સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (17:26 IST)

ભચાઉ હાઈવે પર સળિયા ભરેલી ટ્રક પાછળ સ્કૂલવાન ઘૂસી, એક વિદ્યાર્થીનીનું મોત

ગુજરાતમાં સ્કૂલવાનના અકસ્માતો પ્રકાશમાં આવી રહ્યા છે. કચ્છના ભચાઉ નજીક ચોપડવા બ્રિજ પાસેથી પસાર થતી સળિયા ભરેલી ટ્રક પાછળ સ્કૂલવાન ઘૂસી ગયા બાદ પલટી મારી ગઈ હતી. વાનમાં સવાર એક વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક વિદ્યાર્થીની હાલત હજી પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
સ્કૂલવેનમાં સવાર કુલ 9 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીધામ હાઈવે પર ચોપડવા બ્રિજ નજીક આજે સવારે સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યાં હતાં. આ સમયે સ્કૂલવાનના ચાલકે ઓવરટેક કરતા જતા વાન આગળ જઈ રહેલા સળિયા ભરેલા ટ્રકમાં અથડાઈ હતી.ભચાઉ પોલીસે નોંધેલી ફરિયાદ પ્રમાણે અકસ્માતમાં સ્કૂલવેનમાં સવાર કુલ 9 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. 
 
સારવાર દરમિયાન એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં શાંતિ રબારી નામની વિદ્યાર્થિની અને સાહિન ફકીર નામના વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ગાંધીધામ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં શાંતિ રબારી નામની વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્કૂલવેનમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના 2 છાત્રો હતા જ્યારે 7 કન્યા વિદ્યાલયની છાત્રાઓ હતી.