ઘરમાં વાસ્તુદોષ લાવે છે આ નાની નાની વાતો, જાણો ઉપાય
આજે અમે આપને બતાવી રહ્યા છે કેટલીક એવી વાતો જે જો તમારા ઘરમાં હોય તો તે ઘર માટે અશુભ રહે છે. ઘરનો વાસ્તુદોષ ફક્ત ઘરની સુખશાંતિ જ નથી બગાડતુ પણ તે ધન હાનિ, બીમારી અને કપલ્સ વચ્ચે લડાઈ ઝગડાનુ કારણ પણ બને છે. બેડરૂમ.. રસોડુ અને મંદિર ખોટા સ્થાન પર હોય તો વાસ્તુદોષનુ કારણ બને છે. જો કે તેનુ કારણ અન્ય પણ કશુ હોઈ શકે.
આજે અમે તમારી માટે નાની નાની વાસ્તુ ટિપ્સ લઈને આવ્યા છે જેનથી તમે વાસ્તુદોષને દૂર કરી ઘરમાં સુખ શાંતિ લાવી શકો છો તો ચાલો જાણીએ વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય
વિપત્તિઓથી છુટકારો મેળવવા માટે - ઘરનો મેન ગેટ દક્ષિણ દિશામાં ન હોવો જોઈએ. જો આવુ છે તો મુખ્ય દરવારા પર પંચમુખી હનુમાનની મૂર્તિ લગાવો. તેનાથી બધા વાસ્તુદોષ ખતમ થઈ જશે.
- દિશાનુ રાખો ધ્યાન - સીડી એટલે કે દાદરા નીચે ન તો બાથરૂમ બનાવો કે ન તો ટોયલેટ. કે ન તો તેની નીચે કોઈ સામાન મુકો. તેનાથી ઘરમાં વાસ્તુદોષ વધે છે.
ઘરના મુખિયા પર આવે છે સંકટ - જો ઘરની બહાર કોઈ ઝાડ કે થાંભલો છે તો એ પણ નેગેટિવ એનર્જીનુ કારણ બને છે. સાથે જ તેની અસર ઘરના મુખિયાના આરોગ્ય પર પણ પડે છે. તેને વાસ્તુ વેઘ કહે છે. જો ઘરની બહાર ઝાડ છે તો તેને પાણી પીવડાવતા રહો અને થાંભલો છે તો તેને હટાવી દો.
છોડ લાવશે ખુશહાલી - ક્યારેય પણ ગાર્ડનમાં કાંટેદાર વૃક્ષ ન વાવો. આંગણામાં તુલસીનો છોડ વાવો અને રોજ તેની પૂજા કરો. આવુ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. આ ઉપરંત ઘરની બહાર અને ઘરની ઉપર મોટા પાન વાળા છોડ લગાવો ખુશહાલી આવશે.
ઘરમા રંગનો વપરાશ - રસોડાનો અને ઘરની દિવાલો પર લાલ રંગ ન લગાવશો. આ ઉગ્રતા અને લોહીનુ પ્રતિક છે. ઘરમાં હળવા રંગ જેવા કે ભૂરો પીળો અને ક્રીમ કરાવવો શુભ માનવામાં આવે છે.
ઘરમાં જો એક્વેરિયમ મુક્યુ છે તો માછલીઓને ભોજન કરાવો. ફિશ ટેંકમાં માછલીઓની સંખ્યા 9 થી વધુ ન હોવી જોઈએ. તેમા એક કાળી અને બાકીની ગોલ્ડન મુકવી શુભ માનવામાં આવે છે.
- રસોડામાં આ વસ્તુઓનુ રાખો ધ્યાન
રસોડામાં ક્યારેય પણ સિંક અને ગેસ સિલેંડર એક સાથે ન મુકો આ ઉપરાંત રોટલી બનાવ્યા પછી તવો એ રીતે મુકો કે જેથી કોઈને દેખાય નહી. ધ્યાન રાખો કે તવાને ઊંધો કરીને ન મુકો.
મંદિરની યોગ્ય દિશા - મંદિર હંમેશા પૂર્વ, ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં જ સ્થાપિત કરો. આ ઉપરાંત મંદિરમાં ક્યારેય પણ વાસી ફુલ ન ચઢાવશો.