ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By પારૂલ ચૌધરી|

ભારતીય સ્ત્રીઓ પણ ધૂમ્રપાનના રવાડે!

વિશ્વમાં સ્મોકિંગ કરતી મહિલામાં ભારત ત્રીજા સ્થાને...

P.R
વિશ્વની અંદર જો સભ્ય અને સંસ્કૃતિ વિશે વાત કરવામાં આવે તો ભારતનું નામ અવશ્ય હોઠોં પર આવે છે. ભારતની મહાન સંસ્કૃતિ અને તેનો ઈતિહાસ એટલો બધો ભવ્ય છે કે, તેના વિશે કંઈ પણ બોલતાં પહેલા થોડોક વિચાર કરવો પડે છે. જ્યાં સદીઓથી દેવતાઓની સાથે સાથે સ્ત્રીઓની પણ પૂજા થતી આવી છે. જ્યાં સાવિત્રી, સીતા જેવી સતીઓ થઈ ગઈ તો બીજી તરફ રાણી લક્ષ્મીબાઈ જેવી નિડર અને મહાન યોદ્ધાઓ પણ જન્મ લઈ ચૂકી છે.

પરંતુ બદલાતા સમયની સાથોસાથ સ્ત્રીઓનું ઘરેણું ગણાતુ તેનું 'ચરિત્ર' અને 'લાજ-લજ્જા' પણ જાણે હવે ધીરે ધીરે ગુમ થઈ લાગી છે. આધુનિકતાના રંગમાં પૂરી રીતે રંગાયેલી સ્ત્રીઓ જે ક્યારેક પડદા પાછળ રહેતી હતી તે આજે જાહેરમાં અર્ધનગ્ન વસ્ત્રો પહેરીને આરામથી પુરૂષોની વચ્ચે ફરતી નજરે ચડે છે. પુરૂષોની સમોવડી બનવાની લ્હાયમાં તેણે તે તમામ આદતો પણ અપનાવી લીધી છે જેના આદિ પુરૂષો છે.

આજે વર્તમાન પત્રના પન્ના ઉથલાવતી વેળાએ મારી નજર એક સર્વેક્ષણ પર પડી. જેનું મથાળું વાચીને તો બે મિનિટ માટે તો વિશ્વાસ પણ ન આવ્યો. તેમા મોટા અક્ષરે લખ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ધૂમ્રપાન કરતી મહિલાઓની યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. આ લેખને આગળ વાંચતાં મે જાણ્યું કે, તાજેતરમાં દુનિયાના 20 દેશોમાં એ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ધુમપ્રાન કરતી મહિલાઓની સંખ્યા કેટલી ?

લેખમાં અભ્યાસ દરમિયાન બહાર પડેલા આંકડાઓ પણ દર્શાવામાં આવ્યાં હતાં જેમાં યુસેસમાં 2.3 કરોડ મહિલાઓ ચીનમાં 1.3 કરોડ મહિલાઓ ઘુમ્રપાનની આદતી હોવાનું લખ્યું હતું. આ યાદીમાં આપણો દેશ ભારત પણ અચૂક પણે શામેલ હતો. વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ ચીન બાદ બીજું સ્થાન ધરાવનારો આપણો દેશ આ યાદીમાં માત્ર એક ડગલું જ પાછળ ખસ્યો. એટલે કે તેણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. પડોશી દેશ પાકિસ્તાનનો પણ ઉલ્લેખ અહીં કરવામાં આવેલો જ્યાં આશરે 30 લાખ જેટલી મહિલાઓ પોતાનો મોટાભાગનો સમય ધૂમાડા ફૂંકવામાં પસાર કરે છે.

અમેરિકાની કેંસર સોસાયટી અને વર્લ્ડ લંગ ફાઉંડેશન દ્વારા કરાયેલા આ સર્વેક્ષણમાં એવું તારણ બહાર આવ્યું હતું કે,ભારત દેશની અંદર ધૂમ્રપાન કરનારી મહિલાનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જાય છે. એક તરફ આંકડો વધી રહ્યો છે તો બીજી બાજુ તેઓનું આયુષ્ય ઘટી રહ્યું છે.

