રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ગુજરાત લોકસભા સીટ 2019
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2019 (17:45 IST)

વલસાડ લોકસભા ચૂંટણી 2019

મુખ્ય પ્રતિદ્વંદી -  ડૉ. કે. સી. પટેલ (ભાજપ)   જીતુ ચૌધરી (કોંગ્રેસ) 
 
એસટી સમુદાય માટે અનામત વલસાડ (26 નંબર) બેઠક ઉપર ડૉ. કે. સી. પટેલ ફરી વખત ભાજપની ટિકિટ ઉપર ચૂંટણીજંગમાં છે. ગત વખતે ડૉ. પટેલની સામે કિશન પટેલ હતા તો આ વખતે જીતુ ચૌધરીએ તેમની સામે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. આ બેઠક માટે એવું કહેવાય છે કે જે પક્ષ આ બેઠક જીતે, તે કેન્દ્રમાં સરકાર બનાવે છે.

વલસાડની હાફૂસ કેરી તથા ચીકૂ રાજ્યભરમાં વિખ્યાત છે.  આ  ઉપરાંત અહીનુ પર્યટક સ્થળ તિથલ પણ ફેમસ છે. 
 
ડાંગ (ST), વાંસદા (ST), ધરમપુર (ST), વલસાડ, પારડી, કપરાડા (ST) અને ઉંબરગાંવ (ST)એ આ લોકસભાક્ષેત્ર હેઠળની વિધાનસભા બેઠકો છે.
853031 પુરુષ, 817823 મહિલા, 14 અન્ય સહિત કુલ 1670868 મતદાર આ લોકસભા ક્ષેત્ર માટે નોંધાયેલા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.