ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Modified: બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (11:57 IST)

શુ આપ જાણો છો કે પૂર્વજોના મોક્ષ માટે ઈલાહબાદ કેમ પ્રસિદ્ધ છે?

માન્યતા છે કે જે લોકો પોતાનુ શરીર છોડી દે છે એ લોકો આ લોક કે પરલોકમાં કોઈ પણ રૂપમાં હોય છે, તેઓ શ્રાદ્ધના પખવાડિયે પૃથ્વી પર આવે છે અને શ્રાદ્ધ અને તર્પણથી તૃપ્ત  થાય છે. શાસ્ત્રોમાં પિતરોનું સ્થાન સૌથી ઉંચુ બતાવ્યુ છે. પિતરોની શ્રેણીમાં મૃત માતા, પિતા, દાદા, દાદી, નાના, નાની સાથે બધા પૂર્વજ શામેલ છે.  વ્યાપક દ્ર્ષ્ટિએ મૃત ગુરૂ અને આચાર્ય પણ પિતરોની શ્રેણીમાં આવે છે. ગંગા, યમુના અને સરસ્વતીના અદભુત સંગમ ઈલાહબાદના મહાત્મયને વિશેષ બળ આપે  છે. રાજા દશરથના શ્રાદ્ધ સાથે સંકળાયેલી એક કથા છે કહેવાય છે કે ભગવાન રામના ત્રિવેણી કાંઠે જ તેમના પૂર્વજોનું તર્પણ કર્યું હતું. 
 એવુ કહેવાય છે કે અહીં  રાજારામના  પંડોની એ પેઢી આજે પણ છે. જેને તેઓ અયોધ્યાથી  લઈને આવ્યા હતા. પ્રયાગના તીર્થ પૂરોહિતોના મુજબ ભગવાન વિષ્ણુ ચરણ પણ ઈલાહબાદમાં જ વિરાજમામન છે. તેથી શ્રદ્ધાળુ તેમના પૂર્વજના મોક્ષની કામના લઈને અહીં આવે છે. 
 
પિતૃદોષ નિવારણ માટે કરો નારાયણબલિ-નાગબલિ પિતરોને પ્રસન્ન કરવાના કેટલાક સરળ ઉપાય પીપળ કે વડના ઝાડની નિયમિત પૂજા કરવાથી પિતૃ દોષનું શમન થાય છે. 
 
તમારા માતા-પિતા અને ભાઈ-બેનની દરેક શકય સહાયતા અને સહયોગ કરો. 
 
દરેક અમાવસ્યાના દિવસે ખીરનો ભોગ લગાવીને દક્ષિણ દિશામાં પિતરોનું અવાહન કરી બ્રાહ્મણોને યથા શક્તિ દક્ષિણા આપી ભોજન કરાવો. 
 
સૂર્યોદયના સમયે સૂર્યની સામે ઉભા થઈ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી લાભ મળે છે. 
 
ૐ નવકુલ નાગાય વિદહે ધીમહી તન્નો સર્પ પ્રચોદયાત મંત્રની એક માળા પિતૃપક્ષમાં નિયમિત જાપ કરવી જોઈએ. 
 
ઘરના પલંગ પર મોરપંખ લગાવવો જોઈએ. 
 
શનિવારના દિવસે સવારે 9 થી 10.30મિના મધ્યમાં થોડો કોલસો નદીમાં પ્રવાહિત કરવો જોઈએ.