભ ભાવમાં વિરાજમાન છે.  શુભ ભાવથી તાત્પર્ય છે કે જો સૂર્ય તમારા લગ્ન ભાવ, ચોથા ભાવ, પંચમ ભાવ, નવમ ભાવ, દશમ ભાવ કે એકાદશ ભાવમાં સ્થિત છે તો માણેક રત્ન તમને યશ, માન, પ્રતિષ્ઠા વેપાર અને સમૃદ્ધિ પ્રદાન કરશે.  
 
આ ધાતુમાં પહેરો માણેક 
માણેક  રત્ન ગુલાબી અથવા લાલ રંગનો હોવો જોઈએ. તેને ધારણ કરવા માટે સૌથી યોગ્ય ધાતુ સોનું અથવા તાંબુ છે.
 
આ રત્નને માણેક સાથે ન પહેરો
માણેક સાથે હીરા, નીલમ, ઓપલ અને ગોમેદ ન પહેરવા જોઈએ. માણેક સાથે પીળો પુખરાજ પહેરવો શુભ છે.
 
માણેક  કોણે ન પહેરવો જોઈએ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન, કન્યા, મકર, તુલા અને કુંભ રાશિના લોકો માટે માણેક રત્ન ધારણ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
 
રત્ન ધારણ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો
જ્યારે પણ તમે રત્ન ધારણ કરો છો, તમારે સૌપ્રથમ જ્યોતિષની સલાહ મુજબ લગ્ન ચાર્ટ/ચંદ્ર કુંડળી/ અને નવમાંશ કુંડળી ચાર્ટ જરૂર.. ત્યારબાદ જ્યોતિષની સલાહ મુજબ જ રત્ન ધારણ કરો.