શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :વારાણસી. , સોમવાર, 6 માર્ચ 2017 (13:08 IST)

LIVE: વારાણસીમાં પગપાળા જ લાલ બહાદુર શાસ્ત્રીના ઘરે પહોચ્યા PM મોદી, હવે રોહનિયામાં જનસભાને સંબોધિત કરશે

વારાણસીમાં સતત ત્રીજા દિવસે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેગા શો ચાલી રહ્યો છે. આ પહેલા પડાવમાં પીએમ મોદીનો કાફલો સવારે સાઢા દસ વાગ્યે ગઢવા આશ્રઁમ પહોચ્યો. પીએમ મોદી અહી આશ્રમના ગુરૂ શરણાનંદને મળ્યા. મોદીએ અહી ગૌશાળામાં ગાયોને કેળા અને ચારો ખવડાવ્યો. આશ્રમ પહોંચતા જ મોદીનું  ત્યા હાજર લોકોએ માળા પહેરાવીને સ્વાગત કર્યુ. ત્યારબાદ પીએમ મોદી શાસ્ત્રી ચોક પગપાળા જ શાસ્ત્રીના ઘરે જશે. 
 
LIVE UPDATES-

 
પીએમ મોદી હવે રોહનિયામાં અંતિમ ચરણની અંતિમ ચૂંટણી રેલીને સંબોધિત કરશે. ત્રણ દિવસ માટે વારાણસીની જનતા વચ્ચે પહોંચ્યા મોદીનો ફોકસ જે સીટો પર છે તેમા રોહનિયા મુખ્ય છે.  

- પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીની મૂર્તિ પર માળા ચઢાવીને પીએમ મોદી શાસ્ત્રીજીના ઘરે પહૉચ્યા. જ્યા તેમણે પૂર્વ પીએમને શ્રદ્ધાજલિ આપી. પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને ભવ્ય રીતે સજાવવમાં આવી છે. પ્રતિમા ચારે બાજુ ફૂલ અને ફુગ્ગાઓથી સજાવવામાં આવી છે. પ્રતિમાની આસપાસ એસપીજીના જવાનો તૈનાત છે. પીએમ મોદી શાસ્ત્રી ચોકથી પગપાળા જ શાસ્ત્રીના ઘરે ગયા. 
 
- શાસ્ત્રીના પૈતૃક ઘરને હવે સંગ્રહાલયમાં બદલી નાખવામાં આવ્યુ છે. પીએમ મોદીએ શાસ્ત્રી સાથે જોડાયેલ જૂની તસ્વીરો જોઈ અને શાસ્ત્રીજીના ઘરવાળાઓએન એક એક તસ્વીર વિશે પીએમ મોદીને બતાવ્યુ છે. તસ્વીર જોયા પછી પીએમ મોદી એક સંગીત કાર્યક્રમમાં રોકાયા. આ દરમિયાન શાસ્ત્રીજીના ઘરની બહાર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા. 
 
- આ અગાઉ ગઢવા આશ્રમ પહોંચેલ પીએમ મોદીને ગુરૂ શરણાનંદે મંચ પર આશીર્વાદ આપ્યા. ગુરૂ શરણાનંદે કહ્યુ કે દેશ પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વગુરૂ બન્યા. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે ગઢવા અશ્રમ પહોંચ્યા. ત્યા તેઓ 11.55 વાગ્યા સુધી રોકાયા. પીએમ મોદી અહી વર્તમાન ગુરૂ શરણાનંદને મળ્યા. પીએમ મોદીએ આશ્રમ પહોંચતા પહેલા ગાયને કેળા અને ચારો ખવડાવ્યો. 
 
- રામનગર ચોકથી આઠ સો મીટર સુધી જનતા દર્શન કરતા પીએમ શાસ્ત્રી ચોક પહોંચ્યા. પીએમ મોદી શરૂઆતમાં ગાડીમાં જ બેસીને લોકોનુ અભિવાદન સ્વીકાર કરી રહ્યા હતા પણ પછી તેમણે શાસ્ત્રી ચોક પહોંચીને ગાડીના ગેટ પર ઉભા રહીને લોકોનુ અભિવાદન સ્વીકાર કર્યુ. 
 
- પીએમ મોદી પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીના ઘરે જશે તેમને શ્રદ્ધાંજલિ આપશે. પીએમ મોદી શાસ્ત્રી ચોકથી પગપાળા જ શાસ્ત્રીના ઘરે જશે. ચોકની ચારેબાજુ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર અને ઘરોની અગાશી પર ચઢેલા છે. 

- ચોકની ચારે બાજુ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર અને ઘરોની અગાશી પર ચઢેલા છે. 
 
વર્ષ 2012નુ ગણિત 
 
અંતિમ સમયની જે 40 સીટો પર વોટિંગ થવાની છે તેના પર વર્ષ 2012માં 40માંથી એસપીને 23 બીએસપીને પાંચ અને બીજેપીને ચાર કોંગ્રેસને 3 સીટો અને અન્યને પાંચ સીટો મળી હતી. આ વખતે ચૂંટણીમાં અખિલેશ સામે પોતાની સત્તા બચાવવાનો પડકાર છે. બીજી બાજુ વિરોધી તેમને સત્તામાંથી હટાવવાની કોશિશમાં લાગ્યા છે. ખાસ કરીને વારાણસીમાં પીએમ મોદીની સાખનો સવાલ છે.  તેથી મોદીની સાથે સાથે તેમના સેનાપતિ પણ સતત ત્યા કૈપ કરી રહ્યા છે. 
 
11 માર્ચના રોજ આવશે પરિણામ 
 
ઉત્તર પ્રદેશના વારાણસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર છે. અંતિમ ચરણમાં પૂર્વાચલની 40 સીટો પર 8 માર્ચના રોજ મતદાન થશે. યૂપીમાં આ વખતે બીજેપી, એસપી-કોંગ્રેસ, બીએસપી વચ્ચે જોરદાર ટક્કર છે. યૂપી વિધાનસભા ચૂંટણીના બધા પરિણામો 11 માર્ચના રોજ આવશે.