રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શનિવાર, 19 જાન્યુઆરી 2019 (17:00 IST)

સીક્રેટ ફાઈલોનો ખુલાસો, નેહરુએ એટલીને ચિઠ્ઠીમાં નેતાજી માટે લખ્યુ હતુ 'યુદ્ધ અપરાધી'

23  જાન્યુઆરીએ  નેતાજી સુભાષ ચંદ્ર બોસની જયંતી છે. ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારે નેતાજી સુભાષ ચંદ્ર બોસ સાથે  સંબંધિત 25 ફાઈલોની ડિઝિટલ કૉપીને દર મહિને સાર્વજનિક રૂપે હાજર કરાવવાની યોજના બનાવી છે. આ કડીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતાજી સંબંધિત 100 સીક્રેટ ફાઈલોને નેતાજીના પરિજનોની હાજરીમાં સાર્વજનિક કરશે. તેમા એક ચિઠ્ઠી એ પણ રહેશે જેમા તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ બોસ માટે યુદ્ધ અપરાધી શબ્દનો ઉપયોગ કર્યો હતો. 
 
નેહરુની ચિઠ્ઠીમાં શુ છે  ?
 
નેહરુએ ઈગ્લેંડના તત્કાલીન પીએમ ક્લી
મેંટ એટલીને લખેલ આ ચિઠ્ઠીમાં કહ્યુ છે - મને વિશ્વાસપત્ર સૂત્ર દ્વારા જાણ થઈ છે કે સુભાષ ચંર બોસ જે તમારા યુદ્ધ અપરાધી છે. તેમને સ્ટાલિનએ રૂસમાં ઘુસવાની મંજુરી આપી દીધી છે. આ રૂસનો દગો છે. કારણ કે રૂસ બ્રિટિશ-અમેરિકન ગઠબંધનનો મિત્ર દેશ છે. તેણે આવુ નહોતુ કરવુ જોઈતુ. આના પર તમને જે યોગ્ય લાગે તે કાર્યવાહી કરો.  જો કે આ ચિઠ્ઠી પર માત્ર નેહરુનુ નામ લખ્યુ છે પણ તેમના સાઈન નથી. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજીને જયંતી પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે આજનો દિવસ ખૂબ મોટો દિવસ છે. કારણ કે નેતાજી વિશે ફાઈલો આજથી સાર્વજનિક થવી શરૂ થશે. 
 
પીએમ મોદીએ ગત ૧૪ ઓકટોબરે નેતાજીના પરિવારના સભ્‍યને જણાવ્‍યુ હતુ કે, સરકાર નેતાજી સાથે જોડાયેલી ફાઇલો જાહેર કરશે અને તે લોકો માટે ઉપલબ્‍ધ કરાવશે. આ જાહેરાત બાદ પીએમ કાર્યાલયે ૩૩ ફાઇલોની પ્રથમ ખેપ જાહેર કરી હતી અને ૪ ડિસેમ્‍બરે રાષ્‍ટ્રીય અભિલેખાગારને સોંપી હતી. તે પછી ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયે પણ પોતાની પાસેની ફાઇલોને જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
 
   સ્‍વતંત્રતાના ૬૮ વર્ષ પછી પણ નેતાજીના મૃત્‍યુનું રહસ્‍ય અકબંધ છે. કેન્‍દ્રમાં સૌથી વધારે સમય સુધી કોંગ્રેસ સત્તા ઉપર રહી છે અને પ.બંગાળમાં ડાબેરી મોરચો ૩૪ વર્ષ સત્તા ઉપર રહ્યો છે. આમ છતાં એકપણ વખત નેતાજી અંગે રહસ્‍ય ખુલ્‍યુ નથી. આજે નેતાજીની જયંતિ પ્રસંગે મોદી આ ફાઇલોની ડિજીટલ નકલો જાહેર કરી રહ્યા છે. જે બાદ લોકોની માંગણીઓ પુરી થશે એટલુ જ નહી આનાથી વિદ્વાનોને નેતાજી ઉપર વધુ સંશોધન કરવામાં પણ મદદ મળશે.
 
સસ્પેંસ પરથી ઉઠશે પડદો... 
 
ફાઈલોના સાર્વજનિક થવાથી આ ફાઈલોને સુલભ કરાવવા માટે લાંબા સમયથી ચાલી રહેલ જનતાની માંગ પુર્ણ થશે. એટલુ જ નહી તેનાથી નેતાજીના મોત પર આગળ વધુ રિસર્ચ કરવામાં પણ સુવિદ્યા રહેશે. 
 
મોત પરથી પડદો ઉંચકાશે 
 
તાજેતરમાં જ બ્રિટનની વેબસાઈટ bosefiles.infoએ દાવો કર્યો હતો કે સુભાષ ચંદ્ર બોસનુ મોત તાઈવાનમાં થયેલ પ્લેન ક્રેશમાં થયુ હતુ. વેબસાઈટે દાવાને સાચો ઠેરવતા કથિત સાક્ષીઓના નિવેદન પણ રજુ કર્યા છે. 
 
આ પહેલા પણ નેતાજીના જીવનના બીજા પહેલુઓ ખાસ કરીને તેમના ગાયબ થવાના દિવસોને લઈને અનેક ખુલાસા કરનારી આ વેબસાઈટનુ કહેવુ હતુ કે 18 ઓગસ્ટની રાત્રે જ બોસનું નિધન થયુ હતુ. સાક્ષીઓના રૂપમાં નેતાજીના એક નિકટના સયોગી બે જાપાની ડોક્ટર એક એંટરપ્રેટર અને એક તાઈવાની નર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
પોતાના દાવામાં શુ લખ્યુ છે વેબસાઈટે 
 
વેબસાઈટમાં લખ્યુ છે કે સુભાષ ચંદ્ર બોસના સહાયક કર્મચારી કર્નલ હબીબુર રહેમાને આ દુર્ઘટનનાઅ છ દિવસ પછી 24 ઓગસ્ટ 1945 ને એક લિખિત અને હસ્તાક્ષરિત નિવેદન આપવામાં આવ્યુ હતુ. રહેમાને નિવેદનમાં કહ્યુ, 'નિધન પહેલા બોસે મને કહ્યુ હતુ કે તેમનો અંત નિકટ છે.   તેમણે તેમની તરફથી આ સંદેશ દેશવાસીઓને આપવા કહ્યુ હતુ. દેશવાસી સ્વતંત્રતા સંઘર્ષ ચાલુ રાખે જ્યા સુધી કે દેશ સ્વતંત્ર ન થઈ જાય. આઝાદ હિંદ જીંદાબાદ...