રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 7 એપ્રિલ 2024 (07:34 IST)

Ramayana: રામાયણ ફિલ્મના સેટ પરથી તસવીરો થઈ લીક

ramayan
ramayan
અરુણ ગોવિલ અને લારા દત્તાએ નીતિશ તિવારીની રામાયણનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં, ઝૂમ એ  સેટ પરથી કેટલાક બિનસત્તાવાર ફોટા મેળવ્યા છે જે ફિલ્મ માટે ચાલી રહેલા પડદા પાછળના કેટલાક કામને દર્શાવે છે. તસવીરોમાં અરુણ ગોવિલ રાજા દશરથના પોશાકમાં જોઈ શકાય છે. તેમણે લાંબી દાઢી છે અને મુકુટ પહેર્યો છે. ચિત્રોમાં, ગોવિલ કેટલાક બાળ કલાકારો સાથે વાતચીત કરતા પણ જોઈ શકાય છે, જેઓ સંભવતઃ યુવાન રામ અને લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યા છે.
 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામાયણ ફિલ્મના સેટ પર થી શૂટિંગની નવી ફોટો લીક થઈ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગી છે. જે ફોટો લીક થઈ છે તેના પરથી ચર્ચા શરૂ થઈ છે કે ફિલ્મમાં અરુણ ગોવિલ રાજા દશરથ નું પાત્ર ભજવશે જ્યારે લારા દત્તા કૈકઈના પાત્રમાં જોવા મળશે. આ બંને કલાકારો હાલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમની તસ્વીરો વાયરલ થઈ છે.
 
લારા દત્તા જાંબલી રંગની સાડી અને ગોલ્ડ જ્વેલરી પહેરેલી જોવા મળી શકે છે. તેની સાથે અભિનેત્રી શીબા ચઢ્ઢા પણ જોવા મળી શકે છે. શીબાએ મરૂન આઉટફિટ પહેર્યો છે. તેને જોઈને લાગે છે કે તે મંથરાના રોલમાં હોઈ શકે છે. 'રામાયણ'નો સેટ રાજા દશરથના મહેલની જેમ બનાવવામાં આવ્યો છે. તેમાં અરુણ ગોવિલ અને લારા દત્તા ફરતા અને વાતો કરતા જોવા મળે છે. બંને કલાકારોની આસપાસ ફિલ્મ ક્રૂના લોકો પણ છે. એક તસવીરમાં ડિરેક્ટર નિતેશ તિવારી જોઈ શકાય છે.
 
આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવશે. તો સાઉથ સ્ટાર સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. KGF સ્ટાર યશ 'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. અહેવાલ છે કે અભિનેત્રી સાક્ષી તંવરને મંદોદરીના રોલની ઓફર કરવામાં આવી છે. ઉપરાંત, બોબી દેઓલને કુંભકર્ણની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે અને વિજય સેતુપતિને વિભીષણની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે.