બાળ દિવસ - દરરોજ બાળકોને આ 5 ટેવની આદત નાખો, બાળકોની બુદ્ધિ ચાણક્યથી પણ તેજ થશે
બાળદિવસ એટલે બાળકો માટે ઉજવાતુ પર્વ. આપણા ધર્મશાસ્ત્રોમાં બુદ્ધિના ઉચ્ચસ્તરીય વિકાસ અને બુદ્ધિ વધારવા માટે અનેક મંત્ર અને ઉપાય બતાવ્યા છે. જો આપ ઈચ્છો છો કે આપનુ બાળક જીવનમાં એક સફળ વ્યક્તિ બને તો શાસ્ત્રો મુજબ બાળકો પાસેથી કેટલાક કાર્ય રોજ જરૂર કરાવો.
પહેલો ઉપાય છે બુદ્ધિ દેવતા ગણેશ - ભગવાન ગણેશનુ પૂજન કર્યા પછી રોજ ૐ ગં ગણપતયે નમ મંત્રનો જાપ બાળકો પાસેથી 11 વાર કરાવો. આ ઉપરાંત દરેક બુધવારે ગણેશજીનો ગૉળ મેળવેલ જળથી અભિષેક કરો. બાળકોની બુદ્ધિમાં ચમત્કારિક રૂપથી વિકાસ થવા માંડશે.
બીજો ઉપાય છે ગાયત્રી મહામંત્ર - ગાયત્રી મંત્રને સદ્દબુદ્ધિનો મંત્ર કહેવામાં આવે છે. જો કોઈ બાળકની બુદ્ધિનો વિકાસ ધીમી ગતિએ થઈ રહ્યો હોય તો બાળક પાસેથી 21 વાર આ જાપ રોજ કરાવો. ગાયત્રી મંત્રના જાપથી બાળકોની બુદ્ધિમાં તમને થોડાક જ સમયમાં ફરક જોવા મળશે.
ત્રીજો ઉપાય છે સૂર્યને જળ - દરેક માતા પિતાએ પોતાના બાળકોને ઉગતા સૂરય્ને જળ આપવાની ટેવ પાડવી જોઈએ. જે લોકો સૂર્યને સિદ્ધ અને પ્રસન્ન કરી લે ક હ્હે તેમની બુદ્ધિ સૂર્યની જેમ પ્રકાશવાન અને તેજસ્વી થવા માંડશે.
ચોથો ઉપાય છે ૐ નુ ઉચ્ચારણ - અભ્યાસમાં નબળા બાળકો પાસેથી 51 વાર ૐ ઓમકારનુ ઉચ્ચારણ કરાવવુ. આવુ કરવાથી થોડાક જ દિવસમાં સમસ્યા દૂર થઈ જશે.
અને 5મો ઉપાય છે સરસ્વતી મંત્ર - જે બાળકોની યાદશક્તિ કમજોર હોય અને અભ્યાસમાં મન ન લાગતુ હોય તો આ સરસ્વતીમંત્રનુ ઉચ્ચારણ આવા બાળકો પાસેથે રોજ સવાર-સાંજે 21 વાર કરાવો.
મંત્ર છે ૐ હ્રી એં હ્રી સરસ્વત્યૈ નમ
આ ઉપરાંત જે બાળકો અભ્યાસમાં નબળા હોય તેવા બાળકોના માથા પાસે આસોપાલવનાઅ ત્રણ પાન મુકીને સૂવડાવી દો. સવારે જ્યરે બાળક સૂઈને ઉઠે તો બધા પાન વહેતા જળમાં નાખી દો. આ ઉપાય સતત એક મહિના સુધી કરો.