બુધવાર, 27 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : મંગળવાર, 12 જૂન 2018 (13:53 IST)

આ 4 રાશિના લોકો પોતાનુ દુ:ખ કોઈને બતાવતા નથી

એવુ કહેવાય છે કે દુ:ખ વહેંચવાથી ઓછુ થઈ જાય છે. પણ કેટલાક લોકો એવા હોય છે જે પોતાનુ દુખ કોઈની સાથે શેયર કરતા નથી અને ખુદ પરેશાન રહે છે. આ મામલે જ્યોતિષની 12માંથી 4 રાશિયો છે જે પોતાની પરેશાની કોઈને બતાવતા નથી. આ 4 રાશિયોના લોકો કોણ છે જાણો અમારા એસ્ટ્રોલોજર અનિરુદ્ધ જોષી મુજબ... 
 
કર્ક રાશિ - કર્ક રાશિના લોકો પોતાની પરેશાનીઓ બીજા પર જાહેર થવા દેતા નથી. આ રાશિના લોકો ખૂબ જ ભાવુક હોય છે અને મિત્ર પસંદ કરવામાં થોડો સમય લગાવે છે. જ્યારે પણ તેમના જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે આ લોકો પોતાના પ્રયત્નોથી જ તેમાથી બહાર આવે છે. 
 
કન્યા રાશિ - જે લોકોની રાશિ કન્યા છે તે સકારાત્મક રહે છે. બીજાની સામે હંમેશા હસતા રહે છે. અનેકવાર આ લોકો ખૂબ પરેશાન રહે છે. પણ પોતાના હાસ્ય પાછળ બધા દુખ છિપાવી લે છે. તેમને જોઈને કોઈપણ એ નથી સમજી શકતુ કે તેઓ પરેશાન છે. 
 
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના લોકો મજબૂત ઈચ્છા શક્તિના માલિક હોય છે. ખુદ પર વિશ્વાસ કર છે અને મોટી મોટી સમસ્યાઓને પણ ધૈર્યથી દૂર કરી લે છે. આ લોકો પણ પોતાની પરેશાની કોઈની સાથે શેયર કરતા નથી. 
 
કુંભ રાશિ - આ રાશિના લોકોનો સ્વભાવ ગંભીર હોય છે. આ લોકો બીજાની પરેશાનીઓમાં મદદ કર છે. પણ ખુદની પરેશાની એકલા જ ઉકેલવાની કોશિશ કરે છે. અનેકવાર આ ટેવને કારણે તેમની પરેશાની વધી જાય છે