Last Modified: બારામૂલા , સોમવાર, 6 ઑક્ટોબર 2008 (17:18 IST)
કાશ્મીરમાં પાક રાષ્ટ્રપતિનું પૂતળા દહન
કાશ્મીરના ઉગ્રવાદીઓને આતંકવાદી કહેવાના મામલે આ નિવેદનનો વિરોધ કરતાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીનું આજે કાશ્મીરના બારામુલામાં પૂતળા દહન કરાયું હતું.
અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, કરફ્યું હોવા છતાં અંદાજે સો જેટલા લોકોએ જરદારીના વિરોધમાં સુત્રોચ્ચાર કરી શહેરના રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ જરદારી તેમના નિવેદન મામલે માફી માંગે તેવી તેઓ માંગ કરી રહ્યા હતા. બાદમાં તેઓએ જરદારીના પૂતળાનું દહન કર્યું હતું.