ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શનિ જયંતિ
Written By
Last Modified: ગુરુવાર, 21 મે 2020 (20:45 IST)

Shani jayanti - શનિ જયંતી પર 4 ગ્રહોનો સંયોગ, રાશિ મુજબ સુખ સમૃદ્ધિ માટે કરો ઉપાય

પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન સૂર્યદેવના પુત્ર શનિદેવનો જન્મ જેઠ મહિનાની અમાસના દિવસે થયો હતો અને આ વખતે આ તિથિ 22 મે ના રોજ  છે.  પૌરાણિક કથા અનુસાર આ દિવસે સૂર્યના પુત્ર શનિ મહારાજનો જન્મ થયો હતો. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ અમાસની તિથિના દિવસે શનિદેવની પૂજા અને શનિ શાંતિનો ઉપાય કરનારને શનિની દશામાં વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. આ વર્ષે શનિ જયંતીના દિવસે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. જેનો પ્રભાવ દેશ, દુનિયા અને તમામ રાશિઓ પર થઈ રહ્યો છે. શનિ મહારાજને શાંત કરવાની આ ઉત્તમ તક છે. જેનાથી આવનારા સમયમાં શનિના પ્રકોપથી બચાવ થશે.
 
મેષ -  શનિ જયંતિના અવસર પર તમારે માટે ભગવાન શિવની પૂજા કરવી ઉત્તમ રહેશે. શનિદેવ શિવજીને પોતાના ગુરૂ માને છે. તમે ચાહો તો આ દિવસે રૂદ્રાભિષેક કરાવો. 
 
વૃષભ -સ્નાન કર્યા પછી શનિદેવના પિતા સૂર્ય દેવને અર્ધ્ય આપો. અને ત્યારબાદ શનિદેવનું ધ્યાન કરો. ત્યારબાદ તમે આસન લગાવીને ઘરના મંદિરમાં બેસો અને 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. જાપ પૂર્ણ થયા પછી શનિદેવ નિમિત્ત કાળી વસ્તુઓનુ  દાન કરો.
 
 
મિથુન - શનિ જયંતિ પરની તમારી રાશિ માટે, શનિદેવનો  મહારાજ દશરથકૃતનો નીલ શનિ સ્તોત્રનો પાઠ કરવો ઉત્તમ ફળદાયી રહેશે.  આ દિવસે તમે ખાવામાં  કાળી રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે ..
 
કર્ક - કર્ક રાશિના જાતક શનિ જયંતિના દિવસે લોખંડના વાટકામાં સરસવનું તેલ લો અને તેમાં તમારો ચહેરો જોયા પછી એક છાયા દાન કરો. જો તમે ઇચ્છતા હોવ તો કોઈ ગરીને થોડા પૈસા પણ દાન કરી શકો છો.
 
 
સિંહ - તમારી રાશિના લોકોએ  શનિ જયંતિના દિવસે કાળા તલ અથવા આખું અડદનું  દાન કરવુ. સૂર્ય તમારી રાશિનો સ્વામી છે જેને શનિદેવનો પિતા પણ માનવામાં આવે છે. તમારી રાશિના જાતકો માટે કાળો અડદ ખાવાનું પણ ફાયદાકારક હોય છે. 
 
કન્યા - તમારી રાશિના જાતકો માટે શનિદેવના ઉપાયના રૂપમાં શનિદેવના બીજ મંત્ર ૐ પ્રાં પ્રીં પ્રૌં સ : નો નિયમિત જાપ કરો, આવુ  કરવાથી, તમારા પર શનિની દશાની અસર પણ ઓછી થાય છે ..
 
 
તુલા -  તુલા રાશિના લોકોના ઉપાય તરીકે તમારે શમીના ઝાડને નિયમિત રૂપે  પાણી આપીને પૂજા કરવી જોઈએ. સાંજના સમયે  સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
 
વૃશ્ચિક - તમારી રાશિના લોકોએ  શનિના ઉપાય તરીકે, શનિ જયંતિ સિવાય દર શનિવારે પણ ગરીબ અથવા લાચાર વ્યક્તિઓની શક્ય તેટલી મદદ કરવી જોઈએ. જો તમે ઇચ્છતા હોવ તો, કોઈ પણ જરૂરીયાતમંદને કાળા કપડાં અને કાળા જૂતા ચંપલ દાન કરી શકો છો. 
 
ધનુ - ધનુરાશિના જાતક શનિ જયંતિના દિવસે કીડીઓના દર આગળ  ખાંડ અને ઘઉંનો લોટ મૂકો. તેનાથી તમને શુભ પરિણામ મળશે અને શનિની ગ્રહદશાનો પ્રભાવ પણ ઓછો થશે.
 
મકર - આ વર્ષે શનિ જયંતિ પર, શનિદેવ તમારી રાશિ મકરમાં વિરાજમાન છે અને ઉલ્ટી ચાલ ચાલી રહ્યા છે. તમારી રાશિના જાતકોએ શનિ જયંતિ પર  મહારાજ દશરથકૃત નીલ શનિ સ્તોત્રનો પાઠ જરૂર કરો. 
 
કુંભ - તમારી રાશિ પર આ સમયે શનિની સાઢે સાતી ચાલી રહી છે. શનિ નક્ષત્રમાં અને શનિના હોરામાં તમે શ્રેષ્ઠ ગુણવત્તાનો નીલમ રત્ન પહેરી શકો છો. તેનાથી તમારા પર સાઢા સાતીનો પ્રભાવ થોડો ઓછો થશે. અને શનિદેવ તેમનો ક્રોધ બતાવશે નહીં.
 
મીન - શનિ જયંતિ પર, સવારના સ્નાન પહેલાં તમે આખા શરીરની સરસવના તેલથી માલિશ કરો પછી સ્નાન કર્યા પછી, શનિદેવનું ધ્યાન કરો અને તમારાથી નાના લોકો સાથે સારી રીતે વ્યવ્હાર કરો અને કોઈપણ ધાર્મિક સ્થળના મુખ્ય દ્વારની સફાઈ કરો.