Andhra Pradesh Stampede Video : આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં મચી ભગદડ, 9 લોકોએ ગુમાવ્યો જીવ
દેશના રાજ્ય આંધ્રપ્રદેશના જીલ્લામાં સ્થિત નગર શ્રીકાકુલમમાં ભારે ભગદડ મચી છે. આ ભગદડમાં નવ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગા શહેરમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં શનિવારે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા નવ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
એકાદશી નિમિત્તે દર્શન કરવા માટે ભેગા થયેલા ભક્તોની ભારે ભીડ દરમિયાન આ દુર્ઘટના બની હતી. બચાવ કામગીરી ચાલુ છે અને મૃત્યુઆંક હજુ પણ વધવાની ધારણા છે.
"શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગામાં વેંકટેશ્વર મંદિરમાં થયેલી ભાગદોડની ઘટનાએ આઘાત પહોંચાડ્યો છે. આ દુ:ખદ ઘટનામાં ભક્તોના મોત અત્યંત હૃદયદ્રાવક છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મેં અધિકારીઓને ઘાયલોને ઝડપી અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. મેં સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને ઘટનાસ્થળની મુલાકાત લેવા અને રાહત પગલાંનું નિરીક્ષણ કરવા વિનંતી કરી છે," મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું.