'બાહુબલી 2' ની એક ટિકિટ 2400 રૂપિયાની ... !!
એમએસ રાજમૌલીની ફિલ્મ 'બાહુબલી 2' 28 એપ્રિલના રોજ રજુ થઈ રહી છે. દર્શકને આ વાતનો જવાબ મળી જશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. પણ ફિલ્મના ટિકિટના ભાવ સાંભળીને તમે હેરાન થઈ જશો. ફિલ્મની એડવાંસ બુકિંગની ટિકિટો હજારો રૂપિયામાં વેચાય રહી છે. ફિલ્મની એડવાંસ બુકિંગ શરૂ થઈ ચુક્યુ છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ પહેલાથી જ 2400ની ટિકિટો દ્વારા બ્લોકબસ્ટરમાં બદલવામાં આવી છે. દિલ્હીના થિયેટરોમાં 'બાહુબલી 2'ના ટિકિટનો ભાવ સૌથી વધુ 2400 રૂપિયા છે. બોલીવુડ લાઈફ મુજબ દિલ્હીના પીવીઆર સિનેમામા આ ફિલ્મના ભાવ ખૂબ વધુ છે.
ફિલ્મ ભારતમાં 8000 સ્ક્રીંસ પર રજુ થઈ રહી છે. ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગૂબાતી, તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી અને સત્યરાજ મુખ્ય ભૂમિકામાં છે. ડીએનએ મુજબ ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી રીલીઝ હશે. ડીએનએ એ એક સૂત્રના હવાલાથી કહ્યુ, 'બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોની વાત કરીએ તો દેશભરમાં લગભગ 5000 સ્ક્રીંસ પર રજુ થતી રહી છે. તે દક્ષિણ ભારતીય્ની 3000 સ્ક્રીન્સ પર ફક્ત તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ફિલ્મો જ બતાવવામાં આવે છે.