બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2019 (12:59 IST)

ભાજપામાં સામેલ થયા અભિનેતા સની દેઓલ, ગુરદાસપુરથી લડી શકે છે લોકસભા ચૂંટણી

નવી દિલ્હી.  બોલીવુડ અભિનેત સની દેઓલ મંગળવારે ભાજપામાં સામેલ થઈ ગયા. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં સનીએ ભાજપા જોઈન કર્યુ. સૂત્રોના જણાવ્યા મુજબ સની દેઓલ ગુરદાસપુરથી ચૂંટ્ણીના મેદાનમાં ઉતારી શકે છે. 
 
શનિવારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સની વચ્ચે થયેલ મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જ્યાર પછી જ તેમના ભાજપામાં સામેલ થવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. 
 
બીજેપીના લોકસભા સાંસદ રહી ચુક્યા છે ધર્મેન્દ્ર 
 
ઉલ્લેખનીય છે કે સની દેઓલના પિતા ધર્મેન્દ્ર પણ બીજેપીથી લોકસભાની ચૂંટણી લડી ચુક્યા છે. ધર્મેન્દ્રએ 2004ના લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની બીકાનેર સીટ પરથી ચૂંટણી લડી અને જીત્યા હતા. ધર્મેન્દ્રની પત્ની અને બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની પણ મથુરાથી બીજેપીની લોકસભા સાંસદ છે.  હેમા માલિની વર્ષ 2003થી 2009 સુધી રાજ્યસભાની સાંસદ રહી છે અને 2014માં મથુરાથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈને આવી હતી.