શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : શનિવાર, 18 ઑગસ્ટ 2018 (17:24 IST)

આ 10 વાતો બતાવી દેશે કે શુ છે ગુલઝાર, જાણો કેમ આજે પણ પહેરે છે સફેદ કપડા

શબ્દોના જાદુગર જાણીતા ગીતકાર ગુલઝાર 18 ઓગસ્ટ 1934ના રોજ ઝેલમ જીલ્લાના દીના ગામમાં જે હવે પાકિસ્તાનમાં છે ત્યા જન્મ્યા. તેમનુ અસલી નામ સંપૂર્ણ સિંહ કાલરા છે અને તેઓ બોલીવુડમાં આવતા પહેલા ગૈરાજમાં એક મિકેનિકના રૂપમાં કામ કરતા હતા. તો આવો આ ખાસ અવસર પર એક નજર નાખીએ. ગુલઝારના જીવનની આ 10 વાતો પર જે તેમને સમજવામાં ખૂબ મદદ કરશે. 
 
ગુલઝારને લખવાનો શોખ રમવાની વયમાં જ લાગી ગયો હતો. મતલબ બાળપણથી જ. પણ તેના પિતાને આ પસંદ નહોતુ. પણ પિતાના ના પાડવા છતા પણ ગુલઝારે પોતાની કલમ રોકી નહી.  એક દિવસ આવ્યો જ્યારે તેમણે મુંબઈની ફિલ્મી નગરીમાં એંટ્રી મળી ગઈ. 
પછી તો બિમલ રોય સાથે એક આસિસ્ટેંટના રૂપમાં કામ કરવુ શરૂ કરી દીધુ અને એસ.ડી બર્મનની ફિલ્મ 'બંદિની' દ્વારા ગીતકારના રૂપમાં શરૂઆત કરી. ઉલ્લેખનીય છે કે  તેમનું પ્રથમ ગીત હતુ 'મોરા ગોરા અંગ'.  એક ડાયરેક્ટરના રૂપમાં તેમની પ્રથમ ફિલ્મ 'મેરે અપને' (1971)હતી.. આ ફિલ્મ બંગાળી ફિલ્મ 'અપનાપન'ની રિમેક હતી. 
 
કદાચ જ તમને જાણ હશે કે ગુલઝારની ફિલ્મોની કે ખાસિયત રહેતી હતી કે તેમની ફિલ્મોમાં ફ્લેશબેક જોવા મળતી હતી.  કારણ કે ગુલઝારનુ કહેવુ છે કે અતીત બતાવ્યા વગર ફિલ્મ સમજી નથી શકાતી.  ફ્લેશબેકની વાત કરીએ તો ફિલ્મ 'કિતાબ', 'ઈજાજત' અને 'આંધી' તેનુ ઉદાહરણ છે. 
એક વધુ વાત એ સમયના પાકિસ્તાનમાં જન્મેલા હોવાથી તેમના પર એ પડી કે તેમને ઉર્દુમાં રસ હતો. તેથી તેઓ ઉર્દુમાં જ પોતાની કવિતા લખતા હતા. એટલુ જ નહી ફિલ્મો માટે ગુલઝારને સાઈન લેગ્વેઝ પણ શીખવી પડી.  કારણ કે વર્ષ 1973માં આવેલ ફિલ્મ 'કોશિશ' માં એક્ટર સંજીવ અને જયા ભાદુરી મૂક-બધીર રોલમાં હતા. 
 
ગુલઝારે ભલે કેટલી પણ કવિતાઓ અને ગીત લખ્યા હોય પણ તેમને જ લખેલુ ફિલ્મ 'ગુડ્ડી' નુ આ ગીત ... 'હમકો મન કી શક્તિ દેના'.. આજે પણ શાળાઓમાં પ્રાર્થનામાં ગવાય છે. પણ ફિલ્મ 'હુ તૂ તૂ ..' ના ફ્લોપ થયા પછી તેમને ફિલ્મ ડાયરેક્શન કરવુ બાજુ પર મુકી દીધુ. આ ઝટકામાંથી બહાર આવવા માટે તેમણે પોતાનુ ધ્યાન શાયરી અને સ્ટોરીઓમાં લગાવી દીધુ. 
 
ગુલઝારને જોયા પછી લોકોને મનમાં એક વિચાર જરૂર આવતો હશે કે તેઓ હંમેશા સફેદ ઝભ્ભામાં જ કેમ રહે છે.  ઉલ્લેખનીય છે કે તે પોતાના કોલેજના સમયથી જ સફેદ કપડા પહેરી રહ્યા છે. 
'કોશિશ' (1972), 'અચાંનક' (1973)  'આંધી' (1975), 'મીરા', 'લેકિન', 'કિતાબ' (1977) અને 'ઈજાજત' (1987) તેમની ફેમસ ફિલ્મોમાં સામેલ છે.  વાત કરીએ તેમના શોખની તો તેમને ટેનિસ રમવુ ખૂબ ગમે છે. અને તેઓ આજે પન સવારે ટેનિસ રમ્યા વગર રહેતા નથી. 
 
 
છેવટે વાત કરશુ તેમની ઉપલબ્ધિઓની તો ઉલ્લેખનીય છે કે તેઓ 20 વાર ફિલ્મફેયર, 5 રાષ્ટ્રીય પુરસ્કાર પોતાના નામે કરી ચુક્યા છે. વર્ષે 2010માં તેમને ફિલ્મ સ્લમડોગ મિલિનેયર નુ ગીત જય હો માટે ગ્રૈમી એવોર્ડ મળ્યો હતો.  આ ઉપરાંત તેમને વર્ષ 2013માં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર પણ મળ્યો.