મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (11:17 IST)

Good news - તહેવારોને ધ્યાનમાં લઈને ગુજરાતને મળી 18 સ્પેશ્યલ ટ્રેન

આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રેલવેતંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી પસાર થતી હોય એવી કુલ 18 જેટલી 'ફેસ્ટિવલ સ્પેશિયલ' ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે.  આ ટ્રેનો આજથી 30 નવેમ્બર સુધી દોડાવાશે  ભારતીય રેલવે દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કરવામાં આવશે. ઈન્ડિયન રેલવેએ બધા રેલવે ઝોનને આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી છે. તેમાં કેટલીક ટ્રેનો નિયમિત રૂપથી સંચાલિત થશે જ્યારે કેટલીક ટ્રેનો સપ્તાહમાં ત્રણ કે ચાર દિવસ ચલાવવામાં આવશે. આ સિવાય સાપ્તાહિક ટ્રેનો પણ ચાલશે.
 
જાણો ટ્રેન ક્યાથી ક્યા જશે 
 
ઓખા-મુંબઈ, 
ભાવનગર-આસનસોલ, 
જામનગર-થિરુનવેલી, 
બાંદ્રા-ભાવનગર, 
પોરબંદર-દિલ્હી સરાય, 
પોરબંદર-હાવડા, 
પોરબંદર-મુઝફ્ફરપુર, 
અમદાવાદ-વેરાવળ અને 
અમદાવાદ-જમ્મુ તાવી સામેલ છે. 
રાજકોટ-સિકંદરાબાદ ફેસ્ટિવલ  આ ટ્રેનનું આજથી બુકિંગ શરૂ થઈ ગયું છે.