શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (13:19 IST)

Mahmood Madani: 'ઈસ્લામ ભારતનો સૌથી જૂન ધર્મ કહીને વિવાદમાં ફસાયા મહમૂદ મદની, બોલ્યા - 100 વાર માફી માંગુ છુ

Mahmood Madani
Maulana Mahmood Madani: જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશન (Jamiat Ulema-e-Hind) મહમૂદ મદનીએ કેટલાક એવા નિવેદન આપ્યા હતા જેના પછી દેશભરમાં હંગામો મચી ગયો હતો. મદનીએ ભારતને ઈસ્લામનું જન્મસ્થળ ગણાવ્યું હતું. આ સાથે મદનીએ એમ પણ કહ્યું કે ઇસ્લામ ભારતનો સૌથી જૂનો ધર્મ છે. જો કે હવે તેણે પોતાના નિવેદન બદલ માફી પણ માંગી લીધી છે.
 
એક પ્રાઈવેટ ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં મહમૂદ મદનીએ પોતાના વિવાદિત નિવેદન અને તેને લઈને ચાલી રહેલ હંગામા પર સાર્વજનિક રૂપે વાત કરી. મદનીએ કહ્યુ કે જે કઈ થઈ રહ્યુ છે તેની કલ્પના તેમને કરી નહોતી. મહમૂદ મદનીએ કહ્યુ કે જે થઈ રહ્યુ છે તે દુર્ભાગ્યપૂર્ણ છે અને એવુ થવુ જોઈએ નહોતુ.  તેમણે કહ્યુ કે ઈસ્લામ સૌથી જૂનો ધર્મ છે અને આ વાત હુ માનુ છુ. તેમા કોઈ ખોટી વાત નથી. 
 
તેમા પૂરી સચ્ચાઈ છે
 
મહમૂદ મદનીએ વધુમાં કહ્યું, "ઘણા લોકો ઘણું માને છે અને આ તેમનો અધિકાર છે, મને લાગે છે કે હું જે કહી રહ્યો છું તે મારો અધિકાર છે... અમને ખબર નથી કોઈને આની સામે શુ આપત્તિ છે. આ વાત રિસર્ચ પછી કહેવામાં આવી છે અને તેમા સંપૂર્ણ સચ્ચાઈ છે આ કોઈ નવી વાત નથી.
 
'..તો કેટલાક રિસ્ક તો હોય જ છે'
 
ઉલ્લેખનીય છે કે જમીયત ઉલેમા-એ-હિંદે એક મંચ પર મહેમૂદ મદની ઈસ્લામને લઈને વાત કરી રહ્યા હતા તો લોકેશ મુનિ તેમનાથી નારાજ થઈને જતા રહ્યા હતા. જેના પર મહમોકોદ મદનીએ કહ્યુ કે જ્યારે જુદા ધર્મના લોકો સાથે બેસીએ છીએ તો કેટલાક રિસ્ક તો હોય જ છે અને કેટલાક રિસ્ક પહેલાથી ખબર હોય છે. આ બિલ્કુલ કૈલકુલેટેડ રિસ્ક હતુ. 
 
હુ 100 વાર માફી માંગવા તૈયાર છુ 
 
મહમૂદ મદનીએ વધુમાં જણાવ્યું હતું કે, "મને સર્વ ધર્મ સંસદ માટે આદર છે, હું તેની સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલો છું. જેમને જાણતા-અજાણતા, અથવા અન્ય કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, હું તેમના માટે 100 વખત માફી માંગુ છું." હું માફી માંગવા તૈયાર છું. જો મારા કોઈ નિવેદનોથી કોઈના દિલને ઠેસ પહોંચી હોય તો તે મને અને મારા ઈસ્લામને સ્વીકાર્ય નથી."
 
મહમુદ મદનીએ શું કહ્યું હતુ 
 
ઉલ્લેખનીય છે કે મૌલાના મહમૂદ મદનીએ જમિયત ઉલેમા-એ-હિંદના 34મા સામાન્ય સત્રમાં નવી ચર્ચા શરૂ કરતા કહ્યું, "ઇસ્લામનું જન્મસ્થળ ભારત છે અને અરેબિયા નહીં... ભારત ઇસ્લામનું જન્મસ્થળ છે. તે માતૃભૂમિ છે. મુસ્લિમોની." .. ઇસ્લામને વિદેશી ધર્મ તરીકે ગણવો એ ઐતિહાસિક રીતે ખોટો અને સંપૂર્ણ પાયાવિહોણો છે."
 
મેહમૂદ મદનીએ કહ્યું, "ભારત આપણા બધાનો સમાન છે. ભારત આપણો દેશ છે. તે (વડાપ્રધાન) નરેન્દ્ર મોદી અને (આરએસએસના પ્રમુખ) મોહન ભાગવતનો તેટલો જ છે જેટલો તે મેહમૂદ (મદાની)નો છે. ન તો મેહમૂદ તેમનાથી એક ઇંચ પણ આગળ છે કે ન તો તેઓ મહેમૂદથી એક ઇંચ પણ આગળ છે.