શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (12:50 IST)

જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ PNB પાસેથી લોન લઈને ખરીદી હતી કાર, મોત પછી પત્નીએ ચુકાવી હતી રકમ

હીરા વેપારી નીરવ મોદી પંજાબ નેશનલ બેંકના 11 હજાર 400 કરોડ રૂપિયાનો કર્જ  ચુકવ્યા વગર વિદેશ ભાગી ગયા છે.  લોન ચુકવવાને બદલે નીરવ મોદીએ ત્યાથી પત્ર લખીને કહ્યુ છે કે તેઓ લોનનો એક પણ પૈસો નહી ચુકવે. આવા સમયે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનો પંજાબ નેશનલ બેંક પાસેથી લોન લેવાનો એક કિસ્સો ચર્ચામાં છે.  લાલ બહાદુર શાસ્ત્રીએ કાર ખરીદવા માટે પંજાબ નેશનલ બેંક (પીએનબી) પાસેથી પાંચ હજાર રૂપિયાની લોન લીધી હતી. લોનની રકમ બેંકને ચુકવતા પહેલા જ તેમનુ આકસ્મિક મોત થઈ ગયુ હતુ.  પ્રેરણાની વાત એ છે કે પૂર્વ પીએમ શાસ્ત્રીના મોત પછી તેમની પત્નીએ પોતાની પેંશન દ્વારા લોનની રકમ બેંકને ચુકવી હતી. બીજી બાજુ નીરવ મોદી જેવા મોટા વેપારી લોનની રકમ ચુકવવાને બદલે વિદેશ ભાગી ગયો છે. 
 
કાર માટે પૂર્વ પીએમ પાસે ઓછા પડી રહ્યા હતા 5 હજાર 
 
એવુ કહેવાય રહ્યુ છે કે પ્રધાનમંત્રી બન્યા પછી પણ લાલબહાદુર શાસ્ત્રી પાસે પોતાની પર્સનલ કાર નહોતી. જ્યારે તેમના બાળકોએ કહ્યુ કે હવે તમે દેશના પ્રધાનમંત્રી છો તો તમારી પાસે પોતાની કાર હોવી જોઈએ. એ સમયે એક નવી ફિયાટ કારની કિમંત 12,000 રૂપિયા હતા અને શાસ્ત્રીજી પાસે માત્ર 7,000 રૂપિયા હતા. પરિવારના લોકોની જીદ્દ પૂરી કરવા માટે શાસ્ત્રીએ પંજાબ નેશનલ બેંક (PNB)પાસેથી 5000 રૂપિયા લોન લઈને કાર ખરીદી હતી.  લાલ બહાદુર શાસ્ત્રીની આ કાર હાલ દિલ્હીના લાલ બહાદુર મેમોરિયલમાં મુકવામાં આવી છે. 

શાસ્ત્રીજીની લોન માફ કરવા તૈયાર હતુ બેંક 
 
લાલ બહાદુર શાસ્ત્રીન અમોત પછી કેન્દ્રમાં ઈન્દિરા ગાંધી દેશની પ્રધાનમંત્રી બની હતી. ત્યારબાદ પીએનબી શાસ્ત્રીજીની લોન માફ કરવા તૈયાર હતુ.  પણ તેમની પત્ની લલિતાએ ના પાડી દીધી હતી. ત્યારબાદ શાસ્ત્રીજીની પત્ની લલિતાએ પોતાની પેંશનમાંથી પૈસા બચાવીને લોનની રકમ બેંકને ચુકવી  હતી. બીજી બાજુ નીરવ મોદીની હરકતને કારણે પીએનબીની પણ બદનામી થઈ રહી છે.