બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 15 જૂન 2024 (16:58 IST)

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, અલકનંદા નદીમાં પડી ગાડી, 23 લોકો ડૂબ્યા, 10 ડેડ બોડી મળી

big accident in rudraprayag
big accident in rudraprayag
 
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જીલ્લામાંથી એક મોટી  દુર્ઘટના સામે આવી છે. જેના મુજબ દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહેલ વાહન રૂદ્રપ્રયાગ પાસે કંટ્રોલ ગુમાવીને અલકનંદા નદીમાં પડી ગયુ છે. જેમા 23 લોકો સવાર હતા.  ગાડીમાં સવાર બધા લોકો નદીની તેજ ઘારમાં વહી ગયા. આ દુર્ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ પ્રબંધકે ડીડીઆરએફ  સહિત અન્ય ટીમ ઘટના પર પહોંચી અને રાહત બચાવ કામ શરૂ કરી દીધુ છે. નદીમા લોકોની શોધ શરૂ કરવામાં આવી છે.  નદીમાં લોકોની શોધ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 10 લોકોની લાશ જપ્ત કરવામાં આવી છે.  તો બીજી બાજુ કેટલાક લોકો ગંભીર રૂપે ઘાયલ છે. જેમની સારવાર ચાલી રહી છે.   
 
સીએમ ધામીએ કર્યુ ટ્વીટ 

 
દુર્ઘટના પછી ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યુ, ઘાયલોને ચિકિત્સા માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં સ્થાનંતરિત કરી દેવામાં આવ્યા છે. જીલ્લા મેજીસ્ટ્રેટએ મામલાની તપાસનો આદેશ આપ્યો છે. 
 
દિલ્હીથી ચોપતા તુંગનાથ જઈ રહ્યા હતા શ્રદ્ધાળુ 

એવુ કહેવાય રહ્યુ છે કે દુર્ઘટનાનો ભોગ બનેલી ગાડી દિલ્હીના મુસાફરોને લઈને દિલ્હીથી ચોપતા તુંગનાથ જઈ રહ્યા હતા. 
 
આ કારમાં ડ્રાઈવર સહિત 23 લોકો સવાર હતા. તમામ મૃતકોની હજુ પુષ્ટિ થઈ નથી. જો કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોત થઈ શકે છે. આ અકસ્માત બદ્રીનાથ હાઈવેના રેંટોલી પાસે થયો હતો. એસડીઆરએફ અને પોલીસ ટીમ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ટીમે બે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી દીધા છે.
 
આ ઘટના અંગે રુદ્રપ્રયાગના એસપી ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે, માહિતી મળી છે કે રુદ્રપ્રયાગના રંટોલી પાસે હાઈવે પરથી એક ટેમ્પો ટ્રાવેલર ખાડામાં પડી ગયો છે. આ અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. વાહન પડી જતાં નદીમાં વહી ગયેલા લોકોની શોધખોળ ચાલુ છે.