રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (11:50 IST)

Chhapaak Movie Review: ઈમોશન્સથી ભરપૂર અને પાવરફુલ છે દીપિકા પાદુકોણ અને વિક્રાંત મૈસીની છપાક

છપાક - મૂવી રિવ્યુ
કલાકાર - દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી  
નિર્દેશક - મેઘના ગુલઝાર 
મુવી ટાઈપ - ડ્રામા 
રેટિંગ્સ - 3.5 સ્ટાર્સ 
કોઈ ચેહરા મિટા કે 
ઔર આંખ સે હટા કે,
ચંદ છીટે ઉડા કે જો ગયા
છપાક સે પહેચાન લે ગયા
 
શંકર એહસાન લૉયની આ ધુનો અને ગુલઝારના લખાયેલા આ શબ્દો સાથે ફિલ્મ છપાક જે ભભકવી શરૂ થાય છે તો અંત સુધી તેની તપીશ કાયમ રહે છે. અમારી મુલાકાત થાય છે માલતી સાથે. જેના ચેહરા પર કોઈ મવાલીએ એસિડ ફેકાવ્યુ હતુ. દઝાયેલા ચેહરા અને બુલંદ હોંસલો ઘરાવનારી માલતી 2020ની બોલીવુડ અભિનેત્રીના રૂપમાં આપણા સૌની સામે રૂબરુ છે. જે આંખમાં આંખ નાખીને કહી રહી છે કે તેમણે મારો ચેહરો બદલ્યો છે ઈરાદો નહી..' માલતીની આ દુનિયામાં જે ભયાનક હોવા છતા પણ ખૂબસૂરત છે. 
19 વર્ષની માલતી (દીપિકા પાદુકોણ) એક ગર્લ્સ શાળામાં અભ્યાસ કરે છે. તેની શાળા પાસે જ એક બૉયઝ શાળા છે. જેમા ભણનારી રાજેશ (અંકિત વિષ્ટ)ને તે પ્રેમ કરે છે.  તેની લવ સ્ટોરીને ત્યારે ગ્રહણ લાગે છે જ્યારે બશીર ખાન નામનો એક પરિચિત દરજીનુ દિલ માલતી પર આવી જાય છે.  તે તેના ફોન પર રોમાંટિક મેસેજ મોકલવા માંડે છે.  જેને માલતી ચૂપચાપ નજરઅંદાજ કરતી રહે છે.  એક દિવસ તે માલતી અને રાજેશને સાથે ફરતા જોઈ લે છે.  તો ઈર્ષાથી લાલચોળ થઈ જાય છે. અને પછી એક દિવસ તે પોતાના પરિવારને એકે મહિલાને એસિડની બોટલ પકડાવીને માલતીના ચેહરા પર એસિડ ફેંકાવી જ દે છે.  માલતીની જીંદગી બદલાય જાય છે.  સર્જરી પછી પોતાન નવો ચેહરો જોઈને તે પોતે જ ગભરાય જાય છે.   મેકઅપ કરવાનો તમામ સામાન તે એક પેટીમાં ભરીને બાજુ પર મુકી દે છે. આવામાં તેની વકીલ (મધુરજીત સરઘી) તેની ગુમાવેલી હિમંતને ફરીથી જગાડે છે. તેને યાદ અપાવે છે કે તેના પર એસિડ ફેંકનારો તેની હિમંત જ તોડવા માંગતો હતો. વાત માલતીને સમજાય જાય છે. અને તે નક્કી કરે છેકે એ આરોપીની આ ઈચ્છા એ ક્યારેય પુરી નહી થવા દે. આ દરમિયાન તેની મુલાકાત અમોલ દ્વિવેદી (વિક્રાંત મૈસી)સાથે થાય છે જે એસિડ એટેક સર્વાઈવર્સ માટે એક એનજીઓ ચલાવે છે. માલતી અમોલની સંસ્થા સાથે જોડાય જાય છે.  તે એસિડનુ વેચાણ રોકવા માટે કોર્ટમાં એક પીઆઈએલ પણ દાખલ કરે છે.  આગળની સ્ટોરી અને માલતીના સંઘર્ષ વિશે જાણવા માટે તમારી ફિલ્મ જોવી જ ઠીક રહેશે. 
 
અભિયનયા મામલે દીપિકા પાદુકોણએ બેજોડ કામ કર્યુ છે. એક એસિડ પીડિતાના એસિડ સર્વાઈવર બનવાની યાત્રા દરમિયાન મનોસ્થિતિમા6 જે પ્રકારનો ફેરફાર આવે છે તેને તેણે જોરદાર રીતે અભિવ્યક્ત કર્યુ છે. ડર, ગુસ્સો અને ગ્લાનિ અને ભાવોની જીવવાની ઈચ્છા, ખુશી અને આત્મવિશ્વાસમાં બદલાય જવુ એક જુદી જ અસર ઉભી કરે છે. વિક્રાંત મૈસી એક ગંભીર, જીદ્દી એનજીઓ માલિકના પાત્રમાં સારો લાગે છે. જો કે તેના રોલની લંબાઈ થોડી વધુ મોટી હોત તો સારુ રહેતુ.  મધુરજેત સરઘી વકીલના રૂપમાં ખૂબ જ સહજ લાગે છે.  દીપિકા અને વિક્રાંતની કેમિસ્ટ્રી શાનદાર લાગી રહી છે.  મલય પ્રકાશની સિનેમેટોગ્રાફી અદ્દભૂત છે. કેટલાક દ્રશ્યોનુ ફિલ્માંકન ગજબનુ છે. જેવી કે ટ્રેનમાં એસિડ સર્વાઈવર્સના દુપટ્ટા લહેરાવનારુ દ્રશ્ય્ ફિલ્મનુ ક્લેવર આમ તો સિનેમાઈ છે પણ તેમા થોડો ઘણો ડોક્યુમેટ્રીવાળો અંદાજ પણ છે.  મસાલા મનોરંજન શોધી રહેલા લોકો માટે આ ફિલ્મ બિલકુલ નથી.  ફિલ્મમાં એક કમી એ જોવા મળે છે કે આ એસિડ સર્વાઈવર્સની દુનિયામાં થોડી વધુ ઊડાણમાં ઉતરી શકતી હતી.