શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ઑક્ટોબર 2020 (17:52 IST)

JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, ફરી ગુજ્જુ વિદ્યાર્થીઓએ દેશમાં ડંકો વગાડ્યો

આઇઆઇટી દિલ્હી દ્વારા JEE એડવાન્સ-2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ  result.jeeadv.ac.in. પર જોઇ શકો છો.  દેશભરમાંથી અંદાજે 1.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિક્ષામાં 1.11 લાખ વિદ્યાર્થીઓ પૈકી 36,497 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા જ્યારે 35,121 વિદ્યાર્થીનીઓ પૈકી 6,706 વિદ્યાર્થીનીઓ ક્વોલિફાય થઈ છે.
 
શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પરીક્ષાના સફળતાપૂર્વક આયોજન અને સમયસર પરિણામ જાહેર કરવા બદલ સંસ્થાનો આભાર વ્ય્ક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને પોતાની અપેક્ષા અનુરૂપ રેંક પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવી હતી અને તેમને આગ્રહ કર્યો હતો કે તે ભવિષ્યમાં આત્મનિર્ભર ભારત માટે કામ કરે. 
 
આઇઆઇટી બોમ્બે ઝોનના ચિરાગ ફ્લોર ,એડવાસ્ડ જેઇઇ પરીક્ષા 2020માં સામાન્ય રેન્કમાં ટોચ પર રહ્યા છે. પૂણે નિવાસી ચિરાગે 396માંથી 352 અંક પ્રાપ્ત કર્યા છે. યાદીના ટોચના સો ઉમેદવારોમાં 24 મુંબઇ ડિવિઝનના છે. 
 
આ ડિવિઝનના આર મહેન્દ્ર રાજે બીજો અને વેદાંગ આસગાંવકર, ત્રીજા ક્રમ પર રહ્યા છે. સ્વયં ચૂબેનો ચોથો અને હર્ષ શાહને પાંચમું સ્થાન મળ્યું છે. આ ઉપરાંત અમદાવાદના શ્રેય બાવીશી 55મો રેન્ક, નિયતી મહેતા 62મો રેન્ક, પૂજન સોજીત્રા 64મો રેન્ક અને ધ્રુવ મારુ 99મો રેન્ક મેળવ્યો છે.નિયતિ મહેતા મુંબઇ ડિવિઝનથી છોકરીઓમાં પ્રથમ ક્રમ પર રહી છે. કુલ એક લાખ પચાસ હજાર 838 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 
 
હર્ષે જણાવ્યું હતું કે, તે IIT મુંબઈમાં કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ લઈ આગળ અભ્યાસ કરવા માગે છે. રોજની 10 કલાકની મહેનત બાદ આખરે ઇચ્છીત પરિણામ હાંસલ કર્યું છે. જે વિદ્યાર્થી એક ઇન્સ્ટિટયૂટ સાથે સંકળાયેલો હોય તેણે તેની સાથે જોડાઈ રહેવું જોઈએ જેથી સારા પરિણામની આશા વધુ પ્રબળ બને છે.