રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. નાનકવાણી
Written By વેબ દુનિયા|

નાનક ઉચ્ચ-નીચ ન કોઇ

W.DW.D

શ્રી ગુરુનાનકદેવજીનું આગમન એવા યુગમાં થયું કે જે આ દેશના ઇતિહાસમાં સૌથી અંધારીયો યુગ હતો. તેઓનો જન્મ 1469 માં લાહોર્થી 30 મીલ દૂર દક્ષીણ-પશ્ચીમમાં તલવડી રાયભોય નામના સ્થાને થયો હતો જે અત્યારે પાકિસ્તાનમાં છે. પાછળથી ગુરુજીના સન્માનમાં આ સ્થળનું નામ નનકાના સાહીબ રાખવામાં આવ્યું.

ઉત્તર ભારત માટે આ સમય કુશાસન અને અફડ-તફડીનો હતો. સામાજીક જીવનમાં ભારે ભ્રષ્ટાચાર હતો અને ધાર્મિક ક્ષેત્રે દ્વેષ અને ખેચતાણનો સમય હતો. ફક્ત હિન્દુ અને મુસલમાનો વચ્ચે જ નહિ પણ બંન્ને મોટા ધર્મોના અલગ અલગ સંપ્રદાયો વચ્ચે પણ હતો.

વધારે ઉદાર માનવતાવાદી અને મેલ ઉત્પન્ન કરનાર દ્રષ્ટીકોણ અને મનુષ્ય માત્ર પ્રત્યે સહાનુભૂતિ જે પ્રાચીન કાળથી ભારતની વિશેષતા રહેલી હતી તે ક્યાય પણ ધર્મના આચરણમાં કે ઉપદેશમાં જોવા મળતી નહોતી.

તે સમયે સમાજની હાલત ખુબ જ ખરાબ હતી. બ્રામણવાદે પોતાનો એકાધિકાર બનાવી રાખ્યો હતો. તેનું પરિણામ એ હતું કે જેઓ બ્રામણ નહોતા તેઓને શાસ્ત્રોના અધ્યાપનથી નિરાશ કરવામાં આવતા હતાં. અને નીચી જાતીના લોકોને તો તેનું વાંચન કરવાની પણ મનાઇ હતી. આ ઉંચ-નીચની ગુરુનાનક્દેવજી પર ખુબ જ ઉંડી અસર પડી હતી. તેઓ કહેતા હતા કે ઇશ્વરની નજરમાં બધા સમાન છે.

ઉંચ-નીંચનો વિરોધ કરતાં ગુરુનાનક્દેવજી પોતાની મુખવાણી 'જપૂજી સાહીબ' મુજબ 'નાનક ઉત્તમ-નીચ ન કોઇ' જેનો ભાવાર્થ છે કે ઇશ્વરની નજરમાં નાનું મોટુ કોઇ નથી છતા પણ જો કોઇ વ્યક્તિ પોતાને ભગવાનની આગળ નાનો માને તો પ્રભુ તે વ્યકતિની હંમેશા સાથે છે. આ ત્યારે જ થઇ શકે છે જ્યારે માણસ ઇશ્વરના નામ દ્વારા પોતાનો અહંકાર દૂર કરી દે છે. ત્ય આરે માણસ ઇશ્વરની નજરમાં સૌથી મોટો હોય છે અને તેને સમાન કોઇ હોતુ નથી. ગુરુનાનક્દેવજી પોતાની વાણી સીરી-રાગમાં કહે છે કે-

नीचा अंदर नीच जात, नीची हूँ अति नीच ।
नानक तिन के संगी साथ, वडियाँ सिऊ कियां रीस ॥

સમાજમાં સમાનતાનો નારો આપવા માટે તેઓએ કહ્યું કે ઇશ્વર આપણા પિતા છે અને આપણે બધા તેમના બાળકો છીએ અને પિતાની નજરમાં નાનું મોટુ કોઇ નથી હોતું. તે જ અમને જન્મ આપે છે અને પેટ ભરવા માટે ખાવાનું મોકલે છે. ગુરુજી કહે છે કે - 'સભનાજીઆકા ઇકદાતા' અને વધુ આ પ્રમાણે પણ કહ્યુ છે કે-

नानक जंत उपाइके,संभालै सभनाह ।
जिन करते करना कीआ,चिंताभिकरणी ताहर ॥

જ્યારે આપણે એક પિતા એકના જ સંતાનો બની જઇએ છીએ ત્યારે પિતાની નજરમાં જાતપાતનો સવાલ જ પેદા નથી થતો.

