શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શનિવાર, 18 જૂન 2022 (23:02 IST)

અગ્નિપથ વિરોધી આંદોલનને લીધે શનિવારે 369 ટ્રેન રદ, યુપીથી લઈને કર્ણાટક સુધી પ્રદર્શન

train fire
આ મામલે કલેક્ટરે શું કહ્યું?આ મામલે કલેક્ટરહર્ષિકા સિંહનું કહેવું છે કે ગર્ભવતી જે ગામની છે એ પહાડની ઉપર આવેલું છે
 
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ ટ્રેનમાં 210 મેલ-એક્સપ્રેસ રેલગાડી અને 159 સ્થાનિક ગાડી સામેલ છે. અગાઉ શુક્રવારે પણ 200 ટ્રેન રદ કરવી પડી હતી.
 
ભારતીય સેનાના ત્રણેય વડાએ સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂકોને લઈને 'અગ્નિપથ' નીતિની જાહેરાત કરી હતી.
 
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે અગ્નિપથ યોજનાને ખુલ્લી મૂકી હતી અને ત્યાર પછી દેશમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે અને હજુ પણ વિરોધ ચાલુ છે.
 
રક્ષામંત્રી રાજનાથસિંહે રક્ષા મંત્રાલયની નોકરીઓમાં 'અગ્નિવીરો' માટે 10% અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
 આ અનામત માત્ર લાયકાતની શરતો પૂરી કરતા અગ્નિવીરોને જ લાગુ પડશે.
 
 
ભારતીય સેનાના ત્રણેય વડાઓએ સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂકોને લઈને 'અગ્નિપથ' નીતિની જાહેરાત કરી હતી.
 
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે અગ્નિપથ યોજનાને ખુલ્લી મૂકી હતી.
 
એ વખતે સંરક્ષણમંત્રીએ કહ્યું હતું, "આજે અમે 'અગ્નિપથ' નામની એક પરિવર્તનકારી યોજના લાવી રહ્યા છીએ, જે આપણાં સશસ્ત્ર દળોમાં બદલાવ લાવીને તેમને વધુ આધુનિક બનાવશે."
 
"અગ્નિપથ' યોજના હેઠળ, ભારતીય યુવાનોને 'અગ્નવીર' તરીકે સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તક પૂરી પાડવામાં આવશે."
 
'અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે.
 
રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, રક્ષા વિભાગના નાગરિક પદો અને રક્ષા મંત્રાલય હેઠળના તમામ 16 જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 10% અનામતની સિસ્ટમ લાગુ પડશે.
 
ભૂતપૂર્વ સૈનિકો માટે રક્ષા મંત્રાલય સાથે સંબંધિત નોકરીઓમાં આરક્ષણની વ્યવસ્થા પહેલેથી જ છે. રક્ષામંત્રીના કાર્યાલયે કહ્યું છે કે અગ્નિવીરો માટે અનામતની સિસ્ટમ ભૂતપૂર્વ સૈનિકો માટે કરવામાં આવેલી જોગવાઈથી અલગ હશે.
 
આ માટે ભરતીના નિયમોમાં જરૂરી ફેરફાર કરવા સૂચના આપવામાં આવી છે.
 
આ માટે રક્ષા મંત્રાલય હેઠળની સરકારી કંપનીઓને પણ ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે રક્ષામંત્રીના કાર્યાલય તરફથી વયમર્યાદામાં છૂટછાટની વાત પણ કહેવામાં આવી છે.

આ માટે રક્ષા મંત્રાલય હેઠળની સરકારી કંપનીઓને પણ ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે રક્ષામંત્રીના કાર્યાલય તરફથી વયમર્યાદામાં છૂટછાટની વાત પણ કહેવામાં આવી છે.
 
દાનાપુર રેલવે ડિવિઝનને 200 કરોડનું નુકસાન
 
બિહારમાં સેનામાં ભરતીની યોજનાના વિરોધમાં શનિવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે નારાજ પ્રદર્શનકારીઓએ શનિવારે બિહારના તારેગના રેલવે સ્ટેશનને આગને હવાલે કરી દીધું હતું.
 
તેઓ સરકાર તેનો નિર્ણય પાછો લે તેવી માગ કરી રહ્યા હતા.
 
બિહાર પોલીસના એક વરિષ્ઠ અધિકારી સંજયસિંહે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું કે હજારોની સંખ્યામાં નવજવાનોએ ટ્રેનની બોગીઓ પર હુમલો કર્યો, ટાયર સળગાવ્યાં અને અધિકારીઓ સાથે ઘર્ષણ પણ થયું.
 
તેમણે માહિતી આપી કે કમસે કમ 12 પ્રદર્શનકારીની ધરપકડ કરાઈ છે. તારેગના રેલવે સ્ટેશન પર થયેલી હિંસામાં ચાર પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
 
દાનાપુર રેલવે ડિવિઝનના પ્રમુખ પ્રભાતકુમારે કહ્યું કે "રેલવે પરિસરમાં હિંસક ઘટનાઓને કારણે રેલવેની 200 કરોડથી વધુ સંપત્તિનું નુકસાન થયું છે. 50 રેલકોચ અને પાંચ એન્જિન સંપૂર્ણ સળગાવી દીધાં છે. રેલવે પ્લેટફોર્મ, કમ્પ્યુટર અને ઘણાં તકનીકી ઉપકરણોને નુકસાન થયું છે."
 
સોનિયા ગાંધીની પ્રતિક્રિયા
 
દેશભરમાં સેનામાં ભરતીની યોજનાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ સેના ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.
 
સોનિયા ગાંધીએ કહ્યું, "મને દુઃખ છે કે સરકારે તમારા અવાજને અવગણીને નવી સૈન્ય ભરતીની જાહેરાત કરી છે, જે સંપૂર્ણપણે દિશાહીન છે. તમારી સાથે ઘણા ભૂતપૂર્વ સૈનિકો અને રક્ષા નિષ્ણાતોએ પણ આ યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા છે."
 
તેમણે કહ્યું કે કૉંગ્રેસ આ યોજનાનો વિરોધ કરી રહેલા લોકોની સાથે મક્કમતાથી ઊભી છે અને આ યોજના પાછી ખેંચવા માટે લડવા અને તમારા હિતોનું રક્ષણ કરવાનું વચન આપે છે.
 
'નિર્ણય પાછો ન લેવાય ત્યાં સુધી વિરોધ'
 
તો કેરળના તિરુઅનંતપુરમના થંપાનૂર વિસ્તારમાં યુવાનો એકઠા થયા હતા અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના સત્તાવાર નિવાસસ્થાન રાજભવન તરફ માર્ચ કરી હતી.
 
તેઓ ભારત સરકારની નવી યોજના વિરુદ્ધ સૂત્રો પોકારતા હતા, તેમના હાથમાં પ્લેકાર્ડ અને બૅનર જોવા મળતાં હતાં, જેમાં સરકારને પોતાનો નિર્ણય પાછો લેવાની માગ કરાઈ હતી.
 
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ યુવાનો કેરળનાં અલગઅલગ શહેરમાંથી આવ્યા હતા. પ્રદર્શનકારીઓમાંથી એક નવયુવાને કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ ભરતી યોજનાને પાછી નહીં લે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે.
 
તેમણે કહ્યું કે "અમારામાંથી ઘણાએ સેનામાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ વચ્ચે છોડીને પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. જો કેન્દ્ર સરકાર આ યોજનાને લાગુ કરવાની દિશામાં આગળ વધશે તો અમે શું કરીશું. અમારું ભાવિ અંધકારમય થઈ જશે. આથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું."