રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 11 જુલાઈ 2019 (08:52 IST)

આજથી ધો-10 અને 12ની પુરક પરીક્ષા યોજાશે, એક જ દિવસમાં બે વિષયની લેવાશે પરીક્ષા

શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરૂવારથી રાજ્યમાં SSC અને HSCની પૂરક પરીક્ષા પ્રારંભ થશે. ધોરણ 10 અને 12ની એક જ દિવસમાં બે વિષયની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે ધોરણ 10 અને 12ની આ પરીક્ષા 14મી તારીખ સુધી ચાલશે. શિક્ષણબોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરાવમાં આવ્યો હતો.
 
આજથી ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ધોરણ 10 અને 12ની એક જ દિવસમાં બે વિષયની પરીક્ષા લેવાશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની સવારે 10થી બપોરે 1.20 અને બપોરે 3થી 6.20 સુધી પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ આજે સવારે ભાષાની પરીક્ષા લેવાશે અને બપોર બાદ વિજ્ઞાન અને ટેક્નોલોજીની પરીક્ષા લેવાશે.
 
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સવારે 10.30થી 2 વાગે અને બપોરે 3થી 6.30 દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સવારે ગણીતની પરીક્ષા લેવાશે અને બપોર બાદ જીવવિજ્ઞાનનીની પરીક્ષા લેવાશે. જો કે, ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આ પૂરક પરીક્ષા 14મી તારીખ સુધી ચાલશે. ત્યારે બોર્ડ દ્વારા આ પરીક્ષાનો સમગ્ર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરાવમાં આવ્યો હતો.