6 કરોડના દાગીના ખરીદવા બદલ મનુ સિંધવીની પત્નીને નોટિસ
નીરવ મોદીના સ્વામિત્વવાળા એક શોરૂમમાંથી છ કરોડ રૂપિયાના દાગીના ખરીદવા મામલે ઈંકમટેક્ષ વિભાગે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીની પત્ની અનીતા સિંધવીને નોટિસ મોકલીને ખરીદીની પુરી વિગત માંગી છે.
આ દરમિયાન સિંઘવીએ પરિવાર વિરુદ્ધ લગાવેલા આરોપોનુ ખંડન કરતા આવકવેરા વિભાગની આ કાર્યવાહીને પરેશાન કરનારી કહી છે. કારણ કે તેમનો સંબંધ વિપક્ષી દળ સાથે છે. સૂત્રોએ જણાવ્યુ કે અનીતા સિંધવીને આ નોટિસ આજે મોકલવામાં આવી છે. નોટિસમાં અનીતાને પૂછવામાં આવ્યુ કે કેટલાક વર્ષ પહેલા આ ખરીદીમાં કેટલી રકમ તેમણે રોકડ આપી હતી અને કેટલી રકમ ચેકથી આપી હતી.
આવકવેરા વિભાગને આ વાતનો અંદાજ છે કે આ માટે અનીતાએ દોઢ કરોડ રૂપિયા ચેકથી આપ્યા હતા અને 4 કરોડ 80 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. આવકવેરા વિભાગે આ ટ્રાંજેક્શન અને ધનના સ્ત્રોત વિશે જાણ કરવા માંગે છે જે નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસી વિરુદ્ધ રજુ કરી તાપસનો એક ભાગ છે.
સિંધવીએ ટ્વીટરના માધ્યમથી તેમના વિરુદ્ધ લગાવેલ બધા આરોપોથી ઈંકાર કરતા કહ્યુ છે કે તે ખોટુ છે અને કાયદા મુજબ તે આવકવેરા વિભાગના નોટિસનો જવાબ આપશે. કોંગ્રેસ નેતાએ લખ્યુ છે કે કોઈની કંપ્યૂટર એંટ્રીના આધાર પર મારી પત્ની વિરુદ્ધ ખોટા ઢંગથી રોકડ આભૂષણ ખરીદવાનો આરોપ લગાવ્યો છે. એક કરોડ 56 લાખ રૂપિયાની રકમ ચેકથી આપવામાં આવી છે અને રસીદ સાથે દેશના સૌથી મોટા ટેક્સ પેયરની સાથે કરારબદ્ધ છે.