ભારતમાં પાકિસ્તાની ફિલ્મ - ખુદા કે લીએ

ભારતમાં પાકિસ્તાનની ફિલ્મ ખુદા કે લીએનું પ્રિમિમર યોજાયું

IFM
નિર્દેશક : શોએબ મંસૂર
સંગીત : રોહેલ હયાત
કલાકાર : શાન, નસીરુદ્દીન શાહ, ઈમાન અલી, હમીદ શેખ
ભાષા : ઉર્દૂ
સમય : 2 કલાક 47 મિનિટ

ચાર એપ્રિલે ભારતામં પાકિસ્તાની ફિલ્મ 'ખુદા કે લિએ' રજૂ થવા જઈ રહી છે. સામાન્ય ભારતીય કે પાકિસ્તાની ફિલ્મની જેમ આ ફિલ્મમાં ડાંસ, ગીત કે રોમાંસ નથી, પણ આ ફિલ્મમાં થોડાક ગંભીર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. 9/11 પછી પાકિસ્તાની અને મુસલમાનની સ્થિતિ કેટલી મુશ્કેલીભરી થઈ ગઈ છે, તે આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવ્યુ છે.
PTIPTI

સાથે સાથે આ ફિલ્મમાં કટ્ટરવાદી અને આધુનિક વિચારધારાના મુસલમાનોની વચ્ચેની ટક્કર રજૂ કરવામાં આવી છે. ભણેલા-ગણેલા અને આધુનિક મુસલમાનો ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલ પરિસ્થિતિઓમાં ફસાયેલા છે. તેઓ પાશ્ચાત્ય જીવનશૈલીને વધુ પસંદ કરે છે, તેથી કટ્ટરવાદી લોકો તેમનાથી ચિડાય છે અને મુસલમાન હોવાને કારણે પશ્ચિમના લોકો તેમને હંમેશા શંકાની દ્રષ્ટિએ જુએ છે.

IFM


આ ફિલ્મ દ્વારા એ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે યુવા મુસલમાનોના મગજમાં ઉભા થાય છે. આ ફિલ્મમાં ભારતીય કલાકાર નસીરુદ્દીન શાહે પણ કામ કર્યુ છે.

વેબ દુનિયા|
આ ફિલ્મ પાકિસ્તાન, બ્રિટન, અને અમેરિકામાં 2007માં રજૂ થઈ હતી. આ ફિલ્મને પ્રશંસાની સાથે સાથે ઘણા પુરસ્કારો પણ મળ્યા છે.


આ પણ વાંચો :