ગુરુ સાહેબ જાતપાતનો વિરોધ કરે છે. તેઓએ સમાજને જણાવ્યું કે માનવ જાતિ તો એક જ છે તો પછી આ જાતિના કારણે ઉંચ-નીચ કેમ? ગુરુનાનક્દેવજીએ કહ્યું કે મનુષ્યની જાતિ ન પુછો, જ્યારે માણસ ભગવાન પાસે જાય છે ત્યારે તેની જાતિ પુછવામાં નહી આવે. ફક્ત કર્મોને જ જોવામાં આવશે.

आगे जात न जोर है, अगैर जीओ
निवेल जनकी लेखे पति पवे चंगै सेई केया।

તત્કાલીન સામાજીક કુપ્રભાવોનો વિરોધ ગુરુજીએ સશક્ત રૂપથી કર્યો છે. હિંદુઓ અને મુસલમાનોને પોતાની વાણી દ્વારા તેઓએ ખોટા કર્મકાંડનો ત્યાગ કરવા માટે પ્રેરીત કર્યા હતાં. હિન્દુઓ દ્વારા મૂર્તિ પૂજાને પણ તેઓએ વ્યર્થ જણાવી હતી અને એક જ ઇશ્ચરની પૂજા માટે કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે-

'पत्थरु ले पूजहि मुगध गवार
उह जो आप डूबे, तुम कहा तारणहार'

ગુરુનાનકદેવજીએ હિન્દુઓ દ્વારા આરતી ઉતારવાની પણ આલોચના કરી હતી. તેઓનું કહેવું હતું તે પરેશ્વર તો એટલા મોટા છે કે તેની આરતી તો તેના દ્વારા રચેલ કુદરત જ કરી શકે છે અને કુદરત પોતાની આકાશ રૂપી થાળીમાં તારાઓને મોતી બનાવીને ઇશ્વરની આરતી દ્વારા આરાધના કરી રહી સ છે.

गगन मैं थालु, रवि चन्दु दीपक बने,
तारिका मंडल जनक मोती...।

આ પ્રકારે ગુરુ નાનકે પિતૃ પૂજા, તંત્ર-મંત્ર અને છુત અછુતની પણ આલોચના કરી હતી. ગુરુજીને જ્યારે પંડીત જનોઇ પહેરાવવાનો રિવાજ નિભાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેઓએ તેને પહેરવાની ના પાડી દીધી હતી અને કહ્યુ હતું કે મને એવી જનોઇ પહેરાવો કે કે જે દયા, સંતોષ વગેરે દ્વારા બનાવવામાં આવી હોય.

दइया कपाह संतोखु सूतु जतु गंढी सतु वटु
एहु जनेऊजी अकाहईत पांडे धनु।

આ પ્રકારે ઇસ્લામ ધર્મના અનુયાયી પણ પયગંબર દ્વારા બનાવવામાં આવેલ નિયમિ પર ચાલતા નહોતા અને થોથી રસમ રિવાજોને કારણે તેઓ લકીરના ફકીર બની ગયા હતાં. પવિત્ર કુરાન અને માણસાઇના નિયમોથી પર અને શરીયતની અવગણના કરી રહ્યાં હતાં.

તે સમયે મુલ્લાઓ પણ શાસકોને ખોટા કામોથી રોકવાની જગ્યાએ તેઓની હા ની અંદર હા કરી રહ્યાં હતાં.

ગુરુજીએ અસલી મુસલમાનની ઓળખાણ માટે પોતાની વાણીમાં કહ્યું હતું કે-

मिहर मसित, सिदक कर मुसला
हकु हलाल कुरान
सरस सुनति, सील रोजा,
उहो मुसलमान।

વધું આ પ્રકારે પણ કહ્યું હતું કે-

रब की रजाई मने सिर उपर,
करता मने आप गवावे
तऊ नानक सरब जीआ मिहर
मत होई त मुसलमाणा कहावै

સૂફી મત દ્વારા જણાવવામાં આવેલ સન્યાસ માર્ગનો શ્રી ગુરુ નાનકે વિરોધ કર્યો જતો. ગુરુજી જ્યારે શેખ બ્રહ્મને મળ્યા ત્યારે તેઓએ ગુરુજીનું શરીર જોઇને કહ્યું કે તંદુરસ્ત શરીરના મોહમાં આવીને મનુષ્ય ઇશ્વરને ભૂલી જાય છે પરંતુ ગુરુજીએ જવાબ આપ્યો હતો કે મનુષ્યએ તંદુરસ્ત રહીને માણસ જાતની સેવા કરવી જોઇએ અને તંદુરસ્ત શરીર જ સારા મનને જન્મ આપે છે જેના દ્વારા ઇશ્વરને વારંવાર યાદ કરી શકાય છે.

માણસ જાતની સેવા તે જ પ્રભુની નજરમાં સાચી સેવા છે અને તેઓને જ તેના દ્વારે શરણ મળશે.