સર્વેક્ષણ દર્શાવેલું કે, ભારત દેશમાં ઘ્રુમપાન કરનારી મહિલાઓ અન્ય મહિલાઓની તુલનાએ 8 વર્ષ પહેલા મૃત્યુ પામે છે. સાચે જ આ વિચારવા જેવો વિષય છે. કારણ કે, દેશમાં એક તરફ ભ્રુણ હત્યાના કેસો (ખાસ કરીને દિકરીઓ) નો ગ્રાફ વધતો જાય છે અને બીજી બાજું મહિલાઓ આ ગંભીર બીમારીમાં સપડાઈને તેમના નિયત સમય પૂર્વે મરી રહી છે જો આવું જ ચાલતું રહ્યું તો એ સમય દૂર નથી જ્યારે આ પૃથ્વી માત્ર અને માત્ર પુરૂષોથી જ ભરેલી જોવા મળશે.

ઘ્રુમપાને વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસર પહોંચાડી છે દરરોજ આખા વિશ્વની અંદર લગભગ 250 મિલિયન મહિલાઓ ઘ્રૂમપાનની આદિ છે જેમાં 22 ટકા મહિલાઓ સમૃદ્ધ દેશોની તથા 9 ટકા મહિલાઓ મધ્યમ અને નીચલા વર્ગના દેશોમાંથી આવે છે.

IFM
આજની આ ઝાકમઝાળ ભરેલી જીંદગી દુનિયાની સાથે તાલમેળ મેળવવાની લાલચમાં પુરૂષોની સાથે સાથે સ્ત્રીઓમા પણ ટેંશન અને તેને લીધે થતી કેટલીયે બિમારીઓએ ઘર કરી લીધું છે. ઘણી મહિલાઓ આ ટેંશનને દૂર કરવા માટે ધ્યાન અને યોગ જેવા સારા રસ્તાઓ શોધવાના બદલે ખોટા માર્ગે વળી જાય છે. તેઓ પણ પુરૂષોની જેમ સીગારેટ અને દારૂનું સેવન કરવા લાગી ગઈ છે.

તેઓ જાણતી નથી કે, સતત ધૂમ્રપાન કરવાના કારણે તેમની પ્રજનન ક્ષમતા પર પણ ખરાબ અસર પહોંચી શકે છે. સગર્ભા મહિલાઓ જો ઘુમ્રપાનની આદતી હોય તો તેના આવનારા બાળકના ફેફસાં પર ખરાબ અસર પડે છે, ક્યારેક ક્યારેક સમય પૂર્વે બાળકનો જન્મ થવાની અથવા ગર્ભપાત થઈ જવાની શક્યતાઓ વધી જાય છે. જો તેઓને પોતાનું ટેંશન દૂર કરવું જ હોય તો તે ભારતની સૌથી અને સારી પદ્ધતિ- 'યોગ અને પ્રાણાયામને કેમ અપનાવતી નથી ? .

સર્વેક્ષણ અનુસાર સ્મોકિંગના કારણે દર વર્ષે આશરે 6 લાખ જેટલા લોકો મૃત્યુની આગમાં ભોકાઈ જાય છે જે વિશ્વમાં કેન્સરથી મરનારા લોકોની સંખ્યાનો ત્રીજો ભાગ છે. અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, માત્ર એકલા ઘૂમ્રપ્રાનના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આશરે $500 બિલિયન જેવી જંગી રકમ ખર્ચાઈ જાય છે.

આજકાલ ઘણી મહિલાઓ તો હાઈ પ્રોફેશનલ સમાજની હોવાનો દેખાડો કરતાં એકબીજાની દેખાદેખીમાં પણ આવા બધા શોખ રાખતી હોય છે. સીગારેટ પીવી અને દારૂ પીવો તેમના મતે કોઈ ખોટી વાત નથી ઉલ્ટાનું આવું કરવામાં તેમને ગર્વ અનુભવાય છે. તંબાકુ બનાવનારી કંપનીઓ પણ મહિલાઓની આ નબળાઈને ધ્યાનમાં રાખીને આજકાલ જાહેરાતોમાં કૈફી દ્વવ્યોના વેચાણ માટે પુરૂષોને બદલે સ્ત્રીઓનો ઉપયોગ કરવા લાગી છે. જેને જોઈને મહિલાઓ પ્રલોભાય છે. ધીરે ધીરે તંબાકુ નામનો આ રાક્ષસ તેમને નીચવતો જાય છે અને અંતે જ્યારે તેઓને પોતાની ભૂલ સમજાય છે ત્યારે ઘણું જ મોડું થઈ ચૂક્યું હોય છે. માટે પાણી પહેલા પાળ બાંધી લો અને ઘ્રૂમપાનને છોડી દો.. પ્લીસ નો સ્મોકિંગ !