ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :પેઈચિંગ , સોમવાર, 5 ઑક્ટોબર 2020 (20:42 IST)

ભારત-ચીન યુદ્ધ થયુ તો ચીની સેના અટલ ટનલને બરબાદ કરશે: ગ્લોબલ ટાઇમ્સ

ચીનનુ સરકારી ભોપુ ગ્લોબલ ટાઇમ્સે ઈશારા ઈશારામાં ધમકી આપી છે કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો ચીની સેના ભારતની તાજેતરમાં બનેલી અટલ ટનલનો નાશ કરશે. ચાઇનીઝ અખબારે એક નિષ્ણાતના હવાલાથી કહ્યુ કે ભારતીય વિસ્તાર ખૂબ જ ઓછી વસ્તીવાળો છે અને  આ ટનલનો હેતુ ફક્ત લશ્કરી ઉદ્દેશ્યો પૂરા કરવા માટેનો છે. જો કે, ચીની નિષ્ણાંતનું એવુ પણ માનવું છે કે આ ટનલ શાંતિના સમયમાં ભારતીય સૈનિકોની આપૂર્તિ માટે મોટી મદદ મળશે. 
 
ચીની નિષ્ણાંતે ગ્લોબલ ટાઇમ્સમાં લખ્યું છે, 'યુદ્ધ દરમિયાન અટલ ટનલનો કોઈ ફાયદો થશે નહીં. ચીનની સેના પાસે એવુ સાધન છે જેનાથી  આ ટનલને નકામી બનાવી શકાય છે.  ભારતે સંયમ રાખવો જોઈએ અને ઉશ્કેરણી કરવી ટાળવી જોઈએ કારણ કે ભારતની વ્યૂહાત્મક ક્ષમતામાં વધારો કરે તેવો કોઈ રસ્તો નહી બચે જે ભારતની રણનીતિક ક્ષમતા વધારે. તે પણ જ્યારે ચીન અને ભારત વચ્ચે સૈન્ય તૈયારીમાં  મોટો તફાવત છે. વ્યવસ્થિત રીતે લડવાની ક્ષમતામાં ભારત ચીનથી ઘણું પાછળ છે. '
 
ટનલ બનવાથી  લેહનું અંતર ઘટ્યુ 
 
ચીનના નિષ્ણાત શોંગ ઝોંગપિંગે સ્વીકાર્યું કે આ ટનલના નિર્માણને કારણે લેહનું અંતર નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવ્યું છે. આ ભારતને તેની વ્યૂહાત્મક તૈયારીમાં મદદ કરશે. ચીનના નિષ્ણાંતે કહ્યું કે ભારત ચીન સરહદ પર રસ્તાઓ અને પુલો બનાવી રહ્યું છે. દૌલત બેગ ઓલ્ડિનો  જનારો 255 કિલોમીટર લાંબો રસ્તો પૂર્ણ થઈ ગયો છે. ભારત 73 મહત્વના રસ્તાઓ બનાવી રહ્યું છે જે ઠંડીમાં પણ ચાલુ રહેશે.
 
ઝોંગપિંગે દાવો કર્યો હતો કે ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ભારે ખર્ચ કરી રહ્યું છે પરંતુ તેને પૂર્ણ કરવાની ક્ષમતાનો અભાવ છે. ભારત પાસે પઠારો પર રસ્તો બનાવવાનો પૂરતો અનુભવ નથી. તેમણે કહ્યું હતું કે અટલ ટનલ યુદ્ધ દરમિયાન અસરકારક રહેશે નહીં. ભારતના નેતાઓએ આ ટનલ ફક્ત શો બાજી  અને રાજકીય હેતુ માટે જ બનાવી છે.
 
ટનલના ઉદઘાટન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ ટનલ રોહતાંગના નિર્માણ કાર્યોના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બીઆરઓના ડાયરેક્ટર જનરલ હરપાલસિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અટલ ટનલના નિર્માણની ગાથા સંભળાવી હતી. સાથે એમ પણ કહ્યું કે અટલ ટનલ તૈયાર કરવામાં 10 વર્ષનો લાંબો સમય લાગ્યો છે.
 
હિમાચલની આ ટનલ કોઈ પર્યટક સ્થળથી ઓછી નથી. આ ટનલ સમયનો બચાવ તો કરશે જ સાથે જ  આસપાસના દૃશ્યોનો નજારો સંપૂર્ણપણે અલગ હશે.
 
અટલ ટનલ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ છે અને 9.02 લાંબી ટનલ વર્ષોભર મનાલીને લાહૌલ સ્પીતી ખીણથી જોડશે. અગાઉ, છ મહિના ભારે બરફવર્ષાને કારણે ખીણ બાકીના ભાગથી કપાય જતી હતી. આ ટનલ હિમાલયના પીર પંજલની પર્વતમાળાઓ વચ્ચે અત્યાધુનિક વિશેષતાવાળી દરિયા સપાટીથી આશરે ત્રણ હજાર મીટરની ઊંચાઇએ બનાવવામાં આવી છે.