ગુજરાત માં દુષ્કર્મની 4 ઘટના, સગીર સાથે ચાર લોકોએ કર્યુ દુષ્કર્મ

Last Modified સોમવાર, 5 ઑક્ટોબર 2020 (10:21 IST)
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે કથિત દુષ્કર્મથી દેશ ગુસ્સામાં છે આ વચ્ચે ગુજરાતમાં એક પછી એક 4 ઘટનાઓએ રાજ્યની મહિલાઓની સુરક્ષા પર આંગળી ઉઠાવી છે. દુષ્કર્મનો તાજો મામલો મહિસાગર જીલ્લાનો છે. જ્યા 15 વર્ષની યુવતીને નશીલી દવા ખવડાવીને ચાર લોકોએ ગેંગરેપ આચર્યો.

જામનગરમાં 17 વર્ષની સગીરા પર ચાર શખસોએ ગેંગરેપ કર્યો હતો, જેમાં પોલીસે ત્રણની ધરપકડ કરી છે અને એક ફરાર છે. આ ઘટનાને લઈને આજે સૌરાષ્ટ્રભરમાં વિરોધ કાર્યક્રમો યોજાશે. ઘરપકડ પામેલા આરોપીઓમાં યુવતીનો દોસ્ત પણ સામેલ છે. આ બધા યુવકોએ યુવતી સાથે ગેંગરેપનો વીડિયો પણ બનાવ્યો હતો.

પોલીસે દર્શન ભાટિયા, મિલન ભાટિયા અને દેવકરણ ગઢવીની ધરપકડ કરી છે.
પકડાયેલા ત્રણ આરોપી મહાદેવનગર વિસ્તારના છે. બળાત્કારના મામલે એક વધુ નાસી છુટેલા મોહિત ભાટિયાની શોધ ચાલુ છે.

ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં બળાત્કારની 4
ઘટના નોંધાઈ છે. મહીસાગર જિલ્લામાં જ એક પરિણીત મહિલાને બ્લેકમેલ કરીને 3 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના ટ્રાફિક પોલીસ બૂથમાં માનસિક રીતે બિમાર મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી અને બળાત્કાર ગુજારતા રસ્તા પરની ટ્રાફિક પોસ્ટને હટાવી દેવાઈ. રવિવારે આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.આ પણ વાંચો :