સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (20:50 IST)

TRP SCAM: શુ છે ટીઆરપી, કેવી રીતે માપવામાં આવે છે અને શુ છે તેનુ મહત્વ, જાણો બધુ જ ડિટેલમાં

મુંબઈ પોલીસે ગુરૂવારે દાવો કર્યો કે તેને ટીઆરપીમાં છેડછાડ કરનારો એક રૈકેટનો ભંડાફોડ કર્યો છે. આ મામલે 2 નાની ચેનલોના માલિકની ધરપકડ પણ કરી ચુકી છે.  મુંબઈ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, રિપબ્લિક ટીવી પર પૈસા આપીને ટીઆરપીની હેરાફેરી કરવાની શંકા છે અને તેની તપાસ ચાલી રહી છે. જો કે, રિપબ્લિક ટીવીએ તેના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે અને મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ કરવાની વાત કરી છે. આવો સમજીએ કે ટીઆરપી શું છે, તે કેવી રીતે માપવામાં આવે છે અને તેનું મહત્વ શુ છે.
 
શુ છે ટીઆરપી 
 
ટીઆરપીનો મતલબ છે ટેલિવિઝન રેટિંગ પોઈંટ. તેના દ્વારા એ જાણ થાય છે કે કોઈ ટીવી ચેનલ કે કોઈ શો ને કેટલા લોકોએ કેટલા સમય સુધી જોયુ. તેનાથી આ જાણ થાય છે કે કંઈ ચેનલ કે કયો શો કેટલો લોકપ્રિય છે, તેને લોકો કેટલુ પસંદ કરે છે.  તેનાથી એ નક્કી થાય છે કોઈ ચેનલની લોકપ્રિયતા કેટલી હોય છે.  જેની જેટલી વધુ ટીઆરપી, તેની એટલી જ વધુ લોકપ્રિયતા. હાલ BARC ઈંડિયા (બ્રોડકાસ્ટ ઓડિયંસ રિસર્ચ કાઉંસિલ ઈંડિયા)  ટીઆરપીને માપે છે. પહેલા આ કામ TAM કરતુ હતુ. 
 
કેવી રીતે માપવામાં આવે છે ટીઆરપી 
 
હવે સમજીએ કે છેવટે કેવી રીતે ટીઆરપી કેવી રીતે માપવામાં આવે છે. સૌ પ્રથમ, તે સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે ટીઆરપી વાસ્તવિક નથી પરંતુ અંદાજિત આંકડા છે. દેશના કરોડો ઘરોમાં ટીવી ચાલે છે, એ બધા પર કોઈ ખાસ સમયમાં શુ જોવામાં આવી રહ્યુ છે, તેને માપવુ વ્યવ્હારિક નથી, તેથી સૈપલિંગનો સહારો લે છે.  
 
ટીઆરપી માપવાની એજન્સીઓ દેશના જુદા જુદા ભાગો, વય જૂથો, શહેરી અને ગ્રામીણ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા નમૂનાઓ પસંદ કરે છે. કેટલાક  હજાર ઘરોમાં પીપલ્સ મીટર નામનું એક વિશેષ ઉપકરણ ફીટ કરવામાં આવે છે. પીપલ્સ મીટર દ્વારા, તે ટીવી સેટ પર કેટલી ચેનલ, પ્રોગ્રામ અથવા શો કેટલી વાર અને કેટલા સમય માટે જોવામાં આવે છે તે જાણવામાં આવે છે.  એજન્સી પીપલ્સ મીટરથી પ્રાપ્ત માહિતીનું વિશ્લેષણ કરે છે અને ટીઆરપી નક્કી કરે છે. આ નમૂનાઓ દ્વારા તમામ પ્રેક્ષકોની પસંદગીનો અંદાજ કાઢવામાં આવે છે.
 
ટીઆરપીનું મહત્વ
ટીઆરપી શું છે અને તે કેવી રીતે માપવામાં આવે છે તે જાણ્યા પછી, હવે આપણે સમજીએ છીએ કે તેનું મહત્વ શું છે. ખરેખર, ટીઆરપી એ ચેનલ, પ્રોગ્રામ અથવા શોની લોકપ્રિયતાનું માપ છે. ટીવી ચેનલોની આવકનો મુખ્ય સ્રોત જાહેરાતથી આવનારો પૈસો જ છે. જે ચેનલની જેટલી વધુ લોકપ્રિયતા એટલે કે જેટલી વધુ ટીઆરપી જાહેરાતકારો એ ચેનલ પર સૌથી વધુ દાવ રમે છે. જો વધુ ટીઆરપી હશે તો ચેનલ જાહેરાતો બતાવવા માટે વધુ ચાર્જ લેશે. અને જ્યા  ઓછી ટીઆરપી હોય, ત્યા જાહેરાતકર્તાઓ તેમાં રસ બતાવશે નહીં અથવા તે ઓછા ભાવે જાહેરાત કરશે. આ વાત પરથી આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે જેટલી વધારે ટીઆરપી, એ ચેનલની આવક એટલી જ વધારે હોય છે.
 
કેવી રીતે ચાલ્યો ટીઆરપીનો  'ગોરખધંધા'
મુંબઇના પોલીસ કમિશનર પરમબીરસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશભરમાં જુદા જુદા સ્થળોએ 30,000 હજાર બેરોમીટર (પીપલ્સ મીટર) લગાવવામાં આવ્યા છે. આ મીટરની સ્થાપના મુંબઇમાં હંસા નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. મુંબઇ પોલીસનો દાવો છે કે હંસાના કેટલાક જૂના કામદારો કે જેમના ઘરમાં પીપલ મીટર લાગ્યા હતા. તેમાથી ઘણા ઘરમાં જઈને તેઓ લોકોને કહેતા હતા કે તમારે તમારા ટીવીને 24 કલાક ચાલુ રાખવુ અને એક નિશ્ચિત ચેનલ ચાલુ રાખવી. આ માટે તે લોકોને પૈસા પણ આપતા હતા. . મુંબઇ પોલીસનો દાવો છે કે અભણ લોકોના ઘરોમાં પણ અંગ્રેજી ચેનલ ચાલુ  રાખવામાં આવી હતી.
 
મુંબઇના પોલીસ કમિશનર પરમબીરસિંહે કહ્યું કે, આ  ગુનો છે, ચીટિંગ છે. અમે આને રોકવા માટે તપાસ કરી રહ્યા છીએ. ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઈ રહ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બે નાની ચેનલો ફક્ત મરાઠી અને બોક્સ સિનેમાનો પણ
સમાવેશ થાય છે. તેમના માલિકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હંસાની ફરિયાદ ઉપર કેસ નોંધવામાં આવ્યો છે. વિશ્વાસનો ભંગ અને દગાખોરીનો કેસ દાખલ
કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે કહ્યું કે, રિપબ્લિક ટીવીમાં કામ કરતા લોકો, પ્રમોટરો અને ડાયરેક્ટ પણ  આ 'ગેમ'માં સંડોવાયેલા હોવાની શંકા છે. આગળ તપાસ ચાલી રહી છે. જાહેરાત કરનારાઓને પણ પૂછપરછ કરવામાં આવશે કે શું તેમના પર કોઈ દબાણ તો નહોતુ