ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 17 ફેબ્રુઆરી 2019 (13:12 IST)

Health Tips - કિડનીની પથરી દૂર કરવાના ઘરેલુ ઉપાય

કિડની માનાવી શરીરનુ સૌથી મહત્વપૂર્ણ અંગમાંથી એક છે. કિડની આપણા શરીરમાં બે રીતે કામ કરે છે. પહેલુ હાનિકારક ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનુ અને બીજુ પાણી અન્ય તરલ પદાર્થ રસાયણ અને ખનીજના સ્તરને બનાવી રાખવાનુ. 
 
જો મિત્રો આપ હેલ્ધી લાઈફ જીવવા માંગતા હોય તો આપની કિડનીને સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી છે.  શરીરમાં પાણીની કમી થતા જ પથરી બની શકે ચ હે. આ પથરી વટાણાના આકારની કે મોટી પણ હોઈ શકે છે.  જો તમને પથરી થઈ હશે તો તમને વજન ઘટવુ.. તાવ .. ગભરામણ પેટમાં અસહ્ય દુખાવો અને પેશાબમાં તકલીફ થવી વગેરે લક્ષણો જોવા મળશે.   મોટેભાગે પથરી ઓપરેશન દ્વારા બહાર કરવામાં આવે છે.  પણ એવા કેટલાક અસરકારક પ્રાકૃતિક ઉપાયોની મદદથી પણ પથરી બહાર કરી શકાય છે.. આવો જાણીએ એ ઉપાયો 
 
 
1. ખૂબ પીવો પાણી - જળ જ જીવન છે. આ હાઈડ્રેશન લેવલને કાયમ રાખવામાં મદદ કરે છે.  પાણી કિડનીને ખનીજ અને પોષક તત્વોને ખતમ કરવમાં મદદ કરે છે.  પાણી આપણી બોડીના ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામા મદદ ક્રે છે.  જો કિડનીમા પથરી હોય તો તે કિડનીને નુકશાન પહોચાડી શકે છે. આથી તેને બહાર કરવા વધુમાં વધુ રોજ 7 થી 8 ગ્લાસ પાણી જરૂર પીવો 
 
2 લીબુનો રસ અને ઓલિવ ઓઈલ -  તમને લીંબુનો રસ અને ઓલિવ ઓઈલનુ કોમ્બિનેશન થોડુ વિચિત્ર લાગતુ હશે પણ આ તમારા સિસ્ટમમાંથી કિડનીની પથરીને બહાર કાઢવાનો ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે.  જે લોકો પોતાની કિડનીની પથરીને નેચરલ રીતે બહાર કાઢવા માંગે છે તેઓએ આ ડ્રિંકને ત્યા સુધી રોજ પીવુ જોઈએ જ્યા સુધી પથરી નીકળી ન જાય.  લીંબુનો રસ પથરી તોડવામાં મદદ કરે છે. અને ઓલિવ ઓઈલ લ્યૂબ્રિકેંટની જેમ કામ કરે છે .. જેથી કોઈપણ વગરની પરેશાની કે બળતરા વગર પથરી યૂરિન દ્વારા બહાર નીકળી શકે. 
 
3 સફરજનનો સિરકો - સફરજનના સિરકામાં સાઈટ્રિક એસિડ હોય છે. જે કિડનીની પથરીને તોડવાની પ્રક્રિયામાં મદદ કરે છે. સાઈટ્રિક એસિડ યૂરિન દ્વારા કિડનીની પથરીને બહાર કરે છે.  સફરજનના સિરકાનુ રોજ સેવન કરવાથી ઝેરીલા પદાર્થો બહાર થઈ જાય છે અને કિડનીની સફાઈ થાય છે.  પથરીને સંપૂર્ણ રીતે બહાર નીકળતા સુધી રોજ બે મોટા ચમચા સિરકાને ગરમ પાણી સાથે લઈ શકો છો 
 
4 દાડમ - દાડમમાં અનેક પોષક તત્વો રહેલા છે આ એક ખૂબ જ હેલ્ધી ફ્રૂટ માનવામાં આવે છે. દાડમનો રસ સૌથી સારુ પ્રાકૃતિક પીણુ છે. જે શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આ કિડનીની પથરીને પ્રાકૃતિક રૂપે બહાર કરવાનુ કામ કરે છે. તેમા રહેલ એંટીઓક્સીડેંટ ઈમ્યુનિટી સિસ્ટમને વધારવામાં મદદ કરે છે. 
દાડમનો રસ ઈમ્યુનિટી સિસ્ટમ 
 
5 કોર્ન હેયર - હા મિત્રો આ તમને થોડુ વિચિત્ર લાગી શકે છે કે મકાઈના ડૂંડા પરના રેસા..કેવી રીતે પથરી દૂર કરે.. સામાન્ય રીતે મકાઈના રેસાને આપણે ફેંકી દેતા હોઈએ છીએ.  પણ શુ આપ જાણો છો કે આ પણ કિડનીની પથરીને શરીરમાંથી બહાર કરવામાં કારગર છે.  મકાઈના રેસાને પાણીમાં ઉકાળી લો. હવે આ પાણીને ગાળીને પીવો.  આ નવી પથરીને બનતા પણ રોકે છે અને યૂરિનને વધારે પણ છે.  મકાઈના રેસા કિડનીની પથરી સાથે થનારા દુખાવાને પણ ઓછુ કરવાનુ કામ કરે છે.