મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By

વેલેન્ટાઈન વીક - દરેક પ્રેમીને લવના આ ટાઈમ ટેબલ વિશે જાણ હોવી જોઈએ

ઠંડીની કોમળ, વસંત ઋતુમાં ખીલેલા ફૂલોની સુગંધ, ઋતુનો ખુમાર, અને ફાગણમાં મદમસ્ત કરનારો ફેબ્રુઆરી મહિનો આવી ગયો છે. પ્રેમની કદર કરનારા માટે આ મહિનો વ્યસ્તતાથી ભરેલો રહેશે, કારણ કે આ મહિનાના મોટાભાગના દિવસ પ્રેમ કરનારાઓ માટે જ છે. આ મહિનામાં પ્રેમનો એકરાર અને પ્રસ્તાવ આપવાના ઘણા દિવસ આવશે, જેમા તમે તમારી ભાવનાઓને તમારા પ્રેમ સુધી સહેલાઈથી પહોંચાડી શકશો. અહીં અમે રજૂ કરીએ છીએ પ્રેમ કરનારાઓ માટે પ્રેમનું ટાઈમ ટેબલ : 

7 ફેબ્રુઆરી - આ દિવસ રોજ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે તમે જુદા જુદા રંગોના ગુલાબોનો ઉપયોગ કરી શકો છો. જેમ કે પ્રેમ માટે લાલ અને મિત્રો માટે પીળુ ગુલાબ.

8 ફેબ્રુઆરી - પ્રપોઝ ડેના દિવસે પ્રેમી-પ્રેમીકા પોતાના ચાહકોને પ્રેમનો એકરાર કરે છે. જો તમે કોઈને તમારા દિલની વાત કહેવા માંગો છો તો આ દિવસે કહી નાખો પોતાની વાત, કારણ કે આ દિવસ તમારા માટે જ બન્યો છે.

9 ફેબ્રુઆરી - આ દિવસને ચોકલેટ ડે ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે તમે તમારા પ્રેમને ચોકલેત આપીને તમારા સંબંધોની મીઠાસથી ભરી શકો છો.

10 ફેબ્રુઆરી - ટેડી ડે, જેમાં ટેડી ટોયઝ આપવાના બહાનું પણ તમારા પ્રેમને વધુ મજબૂત કરી શકે છે.

11 ફેબ્રુઆરી - પ્રોમિસ ડે, સાચા પ્રેમી પ્રોમિસ ડે પર એક બીજાને પ્રેમ નિભાવવાનું પ્રોમિસ કરે છે.

12 ફેબ્રુઆરી - કિસ ડે. આ દિવસે સાચા પ્રેમી-પ્રેમિકા એકબીજાને કિસ કરીને પોતાનો પ્રેમ દર્શાવે છે

13 ફેબ્રુઆરી - હગ ડે, આ દિવસે તમે તમારા સાથીને આપો એક જાદૂની ઝપ્પી અને તેને અહેસાસ અપાવો કે તે તમારે માટે કેટલા વિશેષ છે.

14 ફેબ્રુઆરી - વેલેંટાઈન ડે, પ્રેમ કરનારાઓ માટે સૌથી મોટો દિવસે જેને વેલેંટાઈન ડેની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે તમે તમારા પ્રેમની સાથે સારો સમય વિતાવી શકો છો, તેને સુંદર ગિફ્ટ્સ આપી શકો છો.

15 ફેબ્રુઆરી - આ દિવસે સાચવીને રહો કારણ કે સ્લેપ ડે છે.

16 ફેબ્રુઆરી - આ દિવસ કિક ડે ના રૂપમાં મનાવાય છે. તમારા પ્રેમને વ્હાલથી કિક કરો અને પ્રેમમાં હળવી મજાક મસ્તીનો આનંદ લો.

17 ફેબ્રુઆરી - પરફ્યૂમ ડે, આ દિવસે ફૂલો અને પરફ્યુમ ભેટ કરીને પ્રેમની સુવાસનો આનંદ લો.

18 ફેબ્રુઆરી - ફ્લર્ટિંગ ડે તમારા પ્રેમી સાથે ફ્લર્ટ કરીને મજા લઈ શકો છો.

19 ફેબ્રુઆરી - કંફેશન ડે આ દિવસે તમે બધી ભૂલોને તમારા પ્રિય સામે કંફેસ કરો અને તે ભૂલો ફરી ન કરવાનું વચન આપો. આ સાથે જ તમારા સંબંધો વધુ મજબૂત થશે.

20 ફેબ્રુઆરી - મિસિંગ ડે, આ દિવસને એંજોય કરવા માટે તમારા પ્રિયથી દૂર રહો અને એક બીજાની સાથે વીતાવેલા સમયને યાદ કરો અને તમારા પ્રિયતમને પ્રેમ ભર્યો મિસિંગ યૂ નો સંદેશ મોકલો.

પ્રેમનું આ ટાઈમ ટેબલ યાદ કરી લો અને પ્રેમની પરીક્ષા માટે તૈયાર થઈ જાવ, ગુડ લક...